Book Title: Jain_Satyaprakash 1954 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂર્તિઓના વિવિધ પ્રકારો (૧૩ પ્રાકૃત ભાષાના ધુરંધર કવિ શ્રીજિનવલ્લભસૂરિ, અપભ્રંશ સાહિત્યના મર્મ શ્રીજિનદત્તસૂરિ, સંસ્કૃત સાહિત્યની સર્વ શાખાઓના પારગામી વિદ્વાન અને અનેક ગ્રંથના રચયિતા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ, શ્રીદેવચંદ્રસૂરિ, શ્રીજિનપતિસૂરિ, સુપ્રસિદ્ધ દાર્શનિક અમરચંદ્રસૂરિ, શ્રીજિનપ્રબોધસૂરિ, શ્રીજિનકુશળસૂરિ, મહંમદ તઘલખને પ્રતિબોધનાર શ્રીજિનપ્રભસૂરિ, યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, જગદ્દગુરુ શ્રીહીરવિજયસૂરિ, શ્રીવિજયદેવસૂરિ આદિ ઘણું ઘણું આચાર્યોની સ્વતંત્ર મૂર્તિએ જોવામાં આવી છે. પુરાતન જેટલી મૂર્તિઓ મળી આવી છે એ સર્વ બારમી સદી પછીની છે અને અધિક પ્રમાણમાં એ આચાર્યો પણ એ સદી પછીના છે. ગુરુમૂર્તિઓ સંબંધમાં શાસ્ત્રીય નિર્ધારિત સ્વરૂપ ન હોવાથી એ સર્વમાં એકરૂપતા રહી નથી. આ પ્રથા માત્ર શ્વેતાંબર સમાજ પૂરતી મર્યાદિત નથી રહી. દિગબર સમાજમાં પણ એને પ્રવેશ થયો છે. કારકલના જૈન સમારકે અંગે પરિચય આપતાં કુન્થનાથ ભગવંતની બાજુમાં બેસાડેલી કેટલીક મૂર્તિઓનાં નામ પંડિત કે. ભુજબલી શાસ્ત્રીએ આ પ્રમાણે આપ્યાં છે -૧ કુમુદચંદ્ર, ૨, ભ. હેમચંદ્ર, ૩. ચારકીર્તિ પંડિત દેવ. ૪. શ્રતમુનિ ૫ ધમભૂષણ. ગૃહસ્થતિઓ-રાજાઓની જે પુરાણ મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે એમાં સૌથી જાની અજાતશત્રુ અને નન્દિવર્ધનની છે. એ બને જૈનધર્મના ઉપાસક હતા. ઈતિહાસમાં તેમનું સ્થાન મહત્વપૂર્ણ છે. નંદિવર્ધને જ્યારે કલિંગ જીત્યું ત્યારે ત્યાંથી એક જૈન મૂર્તિ તે ઉઠાવી લાવ્યું હતું. એ વાતથી તે પિતે જૈન હતા એમ પુરવાર થાય છે. આમ તે જેની પ્રતિમાઓના પરિકરમાં યક્ષ, યક્ષિણીઓની હેઠળના ભાગમાં ગૃહસ્થ યુગલની મૂર્તિઓ જોવામાં આવે છે પણ વસ્તુપાલ-તેજપાલ પિતાની પત્નીઓની સાથે, વનરાજ ચાવડે, મેતીશાહ શેઠ આદિની કેટલીક મૂર્તિઓ સ્વતંત્રપણે હાથ જોડી મંદિરમાં સ્થાપન કરાયેલી જોવાય છે, આબુ પર્વત ઉપરના દેવાલયમાં તે મંત્રીશ્વર વિમલના પૂર્વજોની મૂર્તિઓ પણ દષ્ટિગોચર થાય છે. એ ઉપરથી એમ સમજવાનું નથી કે તેઓની પૂજા કરવી. એ તે ભક્તિસૂચક મુદ્રામાં ઊભેલી મૂર્તિએ માત્ર છે. આ પ્રમાણે તીર્થંકર પ્રભુની પ્રતિમાઓ, તેઓને પરિકર, દેવીની મૂર્તિઓ, યક્ષ-યક્ષિણીઓનાં બિંબ, અને એ પછીથી ગુરુમૂર્તિઓ તેમજ ગૃહસ્થબિંબ એ સર્વ કેવળ ધાર્મિક દષ્ટિએ મહત્વનાં છે. એટલું જ નહીં પણ ભારતીય મૂર્તિ કલાના કમિક વિકાસના અધ્યયન અંગે મૂલ્યવાન સામગ્રી પૂરી પાડતાં સાધને છે. સામાજિક રહેણીકરણી, પહેરવેશ, તેમજ આર્થિક વિકાસ આદિને પણ એ ઉપરથી તાગ કાઢી શકાય છે. એના સૌન્દર્ય સંબંધે વિચાર કરતાં મુગ્ધ બની જવાય છે. શિ૯પાચાર્યોએ ખંત રાખી જે કલાકૃતિઓને વારસે ભેટ આપ્યા છે એમાં આનંદ આપવાની અનુપમ શકિત છે અને એના દર્શનથી આત્મા શાતિ પ્રાપ્ત કરે છે સ્વવિકાસ સાધી શકે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28