Book Title: Jain_Satyaprakash 1954 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતિઓના વિવિધ પ્રકારે
લેખક: શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી - યક્ષ પ્રતિમાઓ-“ખંડહરકા વૈભવ' નામ હિંદી પુસ્તકમાં મુનિરાજ શ્રીકાન્તિસાગરજીએ પિતાના અભ્યાસના જે પુરવાર કરી આપ્યું છે કે હાલ જે ખંડેર તરીકે ઓળખાય છે, તે સ્થાને કિંવા તે વસ્તુઓનું મૂલ્યાંકન ઐતિહાસિક દષ્ટિએ કરવામાં આવે તે ખરેખર એ વૈભવનાં મૂર્તિમંત સ્વરૂપે જ છે. આપણે જેમને યક્ષ તરીકે ઓળખીએ છીએ તે સંબંધમાં ડું જાણી લઈએ.
યક્ષપ્રતિમાઓ આમ તે બહુ ઓછી જોવામાં આવે છે છતાં ક્ષેત્રપાલ અને મણિભદ્ર યક્ષની કેટલીક મૂર્તિઓ જેવામાં આવી છે. યક્ષે માં-ગોમુખ પમુખ, યક્ષરાજ, ધરણેન્દ્ર, કુબેર, ગેમેધ, બ્રહ્મશાન્તિ અને પાર્શ્વયક્ષની સ્વતંત્ર મૂર્તિઓ મળી આવે છે. પાન્ધયક્ષની મૂર્તિને ઓળખવામાં ભારે ખુલના થઈ જાય છે કેમકે એનું ઉદર તેમ આયુધ ગણેશમૂર્તિના જેવાં જ હોય છે. પરિકમાં યક્ષમૂર્તિએ સ્પષ્ટ નથી હતી જ્યારે આવી સ્વતંત્ર મૂર્તિઓમાં વ્યક્તિત્વની સુંદર આભા જોવાય છે. પ્રત્યેક મંદિરમાં રક્ષક તરીકે ક્ષેત્રપાલનું સ્થાન હોય છે અને અધિષ્ઠાતા તરીકે જિનમૂર્તિમાં પણ એ ઓળખાય છે. આમ છતાં એની ઉચ્ચ કેટિની મૂર્તિ “શ્રવણબેલગેલમાં છે. બાકી ઘણીખરી જગાએ તે નાલિયેરની
સ્થાપના કરી એના ઉપર સિલ્વર ચઢાવાય છે.. * શ્રમની પ્રતિમાઓ-પૂજ્ય પુરુષના સ્વર્ગવાસ પછી ઉપાસકે ભક્તિ દર્શાવવા-એવા મહાત્માઓની સ્મૃતિ જાળવવા-અગ્નિસંસ્કાર સ્થાને સમાધિ, સ્તૂપ, યા દેવકુલિકાએ ચણાવે છે. ભારતવર્ષમાં આ જાતની પ્રવૃત્તિ સર્વ ધર્મોમાં જોવાય છે. જૈન સાહિત્યમાં આ માટે “નિસિદિયા; નિષદકા, નિસીધિ, નિશિદ્ધિ” આદિ શબ્દો ઉપરના ભાવને વ્યક્ત કરવા વપરાયેલા દુષ્ટિગોચર થાય છે. મધ્યકાલીન જૈન મુનિઓ અંગે રચાયેલ પ્રશસ્તિ યાને નિર્વાણગીતમાં “શૂભ “થંભ” જેવા શબ્દો જેવાય છે જે “સ્તુપ'ને પર્યાયવાચી છે. શિલાલેખે ઉપરથી પણ ઉપર વર્ણવેલ સ્મારક પ્રથા પર ઠીક ઠીક પ્રકાશ પડે છે.
મહામેઘવાહન મહારાજ ખારવેલના હાથીગુફાવાળા લેખની ચૌદમી પંક્તિમાં કાયનિસીદીયા” શબ્દને જે પ્રવેશ કરાવે છે તે અહંતુ-સમાધિ અથવા તે તૂપને સૂચક છે. કલિંગ એક સમયે શ્રમણ સંસકૃતિનું મોટું ધામ હતું. ત્યાં આ પ્રકારનાં સમારકે મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ડૉ. બેનીમાધવ બરુઆ પાસે (ઈ.સ. ૧૯૪૭માં) એવાં કંઈક સ્મારકનાં ચિત્ર જોવામાં આવેલાં. એમાંના કેટલાક સ્થાને તે મેળા અથવા યાત્રાઓ ભરાય છે. અષકોના મોટા ભાગને જૈનધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચેના મૌલિક તફાવતની સાચી સમજ ન હોવાથી ઘણુ જૈન સ્તૂપની ગણના બૌદ્ધ સ્તૂપ તરીકે કરી દીધી છે. હજુ પણ એ જાતની ગેરસમજ કેટલાક ધકે કરતા જોવાય છે,
For Private And Personal Use Only