Book Title: Jain_Satyaprakash 1946 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ બારમું [ સંપાદકીય ] એક એક કદમ આગળ વધતાં વધતાં “ શ્રી જૈન સત્ય પ્રકાશ પાતાનાં અગિયાર વર્ષ પૂરાં કરી આ અકે બારમા વર્ષમાં પ્રવેશ કરે છે. બાર વર્ષ પહેલાં રાજનગર-અમદાવાદના આંગણે ભરાયેલ યાદગાર મુનિસમેલને નક્કી કરી આપેલ નીતિના પગલે પગલે ચાલીને “શ્રી જૈન સત્ય પ્રકાશે. આજે સમસ્ત શ્રીસંઘના હૃદયમાં એક પ્રકારનું વિશિષ્ટ સ્થાન હાંસિલ કર્યું છે એની નોંધ લેતાં અતિ હર્ષ થાય છે. - વિશ્વયુદ્ધથી કપરા બનેલાં છેલ્લાં ૪-૬ વર્ષનાં અતિ વિષમ સમયમાં પણ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ” પાતાની મજલ વણથંભી રીતે ચાલુ રાખી શકયું એનું શ્રેય સમસ્ત શ્રીસંઘને છે. પોતે જન્મ આપેલ આ સંસ્થા અને માસિકને શ્રીસંઘે કદી વીસારી નથી મૂક્યાં; સદાકાળ એના પ્રત્યે હાર્દિક મમતા, સહાનુ ભૂતિ અને સહાયતા દર્શાવ્યા જ કરી છે એ હકીકત અમે નત મસ્તકે સ્વીકારીએ છીએ, અને એ માટે અમારી ઊડી કૃતજ્ઞતા દર્શાવીએ છીએ. શ્રીસંઘની આવી કૃપા નિરંતર આ સંસ્થા અને માસિક ઉપર વરસ્યા જ કરો - એવી શાસનદેવ પ્રત્યે અમે પ્રાર્થના કરીએ છીએ. | ‘શ્રી જૈન સત્ય પ્રકાશ'ના અગિયારમા વર્ષ દરમ્યાન એને એક બહુ ભારી ખાટ આવી પડી તેની નોંધ લેતા અમે ઊડી દિલગીરી અનુભવીએ છીએ. આ સંસ્થાના જન્મથી જ અને આ માસિકના પ્રારંજકાળથી જ એના પ્રત્યેક કાર્યમાં, ધર્મપ્રેમથી પ્રેરાઈને, હમેશાં ઊડે રસ લેતા અને સંસ્થાના સુચારુ સં'ચાલનમાં સદા દુરંદેશીભર્યું અને નિખાલસ માર્ગદર્શન કરાવતા, સંસ્થાની વ્યવસ્થાપક કમિટિની એક સભ્ય શેઠ શ્રી પ્રતાપસિંહ માહોલાલભાઈના અચાનક અવસાન થી સંસ્થાને એક બાહોશ વહીવટદારની ભારે ખોટ આવી પડી છે એની નોંધ લઈએ છીએ. માસિકના જુદા જુદા વિશેષાંકે દ્વારા જૈન ધમ, સાહિત્ય અને સંસ્કૃતિને સળ‘ગ ઇતિહાસ પ્રગટ કરવાની અમારી યોજના, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમય સુધી પહોંચીને, આ યુદ્ધકાળના કારણે, ત્રીજા વિશેષાંક પછી સ્થગિત થઈ ગઈ છે, તેને બીજા બે વિશેષાંકે પ્રગટ કરીને પૂર્ણ કરવાની અમે રાહ જોઈએ છીએ; અને કાગળનિયમન ધારો અને મુદ્રણકામની અત્ય રની અસાધારણ મેઘવારી દૂર થતાં, શ્રીસંઘની ઉદાર મદદથી, એ ય ના વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાની અમે ઉમેદ રાખીએ છીએ.. ગત વર્ષમાં જે જે સજજનોએ સમિતિને સહાયતા આપી છે, અને જે જે વિદ્વાનોએ લેખો મોકલવાની ઉદારતા દર્શાવી છે તે સૌને અને પૂ. આચાર્ય મહારાજ આ સર્વ મુનિવરેને અમે અંતરથી આભાર માનીએ છીએ. શ્રીસંઘનું આ માસિક શ્રીસંઘની વધુ ને વધુ સેવા બજાવવા બડભાગી બને 1 For Private And Personal use onlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36