Book Title: Jain_Satyaprakash 1954 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *ફ : ૮ ] માયાજાળ ( ૧૨૯ જીવન' શને ત્યાં પણ એ માણસ ગયા હતા. એમને પણ કઇ દરદાગીના જોઈતા હાય તા તે લઈ જવા તેમને આગ્રહ કર્યાં હતા પરંતુ ભુવનચંદ્ર શેઠને તા પારકાનું લઈને ખોટા દેખાવ કરવા એ જ ખટકતુ હતું. તે તે પોતાને ત્યાં જે કઈ સામગ્રી હતી તે લઈ તે પાતાના પુત્રની જાત લઈ તે નવિન નગર તરફ વિદાય થયા. દિવન નગરમાં નાનચંદજી શેઠે પોતાની હવેલીને ખૂબ કામાથી સજાવી હતી, મેટા મોટા લોકાને તેમણે આમંત્રણ આપ્યું હતું, વાજિંત્રોના નાદથી મહાલ્લા આખા ગાતા હતા, માઁડપ સુંદર રીતે શણગારમાં આવ્યા હતા. જાનને માટે સારા ઉતારાની સગવડ કરવામાં આવી હતી. ભાતભાતનાં પકવાન લોકોને પીરસવામાં આવ્યાં અને રાતના સમયે બને યુવકનાં લગ્ન થઈ ગયાં. ખીજે દિવસે સાંજના જાનને વિદાય આપવામાં આવી. લગભગ ડધી રાતના પ્રસંગ હશે. જંગલની વાટ હતી. ચારેકાર અધકાર હતા. વીસ ગાડાઓના આ સથવારા ઉપર મુકાનીધારી શસ્ત્રસજ્જ ધાડપાડુએ ત્રાટકી પડયા. અને વરરાજાઓ પૈકી ભૂષણ જે વેલમાં બેઠા હતા તે આબાદ બચી ગઈ પણ પ્રતાપની વેલ ઉપર એ લોકા તૂટી પડથા. વરવધૂને ઉપાડીને તે દૂર લઈ ગયા. પ્રતાપને મોંએ ચા મારી કન્યા ઉપરના બધા દાગીના ઉતારી લેવામાં આવ્યા. કન્યા તે ભયતી મારી ખેબાકળી ખની ગઈ અને બધુંચે રેણુ' ઉતારીને ધાડપાડુને આપી દીધું. એ પછી એ લાકાએ પ્રતાપને લાકડીના પ્રહારાથી અધમૂઓ બનાવી મૂકો. કન્યાની ખૂમાનૂમથી જાનના બધા લોકો એકઠા થાય એ પહેલાં તો પેલા ધાડપાડુએ પલાયન કરી ગયા. ઘેર પડેાંચ્યા ત્યારે પ્રતાપની દશા વિચિત્ર હતી. ધણા ઉપચારો કર્યો પણ પ્રતાપની સ્થિતિ સુધારા ઉપર ન આવી. માતા, પિતા અને પત્નીએ ખૂબ સેવા કરી પણ કંઈજ વળ્યું નહિ. ચારેક દિવસ પીડાઈને એ મરણ પામ્યા. પૂર્ણ ચંદ્ર શેડને પાછળથી ખબર પડી કે પેલા માયાવી શેઠ, જેણે દરદાગીના આપ્યા હતા તેનુ' જ આ કાવતરું હતું. શેઠે પોતાની એક માત્ર મૂડી સમાન પુત્રને માયાની જાળમાં આવી જઇ ખોઈ નાખ્યા. પેાતાની પાસે હવે એક મકાન બચ્યું હતું તેના પર પેલા મચાવી શેઠે જતી બેસાડી, ભુવનચંદ્ર શેડ પૂર્ણચંદ્રની આ સ્થિતિ જોઈ ખૂબ દુઃખી થયા. પોતાના એકના એક મિત્ર જતાં ભૃણુ ખૂબ સંતપ્ત બન્યા. એની પત્ની પેાતાની બેનની અકાળે બનેલી આ સ્થિતિથી અકળાઈ ગઈ. એણે ખેતને પેાતાની પાસે રાખીને આશ્વાસન આપવા માંડયુ. આવી સ્થિતિમાં ધીરજ આપવા સિવાય ખીજો શો ઈલાજ હાય ! પૂર્ણ ચંદ્ર શેઠનું મકાન હરાજ થયું, પતિનુ માં જુએ એ પહેલાં જ કન્યા વિધવા બની. નાનજી શેઠ આ વાત સાંભળી ભારે હૈયે ભદ્રનગર આવ્યા. પેાતાની કન્યાને જોઈ ને એમના માથે તેા જાણે પહાડ તૂટી પડયા જેવી સ્થિતિ થઈ પણ શેઠ આ બધી કર્મની વિચિત્ર ગતિ સમજીને શાંત થયા. અને સંસારથી ઉગ્નિ બની ગયા. પૂર્ણ ચંદ્ર, નાનચંદ શેડ, તેમની પત્નીએ અને વિધવા કન્યા — આ સૌ માટે શાંતિના માત્ર એક જ માગ હતો. એ સૌએ સંસારની આવી દુઃખદ નાટકલીલા જોઈ ધર્મગુરુ પાસે દીક્ષા જઈ આત્મકલ્યાણ કર્યું. 3 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28