Book Title: Jain_Satyaprakash 1954 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૮] માયાજા [૧૨૭ નામ ભૂષણ, ભુવનચંદ્ર નામના શ્રેણીને એ પુત્ર હતો. તેઓ પૈસેટકે સુખી નહેતા, છતાં વેપારધંધામાં જે કંઈ મળે એમાં સંતોષ માની પિતાનો જીવનપંથ કાપતા. - પૂર્ણ ચંદ્ર અને ભુવનચંદ્રના સ્વભાવમાં તફાવત હતો. ભુવનચંદ્ર સંતોષી હતા તે પૂર્ણ ચંદ્રના હૃદયમાં અસંતોષને મહાસાગર ખળભળી રહ્યો હતે. ભુવનચંદ્રમાં ધર્મસંસ્કારો નામપણથી હતા, જ્યારે પૂર્ણચંદ્રને તે સંજોગોએ ધર્મિકતા તરફ વળ્યા હતા. • પ્રતાપ દિવસનો મેટો ભાગ ભૂષણને ત્યાં જ ગાળતો. આથી બંને મિત્રોમાં ખાનદાની, કુલીનતા અને ઉચ્ચ સંસ્કાર તાણાવાણાની જેમ વણાયાં હતા. સેવા અને સમર્પણના ગુણો વિકસાવવામાં એ તત્પર રહેતા અને પોતાની ગરીબીને આશીર્વાદ સમાન લેખતા. બંને જણ વિશ વર્ષના થયા ને પોતાના કુટુંબને આધારરૂપ થવા લાગ્યા. બને મિત્રોએ પિતાનું ભાગ્ય અજમાવવા પરદેશ જવાને નિર્ણય કર્યો અને સારે દિવસે તેઓએ નંદિવર્ધન નગર તરફ પ્રયાણ કર્યું. વૈશાખ મહિનો હતો. સવારને કંડ વાયુ એમના પ્રયાણને પ્રેરણા આપતે. બપોરે તેમણે એક કૂવા પાસેના ઝાડ આગળ વિસામે કર્યો. એવામાં સામેથી આવતા એક પ્રવાસીઓ પૂછ્યું: “ભાઈ! ભદ્રનગર કેટલું દૂર હશે ?' “માંડ દશેક માઈલ હશે, પણ નંદિવર્ધન નગર અહીંથી કેટલું થાય? ત્યાંથી જ આવી રહ્યો છું. પૂરા પચીશ ગાઉ તે મેં કાપી નાખ્યા છે.” “શેઠ ! આ બળતા બપોરે ચાલવા કરતાં થોડે વિસામો લઈને નમતા પહેરે આગળ વધજો.' યુવકોને આ પ્રવાસી પાસેથી નંદિવર્ધન નગરની માહિતી મળશે એવા ઈરાદે શેઠને આવકારતાં એમણે કહ્યું. - પ્રવાસી નંદિવર્ધન નગર એક વેપારી હતો. આ નાનચંદ શેઠને ભદ્રનગર સાથે વેપારી સંબંધ હતો. એણે આ બંને યુવકની આવકારભરી પૂછવાની રીત ઉપરથી કેટલુંક અનુમાન કરી લીધું. શેઠને પણ આ યુવકે સાથે વાત કરવાનું મન થયું. ? સૌએ પિતા પોતાનાં ભાતાં ખોલ્યાં અને ખાવા બેઠા. એક જ જ્ઞાતિના હોવાથી એક બીજા ખાવાની ચીજોની આપ-લે કરી. સૌ સાથે બેઠા અને વાતે વળગ્યા. વાતવાતમાં શેઠે આ બંને યુવકોની પરિસ્થિતિ વિશે જાણી લીધું અને યુવકેને નંદિવર્ધન નગરમાં કઈ ધંધે લગાડી દેવાનું પણ આશ્વાસન આપ્યું. શેઠે વધારામાં જણાવ્યું “ભદ્રનગરમાં મારે એકાદ દિવસનું કામ છે. એ પતાવીને તરત પાછા ફરવું છે. તમે મારી સાથે પાછા આવો તે આપણે આવતી કાલે સાથે જ નદિવર્ધન જઈશું.' બને યુવકને તે એ જ જોઈતું હતું. નમતા પહેરે ત્રણેજણ ભદ્રનગરે આવી પહોંચ્યા. ભૂષણ શેઠને પિતાને ઘેર લઈ ગયા અને એમનું આદરભર્યું આતિથ્ય કર્યું, વાતચીતથી બંને યુવકોએ શેઠના હૃદયમાં સ્થાન મેળવી લીધું. - શેઠે ભૂષણના બાપ ભુવનચંદ્ર સાથે વાતચીત કરતાં પિતાને જાણવા યોગ્ય હકીકત જાણી લીધી, પછી શેકે ભુવનચંદ્રને કહ્યું: “શેઠ ! મારી એક વિનંતિ છે. મારે બેલ પાછો તે નહિ bલાય ને?” - ભુવનચંદ્ર તે શેઠની આ વાતથી સંકોચ પામ્યા. એમને થયું કે શેઠ કેવી માગણી કરશે? મોટા માણસની માગણી મારા જે ગરીબ કઈ રીતે પૂરી કરી શકશે ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28