Book Title: Jain_Satyaprakash 1946 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન આચાર (એક ઊડતી દષ્ટિ) લેખક-પૂજય મુનિ મહારાજ શ્રી ભદ્રકવિજયજી, પાટણ ધર્મનું મૂળ “આચાર' કે “વિચાર” એ પ્રશ્ન ઘણી વાર ઊભો કરવામાં આવે છે. “ આચાર' વિના ‘વિચાર' સુધરે જ નહિ, અગર “વિચાર” વિના “આચાર' સુધરે જ નહિ, જેવા અંતિમ નિર્ણય પણ ઘણી વાર આપવામાં આવે છે. સત્ય હમેશાં સાપેક્ષ હેય છે. તેથી કોઈ એક પાક્ષિક નિર્ણમ હમેશાં સત્ય તરફ દોરી જવાને સહાયકારક થતું નથી. એટલે સાયની ઝંખનાવાળા મનુષ્યને ફરજિયાત બંને બાજુના નિર્ણયને માન્ય રાખવા પડે છે. જેમ “આચાર' વિના “વિચાર” સુધરે નહિ તેમ “વિચાર” વિના આચાર” સુધરે નહિ અથવા જેમ “આચાર'ને સુધારવા માટે વિચારીને સુધારવાની જરૂર છે, તેમ “વિચારને સુધારવા માટે “આચાર અને સુધારવાની પણ જરૂર છે. એ બંને વાત “જીવનશુદ્ધિ” રૂપી સત્યની ઝંખનાવાળાને અવશ્ય અવારદાય થઈ પડે છે. જૈન આચાર', તેનું વરુપ અને મહત્વ સમજવા માટે જેના વિચાર' અને તેનું સ્વરૂપ તથા મહત્ત્વ સમજવાની અગત્ય અનિવાર્ય થઈ પડે છે, કારણ કે “આચાર” નું મૂળ “વિચાર 'માં છે, એ વાત આપણે ઉપર જોઈ આવ્યા છીએ. જેન વિચાર' એટલે શ્રી જિનેશ્વર દેવોએ કેવળજ્ઞાન પામ્યા બાદ ફરમાવેલ તત્વજ્ઞાન, એ તત્ત્વજ્ઞાનને જે મનુષ્ય એ શ્રદ્ધાપૂર્વક ઝીલ્યું અને જીવનમાં ઉતાર્યું, તે પુરુષોના વિચાર-જૈન તત્વજ્ઞાન જીવના, જગતના અને ઈશ્વરના સ્વરૂપને તથા એ ત્રણના સ્વરૂપને સમજાવનાર જ્ઞાન અને શબ્દના સ્વરૂપને જે રીતે જણાવે છે, તે રીતે તેને સક્ષેપથી અથવા વિસ્તારથી જાણવું, સમજવું, અને વિચારવું, એ જૈન વિયાર છે. જેને વિચારનું સ્વરૂપ નિર્દોષ છે. કારણ કે વિચારની પાછળ રહેલા દેશે તેમાં નથી-રાગથી, હેવી, મેહથી અગર અજ્ઞાનથી વિચારમાં દે આવે છે. એ દેશે મૂળમાંથી જ શ્રી કિશ્વર દેવામાં હેતા નથી. તેથી તેઓના વચનમાં કે વિચારમાં કે જ્ઞાનમાં અસત્યપણું કે વિશ્વ વન દિન પણું કે બીજું અપૂર્ણપણું હોતું નથી. જૈન તત્ત્વજ્ઞાન મુજબ જીવ અનાદિ અનંત, સ્વકને કર્તા, કર્મના ફળને ભોક્તા, કને સંબંધથી ચાર ગતિરૂપ સંસારના પ્રત્યેક સ્થાનમાં ઊપજના અને નાશ પામનાર તથા અ તે કર્મમુક્ત થઈને મેળામાં જનારે. જૈન તત્વજ્ઞાન મુજબ જગતનું વરૂપ પર્યાય રૂપે ઉત્પન્ન થનારું તથા નાશ પામનારું અને દ્રય રૂપે સદા કાયમ રહેનારું-જગતની કઈ પણ વસ્તુનો સર્વથા વિનાશ નથી કે સર્વવ્યા ઉરિ નથી; મૂળ રૂપે કાયમ રહીને તેનામાં ફેરફારો થયા કરે છે, તે જગત છે, અને તે પંચ અસ્તિકાય વરૂપ છે. એટલે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશપ્રદેશ સમૂહ રૂપે સર્વદા વિદ્યમાન છે. અથવા તે જ ગ્યમય છે એટલે જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ, માકાણ અને કાળ, એ છ દ્રશ્ય રૂપે રહેલું છે. જીવ સચેતન સ્વરૂપ છે અને બાકીના ચાર અથવા Truth is ralative to our standpoints. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36