Book Title: Jain_Satyaprakash 1954 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર-નેંધ નિય લેખક પૂજ્ય મુનિરાજ શ્રીવિશાળવિજ્યજી
(ધર્મજયંતપાસક)
[પૂ. મુ. શ્રી વિશાળવિજ્યજી મહારાજશ્રીએ પોતાના વિહારમાં આવતાં ગામેનું વર્ણન જૈન દષ્ટિએ આલેખ્યું છે; તે ભૌગોલિક તિહાસની દષ્ટિએ ઉપયોગી હોવાથી અહીં આપ્યું છે. સપાટ].
કરજણ: આ ગામ કેટલું જૂનું હશે એ જાણવામાં નથી. અહીંના જૂના અને નવા બજારમાં કુલે શ્રાવકનાં ૭૫ ઘર વિદ્યમાન છે. શ્રાવકે ભક્તિવાળા છે. કેટલાંક કુટુંબો મારવાડના વાસા, નીતોડા, કાછલી વગેરે ગામોથી વેપાર-વાણિજ્ય માટે આવીને વસી ગયા છે અને કેટલાક આસપાસના મીયાગામ વગેરેના પણ છે.
'ગામમાં જૂના બજારમાં શ્રી કુંથુનાથ ભગવાનનું સુંદર જિનમંદિર છે. શ્રાવક તેમજ શ્રાવિકાના જુદા જુદા ઉપાશ્રય પણ છે.
મીયાગામઃ અગાઉ આ ગામનું નામ મહિયાનગર હતું. તે દહાડે મહિયાનું મીયાગામ થઈ ગયું. પહેલાં ખૂબ વસ્તી હતી. લગભગ પોણાબસે વર્ષ પહેલાં રાધનપુરથી સાડાત્રણસો કુટુંબીઓનાં ઘર મીયાગામમાં રહેવા આવ્યાં હતાં પરંતુ ગામના ઠારે આ ગામમાં રેલ્વે નાખવાની ના પાડવાથી વેપાર-ધંધા પડી ભાગતાં લેકે કરજણ, પાલેજ, ઠીકરીઆ, સમની, કીસનાડ, કારેલા વગેરે આસપાસના ગામમાં રહેવા ચાલ્યા ગયા અને વસ્તી ઓછી થઈ ગઈ
આજે અહીં શ્રાવનાં ૪૦ ઘરની વરતી વિદ્યમાન છે. શેઠ તેમચંદ ઝવેરચંદ વગેરે પં. હરગોવિંદદાસ રાધનપુરવાળાના કુટુંબીઓ આજે પણ વસે છે. અહીં ત્રણ દેરાસરે વિદ્યમાન છે, જેમાંથી ૧. શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર રાધનપુરના સુરજી શેઠ તેમજ તેમના પુત્ર શેઠ રંગજીભાઈએ બંધાવી, નવી મૂર્તિઓ ભરાવી, પ્રતિષ્ઠા સં. ૧૮૫૧ના વૈશાખ સુદ ૬ના દિવસે કરાવી છે. એ જ સુરજી શેઠે રાધનપુરના શ્રી શાંતિનાથ દેવાલયની પ્રતિષ્ઠામાં પણ સારે સાથ આપ્યો હતો એમ એક સ્તવનના આધારે પણ જણાય છે. એ સ્તવનમાં મીયાગામ અને રાધનપુરના દેરાસરેનું વર્ણન કરેલું છે. શ્રી શાંતિનાથના દેરાસરમાં આરસની કુલ ૩૪ જિનપ્રતિમાઓ છે.
૨. બીજું દેરાસર શ્રીસંભવનાથ ભગવાનનું છે અને ૩ ત્રીજું દેરાસર શ્રી મનમોહન પાર્શ્વનાથના નામથી ઓળખાય છે ખરું પણ મૂળનાયક તે શ્રીસંભવનાથ ભગવાન છે. મૂળનાયકને ફેરફાર કયારે થયે એ જાણવું બાકી રહે છે.
બે ઉપાશ્રયો છે. ગામની કુલ વસ્તી ૩૦૦૦ માણસની છે.
પાલેજ : આ ગામ પ્રમાણમાં ઠીક છે. વેપાર રાજારનું સારું મથક છે. શ્રાવન ધર છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનનું વિશાળ અને ભવ્ય મંદિર ત્રણ માળનું છે. સં. ૨૦૧૦ ૧, “ શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ: ૧૨ અંક: ૧માં પૂ. ગુરુમહારાજ શ્રીજયંતવિજયજી સંપાદિત,
For Private And Personal Use Only