Book Title: Jain_Satyaprakash 1947 02 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | અમ્ | अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी बाडी : घोकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ ૨૨ || વિક્રમ સં, ૨૦૦૩ : વીરનિ. સં. ૨૪૭૩ : ઈ. સ. ૧૯૪૭ | કમલા - માહ-ફાગણ વદિ ૮: શનિવાર : ૧૫મી ફેબ્રુઆરી, મા ||૨૭૨૮ કમ્બઈ તીર્થના પ્રતિમાલેખો સં૦-પૂજ્ય મુનિ મહારાજ શ્રી. ન્યાયવિજયજી ( ત્રિપુટી ) આ વખતે, કોઈ તીર્થની પ્રતિષ્ઠા કરાવવા અમારે ઠેઠ મારવાડથી વિહાર કરી ગુજરાતમાં આવવાનું થયું. બીજાં ઘણાં ગામોના લેખો મેળવ્યા તેમ આ તીર્થના પણ પ્રાચીન લેખ લીધા. કોઈને જીર્ણોદ્ધારને અંગે બધી મૂર્તિઓ મૂલ આસન ઉપરથી બીજે પધરાવી હતી, એટલે લેખ લેતાં અનુકૂળતા થઈ. હમણાં મૂળ ગભરામાં જે ક્રમે મૂતિઓ બિરાજમાન કરેલ છે તે ક્રમે તે મૂર્તિઓના લેખો અહીં નીચે આપું છું. મૂલનાયકજી–ી. મનમોહન પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રાચીન, ભવ્ય અને ચમત્કારી છે. મૂળનાયકજી ઉપર કઈ લેખ નથી; પ્રાચીન મૂર્તિઓમાં મૂલનાયકની ગાદીમાં જેમ સુંદર બારીક વેલ બુટ્ટાની કમલપત્રની મનોહર કેરણી હોય છે તેવી કોતરણી છે. પાછળ ટેકા પણ છે. આ બધું જોતાં સસ્પતિ મહારાજાના સમયની મૂર્તિ હેય એમ અનુમાન થાય છે. આ સિવાય મૂર્તિમાં રહેલ એજસ અને પરમશાંતિ, હાસ્ય ઝરતું મુખારવિંદ, અને ભાવપૂર્ણ વૈરાગ્યરસ આ બધું મૂલનાયકજીની મૂર્તિની ભવ્યતા સિદ્ધ કરે છે. આ સિવાયની બીજી મૂર્તિઓના લેખો નીચે પ્રમાણે છે: મૂલનાયકની જમણી બાજુની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે– सं. १६५९ वर्षे वैशाख शुदि १३ बुधे कम्बोइग्रामे सा० सुडा पुत्री बाइ नीमाइ नाम्न्या स्व श्रेयसे श्रीपार्श्वनाथबिंब का.प्र. च श्रीतपागच्छे भट्टारक प्रभु श्रीविजयसेनसूरिभिः (સં. ૧૬૫૯માં વૈશાખ શુદિ ૧૩ બુધવારે કઈ ગામમાં શા. સુડાની પુત્રી બાઈનીમાઈએ પોતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ કરાવી અને તેની પ્રતિષ્ઠા તપાગચ્છનાયક ભટ્ટારિક પ્રભુ શોવિજયસેનસૂરિવરજીએ કરાવી.) મૂલનાયકની ડાબી બાજુની મૂર્તિમાં આ પ્રમાણે લેખ છે – ॥सं. १६५९ वर्षे वैशाख शुद १३ बुधे कम्बोइग्रामे सा० हरराज पुत्र सा. जीवा नाम्ना स्वश्रेयसे श्रीधर्मनाथबिंब का. प्र. च श्रीतपागच्छे म० श्रीविजयसेनसूरिभिः જમણી બાજુના ગભારાના મૂલનાયક શ્રીષભદેવજી છે. મૂર્તિ પ્રાચીન છે. લેખ નથી. લંછન છે જેથી જણાયું કે કે ઋષભદેવજી ભગવાનની પ્રતિમા છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 52