Book Title: Jain_Satyaprakash 1946 07 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવાહલઉ” સાહિત્યનું રેખાદર્શન (લે. પ્રા. હીરાલાલ ર. કાપડિયા એમ. એ.) જૈન સાહિત્ય એની વિવિધતા અને વિપુલતા માટે વિશેષતઃ વિખ્યાત છે. એની આ વિવિધતા વિષયો પૂરતી જ નથી, પણ ભાષાઓ સાથે પણ એ સંબદ્ધ છે. ભારતીય તેમ જ અભારતીય અને તેમાં પણ પ્રાચીન અને અર્વાચીન અનેક ભાષાઓમાં જૈન સાહિત્ય આજે ઉપલબ્ધ છે. એનું મુખ્ય કારણ તે જૈન મુનિવરોના ડિવિધ વિહારના ક્ષેત્રની અપરિમિતતા છે, અને એ સમુચિત છે, કેમકે અમુક જ ભાગમાં વિહરવું કે સાહિત્યક્ષેત્રના અમુક જ અંગને સ્પર્શવું એવી સંકુચિત મનોવૃત્તિ, ઉદાર, ભાવનાશીલ, વિચારક અને સર્જનાત્મક જૈન પ્રકૃતિ સાથે કઈ રીતે સંગત થઈ શકે તેમ નથી. આથી તે જૈન લેખકોએ-ખાસ કરીને મુનિવરોએ અનેક દિશામાં પહેલ કર્યાનું માન મેળવ્યું છે. ઉદાહરણાર્થે હું અહીં પ્રાય: ગુજરાતી સાહિત્યને અનુલક્ષીને અલ્પ નિર્દેશ કરીશ. (૧) ઉપલબ્ધ “રાસ” સાહિત્યમાં ભરતેશ્વરબાહુબલિરાસ સૌથી પ્રાચીન છે. એની રચના શાલિભદ્રને હાથે વિક્રમસંવત ૧૨૪૧ માં થયેલી છે. (૨) વિ. સ. ૧૭૩૦માં આશાપલ્લીમાં રચાયેલી આરાધના નામની કૃતિ ગુજરાતી ગદ્યાત્મક કૃતિઓમાં પહેલી ગણાય છે, આ પ્રાચીન ગુજરાતી કાવ્યસંગ્રહ (પૃ. ૮૬)માં તેમ જ પ્રાચીન ગુજરાતી ગદ્યસન્દર્ભ (પૃ. ૨૧૮)માં છપાયેલી છે. (૩) વિ. સં. ૧૪૧૧માં દિવાળીના દિવસે ષડાવશ્યક ઉપર બાલાવબોધ રચનારા તરણુપ્રભસૂરિનો લગભગ પ્રથમ ગુજરાતી ગદાકાર તરીકે નિર્દેશ કરાય છે. આપણું કવિઓ (પૃ. ૩૫૦)માં કહ્યું છે કે “ જૂનું વ્યવસ્થિત ગદ્ય અનેક કથાઓ દ્વારા તરુણપ્રભાચાર્યો મધ્ય ગૂજ. ની ૧લી ભૂમિકામાં રચી આપ્યું છે.” (૪) ગુજરાતીમાં ગદ્ય-પદ્ય એમ ઉભય પ્રકારની સાહિત્યપ્રવૃત્તિ કરનારા જે ગણ્યા ગાંઠા સજ થયા છે એમાં સેમસુન્દરસૂરિ લગભગ પહેલા છે. એમનો જન્મ વિ. સં. ૧૪૩૦માં થયો હતો અને દેહવિલય વિ. સં. ૧૪૯૯માં થયો હતો. (૫-૬) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ઋતુકાવ્ય તેમ જ પ્રથમ બારમાસી કાવ્ય એ જૈન મુનિ વિનયચન્દ્રની કૃતિ નામે નેમિનાથ ચતુષ્યદિકા છે. એ મુનિને સમય વિક્રમની ચૌદમી શતાબ્દીના પૂર્વાર્ધ છે. (૭) “ ખરતર' ગચ્છના જિનપદ્રસૂરિએ રચેલું સિરિલિભદફાગુ “ફા” કાવ્યોમાં આદ્ય સ્થાન ભોગવે છે. એ સૂરિ વિ. સં. ૧૪૮૦માં સ્વર્ગ સંચર્યા. • (૮) સૌથી પ્રથમ પ્રાકૃતિક વર્ણનો ગુજરાતીમાં રજુ કરનાર કોઈ હોય તો તે વિનયપ્રભ છે એમ વિદ્વાનો કહે. એમણે આ વર્ણન વિ. સં. ૧૪૧રમાં રચેલા ગૌતમસ્વામી રાસમાં આપ્યાં છે. (૯) વાણિજ્યમૂલક અને રૂપકગ્રથિરૂપ વિશિષ્ટતાથી વિભૂષિત આ ગુજરાતી કાવ્ય તે પ્રધચિન્તામણિ યાને ત્રિભુવનદીપક પ્રમબ્ધ છે. એના કર્તા જયશિખરસૂરિ છે અને એને રચનાસમય વિ. સં. ૧૪૬૨ છે. ૧ જુઓ આપણા કવિઓ (ભા. ૧, પૃ. ૩૩૧) ( ૨ આ કાવ્યો વિષે મેં “ જેન સત્ય પ્રકાશ” (વ. ૧૧, અં. ૬) માં કેટલોક નિર્દેશ કર્યો છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36