Book Title: Jain_Satyaprakash 1954 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક: ૮] ધૂપ-દીપ [૧૨૩ આ લેકે જવાબ ન આપી શક્યા. તેઓ મુંઝવણમાં મૂકાયા, તે બિચારાઓનું ગજું કેટલું કે સાચી વાત હામ ભીડીને કહી શકે પણ? કાશીનરેશને ન્યાય કરે છે, પિતાના રાજ્યમાં કેઈન પ્રત્યે પણ સહેજ નાને સરખો અન્યાય થઈ ગયું હોય તે જ્યાં સુધી એને પ્રતીકાર ન થાય ત્યાંસુધી જપીને બેસવું એ આવા મહારાજાઓને મને શરમભર્યું કલંક હતું. તેઓ બેસી ન રહ્યા. સેવકને બોલાવી, સાચી વાત પૂછી અંતે શું પડીઓના માલિક બિચારા ગરીબ લોકો પર થઈ ગયેલા અન્યાયથી તેઓ સમસમી ઊડ્યા. મહારાજાએ આદેશ કર્યો: “જાઓ, રાણીને અત્યારે તે અત્યારે અહીં બોલાવી લાવો ?' મહારાજાનો હુકમ થતાં મહારાણું કરુણ ત્યાં આવ્યાં. તેમણે પૂછ્યું: ‘કેમ મારું શું કામ પડયું છે ?? મહારાણીનું ખંડત ગુમાન છેલ્લે દાવ ફેંકવા સજજ બન્યું. મહારાજાએ રાણના અન્યાયને જવાબ માગે. રાણીએ તુમાખી રીતે કહ્યું: “મારા સતેષની ખાતર મારા આનંદ માટે મેં આમ કર્યું છે. મારા આનંદ કરતાં ઝુંપડીઓની કિંમત કાંઈ વધારે. છે? ઠંડી દૂર કરવા મેં તેમ કહ્યું તેમાં કે અન્યાય થઈ ગયે ?' કાશીનરેશ અત્યારે ન્યાય તેવા બેઠા હતા. ન્યાય એ જ એમને મન જીવન સર્વસ્વ હતું. ન્યાયની ખાતર પિતાના જનને ભોગ આપવો પડે છે તેમ કરવાને પણ તેઓ તૈયાર હતા. આસન પર બિરાજેલા અધિકારીની અદાથી કડક બનીને તેમણે રાણીને કહ્યું, ‘વારુ, કાશીના મહારાણી પદે તમને આ બધું નહિ સમજાય ! તમારે એ ભૂલવું જોઈતું નથી કે જેવું તમારું હૃદય છે જે તમારા હૃદયને આનંદ છે, તે રીતે મારા રાજ્યમાં વસનાર પ્રત્યેક પ્રજાજનોને પણ હૃદય છે અને એને પણ આનંદ મેળવવાની ઈચ્છા હોય એ સહજ છે.. રાણું ! તમારા આનંદ ખાતર કોઈના પણ હૃદયને કે તેના આનંદને કચડવાને તમને અધિકાર નથી. આજે તેવા અધિકારને ભૂલીને અન્યાય કરવામાં તમે પાછી પાની કરી નથી. માટે જ . હું તમને કાશીનરેશ તરીકે આદેશ કરું છું કે, આજથી એક વર્ષ પર્યત તમને કાશીના મહારાણપદ પરથી મુક્ત કરવામાં આવે છે. તમે હવે કાશીનાં મહારાણી નથી, હવેથી મારા રાજ્યમાં મહેનત મજૂરી કરીને પૈસા ભેગા કરે, તેમાંથી આ ગરીબ પ્રજાજનની ઝુંપડીએ કરી બાંધી આપે ત્યારે જ સત્તાને મેહક નશે જે રીતે તમને ય છે, તેનું ઘેન ઊતરી જશે તે સિવાય નહીં.' ન્યાયનું મૂલ્ય કેટ-કેટલું મહાન છે અને ન્યાયની કિંમત ચૂકવતી વેળા સત્તાના સ્થાને રહેલા માનવને કેટ-કેટલા કડક રહેવાનું હોય છે, તે આ પ્રસંગ પરથી સહેજ સમજી શકાય છે. ન્યાયનિષ્ઠ અધિકારી એ સત્તાની રોભા છે, તે જ સત્તા સંસારમાં આશીર્વાદ રૂપ બની કલ્પવૃક્ષની ગરજ સારે છે, નહિતર અન્યાય, સ્વાર્થ તેમજ જતઘમંડના નશામાં ભાનભૂલા બનેલાઓના હાથમાં રહેલી સત્તા એ ખરેખર સંસારનું નર્ક બની રહે છે. માને ! સત્તાની શોભા બની રહેજો !! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28