Book Title: Jain_Satyaprakash 1946 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુગપ્રધાન
2. N.
[ જેન-શ્રમણ સંસ્કૃતિના પ્રખર તિર્ધર આર્ય શ્રી વાસ્વામીની જીવનકથા ]
[૧] પુત્રપ્રાપ્તિની ઇચ્છા અવનિદેશમાં તુંબવન નામનું લક્ષ્મી અને સરરવતીના સંગમથી શોભતું નગર હતું. જિનમંદિર, પૌષધશાળા અને જ્ઞાનશાળાઓથી નગરનાં ધર્મશ્રદ્ધા અને ધર્મજ્ઞાનનું દર્શન થતું. ત્યાં અનેક શ્રીમતે હતા. એમાં ધનચંદ્ર નામે એક ભાગ્યશાલી શ્રેષ્ઠી હતા. તેમનાં પત્નીનું નામ લક્ષમીદેવી હતું. શેઠાણી શીલણણનો ભંડાર હતાં, અને એમની ધર્મભાવના પ્રસિદ્ધ હતી. તેમને ત્યાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં સ્ફટિક રત્નની શ્રીમહાવીર પ્રભુની ભવ્ય મૂર્તિ બિરાજમાન હતી. શેઠ અને શેઠાણી ત્રિકાલ પ્રભુપૂજન કરતાં. યુવાવસ્થામાં પણ શેઠે વિકારોને જીત્યા હતા. ધન, યૌવન અને સત્તા હેવા છતાં શેઠને તેનું અભિમાન ન હતું. દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના, રવામીભાઈઓની સેવા એ નિરંતર કરતા. તેઓ છૂટે હાથે ગરીબોને દાન દેતા. લક્ષ્મીને તેઓ હાથને મેલ સમજતા હતા. પૂર્વ પદવે એ મળી છે, જેટલી વપરાય તેટલી આપણી, એનું એમને બરાબર ભાન હતું.
એક વાર પ્રાતઃાલમાં જ એમના આંગણામાં એક કૂતરી પિતાનાં નાનાં બચ્ચાં સાથે ઊભી હતી. બચકિમને માતા ચાટતી હતી, ધવરાવતી હતી અને બચ્ચાં માતા સાથે સેલ કરી રતાં હતાં. શેઠાણીએ આ જોયું અને તેનું હદય ભરાઈ આવ્યું. સંસારમાં આટલાં વર્ષે ગયાં પરંતુ ખેાળામાં રસનાર એકે બાળક ન જવું એનું એને લાગી આવ્યું. ધન્ય છે એ માતાને જેને આંગણે કલોલ કરતાં બાલકે રમે છે, જેના મેળામાં આવીને બાળકે પતું મેલે છે, જેના બાળાને બાળકે ખૂકે છે. હાય! મેં પૂર્વે એવું કોઈ દુષ્કર્મ બાંધ્યું છે કે જેને લીધે મને એક પણ સંતાન નથી. આમ વિચારતાં વિચારતાં લક્ષ્મીદેવીને હદયમાં ડૂમે ભરાઈ આવ્યો અને આંખમાંથી આંસુ સરી પડયા. શેઠાણને આબે દિવસ સંકલ્પ વિકલ્પમાં જ ગયા. તેમણે રાત્રે શેઠને હૃદય ખેલીને પિતાના દુઃખની વાત કહી.
શેઠાણીની વાત સાંભળી શેકે આશ્વાસન આપતાં કહ્યું તને વળી આ શું ઘેલું લાગ્યું છે? બાઇ વસ્ત્રતિ સર્વત્ર' એ વાત તું કેમ ભૂલી જાય છે? આપણું નસીબમાં હશે તો એક નહિ અને સંતાન થશે. નહિ તે યાદ છે સુભૂમ ચાકવતિ ? તે સાઠ હજાર પુત્રોનો પિતા હતો, છતાં આખરે પુત્રવિયોગના દુઃખે દુઃખી થઈ ગયો. અરે, . મગધસમ્રાટ શ્રેણિક કેવો ધર્માત્મા, પ્રભુભક્ત હતા. એના જ પુત્ર કેણિકના પાપે પિતાને છેવી વેદના અને કેવાં દુઃખ સહેવાં પડયાં! માટે હું તે કહું છું કે પોાિ વિ એ વાત જ યાદ રાખવી. એક દિવસ બધાયને જવાનું છે; કાઈ અમરપટો લખાવીને નથી આવ્યું. અરે, જેની સાથે પ્રેમથી રમ્યા ખેલ્યા, જેમની સાથે અનેક પ્રેમાલાપ સંલાપ કર્યો તે ગયા અને આપણે જઈશું. માટે મારું કહ્યું માની તું રખ મૂકી ધર્મધ્યાનમાં તત્પર થા. તારાથી થાય તે તપ કર, દેવાય એટલું સત્પાત્રમાં દાન દે, શીયલ ૫ ળ અને સુંદર શુદ્ધ ભાવના રાખી તારા રાગ, દ્વેષ, ક્રોધ ને કષાય એછા કર..
આચાર્ય ભગવંતોએ કહ્યું છે કે “હે મતિ મત્રો, ગૌહર કરવાના
For Private And Personal Use Only