Book Title: Jain_Satyaprakash 1946 07 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬) * શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ (૧૦) ઉપર્યુક્ત જયશેખરના શિષ્ય માણિયસુન્દરે વિ. સં. ૧૪૭૮માં રચેલ પૃથ્વીચન્દ્રચરિત્ર યાને વાગ્વિલાસ ગુજરાતીમાં રચાયેલી પહેલી સવિસ્તર ગદ્યાત્મક ધર્મકથા છે. આનો ગર કાદમ્બરી તરીકે આપણા કવિઓ (પૃ. ૩૭૦)માં ઉલ્લેખ છે. આ ચરિત્ર પ્રા. ગુ. કા. સં. માં તેમ જ પ્રા. ગૂ, ગદ્ય સંદર્ભમાં છપાયેલું છે. (૧૧) વિ. સં. ૧૪૫૦માં કુલમંડનસૂરિએ મુગ્ધાવધ ઔતિક રચ્યું છે. એ તે સમયની ગુજરાતી ભાષા ઉપર પુષ્કળ પ્રકાશ પાડે છે. આ ઔક્તિકરૂપ સંસ્કૃત વ્યાકરણની, ગુજરાતી માધ્યમ દ્વારા, રચના કરાઈ છે. આ વ્યાકરણ મધ્યકાલીન ગુજરાતીના સીમાં પ્રાંત તરીકે દીપે છે. જુઓ આપણા કવિએ (પૃ. ૩૫૬–૭). કઈ સંગ્રામસિંહે આની પહેલાં બાલશિક્ષા નામનું ઔતિક રચ્યું છે. અને એની નકલ વિ. સં. ૧૩૩૬ જેટલી જૂની મળે છે. ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં કે ૧૫મીના પૂર્વાર્ધમાં કોઈ ભટ્ટારક સેમપ્રભસૂરિએ ઔક્તિક રચ્યું છે. એ વિષેનો લેખ સ્વ. દલાલે લખ્યો છે ( જુઓ પાંચથી સાહિત્ય પરિષદ્ રિપોર્ટ ). વિશેષમાં આ લેખમાં દેવભદ્રના શિષ્ય તિલકે ઉક્તિસંગ્રહ રચ્યાને ઉલ્લેખ છે. એમાં પણ સંસ્કૃત વ્યાકરણ ગુજરાતી માધ્યમથી સમજાવાયું છે. (૧૨) “અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચનારા તરીકે “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિનું નામ જાણીતું છે. આની પહેલાંનું કાઈ વ્યાકરણ આ ભાષાને અંગે રચાયેલું હોય તો તે અત્યાર સુધી તે મળ્યું નથી. વિવાહલઉ–સુરતમાં “વિવાહ” શબ્દ “સગાઈ એ અર્થમાં વપરાય છે. આવો અર્થ સંસ્કૃત કે પાઈય ભાષામાં નથી. ત્યાં તે એને અર્થ લગ્ન થાય છે. આ અર્થમાં જૂની ગુજરાતી ભાષામાં વિવાહલઉ, વિવાહલ, વીવાહલઉ ઇત્યાદી શબ્દો વપરાયા છે. અહીં હું “વિવાહલઉ” સાહિત્ય તરીકે જે કૃતિઓ વિષે થોડોક ઉલ્લેખ કરવા ઈચ્છું છું તેમાં કેટલીયેમાં દીક્ષાસુન્દરીને-દીક્ષાશ્રીને પરણવાને મુમુક્ષુ જાય છે એવો ભાવ રહેલું છે. આના સમર્થનાર્થે જન અિતિહાસિક ગૂર્જર કાવ્યસંચય (પૃ.૨૨૬)માંથી આપણા કવિઓ ( ભા. ૧, પૃ. ૧૯૦) માં ગુજરાતી છોયા સહિત અપાયેલી નીચે મુજબની પંકિતઓ હું રજુ કરું છું . ઈણિ પરિ અંબડુ વરકુમરો પરિણઈ સંજમનારિ” પરિણવા દિફખસિરી પેડ નયરિ પેમેણુ પત્તઉ” પરિણઈ સંજમસિરિ કુમર વજજહિ નંદિય ભૂરા ” * વિવાહલઉ ” સાહિત્યરૂપ કૃતિઓમાં જેમ દીક્ષાને કામિની કલ્પી તેની સાથેનાં લગ્નની વાત થઈ છે તેમ મુક્તિને મહિલા માનીને–અરે કેટલીક વાર તો એને “ પણ્યાંગના ' ગણુને મુક્ત થનારનાં–સિદ્ધિ પામનારનાં લગ્ન થયાને ઉલ્લેખ કરાયો છે. વિશેષમાં આ ઉલ્લેખ કંઈ આજકાલનો નથી. કતિઓ—એક સમય એવો હતો જ્યારે ભંડારમાં પાઈય:કૃતિઓ તરફ દુર્લક્ષ્ય સેવાતું હતું. સંસ્કૃત ગ્રંથ જ મળે તો એ સેંધવાની વૃત્તિ હતી. આ સમયે “ હું સા પિસા ચાર” તરીકે વગોવાયેલી ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિઓની તો કેણુ દરકાર કરે ? સમય જતાં વિદ્વાનનું લક્ષ્ય પાઈય સાહિત્ય તરફ ખેંચાયું અને આજે તે “ ગુજરાતી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36