Book Title: Jain_Satyaprakash 1954 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંકઃ ૮) વિહાર નેપ ના વૈશાખ સુદ ૫ ના દિવસે આ. શ્રી વિજ્યધર્મસુરીશ્વરજીના હાથે અહીં પ્રતિષ્ઠા થઈ છે. મંદિરના ભંયરામાં શ્રી મુનિસુવતરવામી વગેરેની પાંચ મૂર્તિઓ ઠીકરીઆથી લાવીને પધરવવામાં આવી છે. અગાઉ ઠીકરીઆમાં ૨૦-૨૫ મારવાડી શ્રાવકની વરતી હતી. તેમણે મંદિર બંધાવી પ્રતિષ્ઠિત કરાવ્યું હતું પરંતુ વેપાર પડી ભાંગવાથી શ્રાવકોની વસ્તી રહી નહિ એટલે એ મૂર્તિઓ અને દેરાસરની રકમ પાલેજના મંદિરને અર્પણ કરવામાં આવી છે. - અહીં આત્માનંદ જ્ઞાનમંદિર, પાઠશાળા અને ઉપાશ્રય વગેરે છે. સમની: આ ગામમાં શ્રાવકનાં ૧૦ ઘર વિદ્યમાન છે. તેમાં ચારેક ઘર રાધનપુરીનાં છે. લે ભક્તિવાળા છે. એક દેરાસર છે. તેમાં આરસની બે મૂર્તિઓ છે. મૂળનાયક સિવાયની બીજી મૂર્તિ ઘણાં વર્ષો પહેલાં પાદરીઓથી લાવીને પધરાવેલી છે. કેરવાડા: પ્રાચીન નામ કયરવાડા. પ્રતિમા લેખોમાં કરવાડા નામ જ ઉલ્લેખાયું છે. અપભ્રંશ થતાં કેરવાડા નામ આજે પ્રસિદ્ધિ પામ્યું છે. પહેલાં અહીં શ્રાવકની વસ્તી ઘણી હતી. સં. ૧૯૭૨ માં લગભગ ૨૦-૨૫ શ્રાવનાં ઘરે હતાં. આજે માત્ર ત્રણ ઘરે વિદ્યમાન છે. અહીં શ્રી. આદીશ્વર ભગવાનનું એક દેરાસર છે. દેરાસરના કંપાઉંડમાં ડાબી બાજુએ કન્યાશાળા છે અને જમણી બાજુએ ઉપાશ્રય છે. અંદર ફૂ પણ છે. કારની બહાર મહાજનોની જગા છે. રસ્તા ઉપર એક નવો ઉપાશ્રય પણ બંધાવેલ છે. દેરાસર શિખરબંધી છે, ત્રણે બાજુએ એકેક ચોકી છે. દેરાસરની સામે એક દેરી છે, જેમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં બિરાજમાન છે. સં. ૧૯૦૫ માં તેની પ્રતિષ્ઠા થયેલી છે. દેરાસરમાં મૂળનાયક સાથે પાંચ મૂર્તિઓ આરસની છે. બધી મૂર્તિઓ લગભગ ત્રણેક ફૂટની સપ્રમાણ છે. દરેક ભગવાનની પલાંઠીમાં લેખ છે. કેરવાડાના લાડવા શ્રીમાલી સંધે પ્રતિમાઓ ભરાવેલી છે. સં. ૧૮૪૪ ને વૈશાખ સુદ ૧૦ ના રોજ તેની અંજનશલકા શ્રી વિજય મીસૂરિજીએ કરેલી છે. પહેલાં અહીં ઘણી મૂર્તિઓ હતી પણ લોકોએ બહારગામ આપી દીધી છે. અત્યારે ભરૂચ અને વેજલપુરમાં જે ત્રિગડું બિરાજમાન છે. તે અહીંથી આપવામાં આવેલું છે. એક સરસ્વતી દેવીની મૂર્તિ ડભોઈમાં આપેલી છે. દેરાસરમાં ભેંયરું છે પણ ખાલી છે. કેરવાડામાં વિદ્યમાન પ્રતિમાઓ ઉપર સં. ૧૮૪૪ ના લેખો વિદ્યમાન છે. પરંતુ એ વર્ષથી ૧૬૧ વર્ષ પહેલાં શ્રી વિજાણંદએ કેરવાડાના શ્રાવએ ભરાવેલી મૂર્તિઓ ભરૂચ અને વેલપુરમાં વિદ્યમાન છે. સં. ૧૬૮૩ ના ચાર લેખ અમે લીધેલા છે. આ ઉપરથી જણાય છે કે, સત્તરમા સૈકામાં કેરવાડામાં લાડવા શ્રીમાલી શ્રાવકોની વસ્તી સારા પ્રમાણમાં હતી આમેદ: પહેલાં આ ગામમાં ઘણી વસ્તી હતી. જેનોનાં બસો ઘરની વરતી હોવાનું કહેવાય છે. એ સમયે આ ગામ નગરરૂપે પ્રસિદ્ધ પામ્યું હતું. “સેહમકુલપટ્ટાવલી 'કારે પણ આ નગરરૂપે ઉલ્લેખ કર્યો છે – શાનેર સીનેર ને રવાડે, આમદ નયર મેઝાર” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28