Book Title: Jain_Satyaprakash 1946 07 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧ ] બે સંઘવી ભાઈઓની પ્રશસ્તિ ર૭૭ હતી અને તેને સમધર અને ઈસર નામે બે પુત્રો અને મલ્હાઈ નામે પુત્રી હતી. દેતાને કનકાઈ નોતાને લાલી, સમધરને વધૂ અને ઈસરને જીવિણ નામે પત્નીઓ હતી. દેતાને સોનપાલ અને અમીપાલ નામે પુત્રો હતા. અને નોતાને પૂનપાળ, સમધરને હેમરાજ અને ઈસરને ધરણું નામે પુત્રો હતા. સોનપાલ અને અમીપાલને પૂરી, જાસુ, બાસુ નામે બહેન હતી. (૧–૧૦) પિતાએ મોટો ઉત્સવ કરવાથી જેનો વૈરાગ્યરંગ અભંગ છે તે પૂરી નામે પુત્રીએ દીક્ષા લઈ સાધુલબ્ધિ નામ ધારણ કર્યું. શ્રેષ્ઠ પરિવાર વાળા, ધર્મના આધાર, સદાચારી, વિચારશીલ અને અતિ ઉદાર તે ખીમસિંહ અને સહસા નામના બંને ભાઈઓએ સંધને ઇકલ-રેશમી વસ્ત્ર અને કાંબળીના દાનપૂર્વક મેટો ઉત્સવ કરી શ્રી જયચંદ્ર મુનીન્દ્ર દ્વારા પ્રવત્તની પદવીમાં સ્થાપિત કરી. (૧૧-૧૩) ચાંપાનેર-પાવાગઢના ઉત્તુંગ શિખર પર અરિહંત ભગવાનનું ચૈત્ય અને તેમાં તેમણે ભગવાનની અત્યંત પ્રૌઢ પ્રતિમાની પ્રતિષ્ઠા મોટા ઉત્સપૂર્વક સંવત્ ૧૫૭ ના પિષ વદિ પાંચમના દિવસે કરાવી. (૧૪) સંવત ૧૫૩૩માં સારાં ક્ષેત્રોમાં માનપૂર્વક મોટી સત્રશાળાઓ બોલાવી જિનમતને શોભાવતા તે બંને ભાઈઓએ શત્રુંજય અને રૈવત-ગિરનારની મોટી યાત્રાઓને ઉત્સવ કર્યો. (૧૫) તે બંને ધર્મ ધુરંધર બંધુઓ સત્રાગારો બનાવીને તેમ જ ગરીબ મનુષ્યોને આધાર આપવા વડે કલિને પણ વિધુર બનાવતા હતા. તેમણે સાધર્મિક ભક્તિ અને પુણ્યકાર્યમાં ચિત્ત લગાડીને અનેક પુણ્યકાર્યો કરવાથી પૃથ્વી રહે ત્યાં સુધી પોતાનું નામ પ્રવ–અમર કર્યું. તેમણે મનુષ્યના મનને રુચે તેવા ઘણા, અત્યંત મોટા અને રૂપાના ટૂંકા યુક્ત લાડવા સરખા સમ્યગદર્શનરૂપ લાડવા બનાવ્યા, અને તીર્થોદ્ધાર, પરોપકાર અને ગુમહારાજના સત્કાર પ્રકાર વડે જાણે પ્રતિમાઓની પ્રતિષ્ઠા, પદવીપ્રદાન અને પ્રવેશોત્સવ પણ કરાવ્યા. વિશિષ્ટ પ્રકારના વેષ-વસ્ત્ર સમૂહ વડે શ્રેષ્ઠ ગ૭ને સારી રીતે આચ્છાદિત કરતા તે બંનેએ વસ્ત્રની સાથે જ સમગ્ર પૃથ્વીમંડળને યશવડે જલદીથી જ વ્યાપ્ત કરી દીધી. (૧૬–૧૮). પ્રૌઢતાને પ્રાપ્ત કરનારા તપાગણમાં ઉન્નતિ અને નિત્ય લક્ષમીને વધારનારા શ્રેષ્ઠ ગુરુ શ્રી સમસુંદરસૂરિ જેઓ પ્રતિષ્ઠાના સ્થાન રૂપ છે તેમના ગણધર સમા મુનિસુંદરસૂરિ અને ચંદ્રગછરૂ૫ સમુદ્રમાં ચંદ્ર સમા શ્રી જયચંદ્રસૂરિ ગુરુતેમની પાટને શોભાવે છે. તેમના ગુરુ શ્રી રત્ન શેખરસૂરિ અને હાલ તેમની પાટે સૌભાગ્યશાળી શ્રી લક્ષમીસાગસૂરિ જય પામે છે. તેમના ગણધરોમાં પણ શ્રેષ્ઠ સોમ જય ગુરુ છે. તેમને પણ મોટો પરિવાર છે અને બીજા પણ શ્રેષ્ઠ સાધુઓ અહીં છે. (૧૯-૨૦) તે ગુરુઓની ધર્મરસથી રસાયેલી વાણું સાંભળીને આ બંને ભાઈઓએ ચિત્કશ -જ્ઞાનભંડાર માટે શ્રીજિનેશ્વર પ્રભુના સિદ્ધાંતોને પૈસા આપી લખાવવા માંડ્યા. સંવત ૧૫૩૮માં દાનવીર સંઘવી શ્રી ખીમસિંહ અને સહસાએ અહલાદ ઉપજાવે તેવી પ્રતિઓ લખાવી. ૨૧ આ નવીન લખાયેલા ગ્રંથને શ્રી સોમજય ગુરુએ સંશોધનવડે શુદ્ધ બનાવ્યા. આ લેખન વિષયની શરૂઆત શ્રી વિજયમંદિરમણિએ આલસ છોડીને કરી અને ચિકાશની સમગ્ર ચિંતા તેમણે જ રાખી. (૨૨-૨૩). - ઉદારચરિત સંધપતિ શ્રી ખીમસિંહ અને સહસાઓ જિનેશ્વર ભગવાનના સમગ્ર સિદ્ધાંતગ્રંથ વિશિષ્ટ અક્ષરોથી લખાવ્યા. પ્રતિદિન સાવધાન ચિત્તથી મુનિગણ વડે વંચાતો અને વિદ્વાનેથી શોધાતો (આ સિદ્ધાંત) સર્વ મનુષ્યને આનંદ કરનાર થાઓ ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36