Book Title: Jain_Satyaprakash 1946 07 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ એનું પરિણામ એમણે ધાર્યા મુજબ જ આવે છે, અને પોતાને માથે અછાજતાં કલકોને વરસાદ વરસે છે. કવિ એ કલંકાને નલદમયંતી કવિતા વડે ધોઈ નાખી આના વાંચવા સાંભળવાથી પિતાને ધન્યવાદ મળવાની આશા રાખે છે અને તેમના વિધિ દુશ્મન ટાઢા પડી તેમને શરણ લાવવા ઈચ્છા કરે છે. આ વાત શું ઉદયરત્નજીની વાતને અસંભવિત માનવા દોરી શકે છે ખરી? જો કે કવિ ઋષભદાસે છલકાતો શૃંગાર વર્ણવવા પ્રયત્ન કર્યાને દાખલ નથી, તે પણ અજ્ઞાન સમાજે તેમને પણ છોડ્યો નથી, જેથી એ વિષે ઋષભદાસે હીરસૂરિરાસમાં સ્પષ્ટ શબ્દોમાં બળાપો કર્યો છે. આજે પણ “રૂપકુંવર રાસનો વિલાસાનંદને વિષય કેટલોક શ્રાવકસમુદાય વાંચે તે તરત જ તેઓ એવો શબ્દ બોલી ઊઠશે કે શું સાધુઓ આવું લખી શકે? તેથી અજ્ઞાન સમાજથી થરથર ધ્રુજતા જૈન કવિઓએ સૂડાબહોતેરી લખતાં પણ પ્રથમ આ વાત કહી છે, અને રચના હેતુ માત્ર બુદ્ધિની કેળવણી અને વિનોદ બતાવ્યાં છે. આમ બધા કવિઓમાં બનતું આવ્યું છે. તો ઉદયરત્નજી માટે બને તેમાં આશ્ચર્ય શું ? નમૂના તરીકે હષભદાસનાં પણ વાક્ય જુઓ – રાસ જેડી હુઓ બહુ જન તારૂ, ૧૨ એક કહે ખરો જબાપ, વે ઉપદેશ ચેતે કાંઈ આપો ? ૧૩ અંગારમર્દક આચારજ હુઓ, અન્ય તારી પોતે બુડતો જુઓ; ૧૪ નંદષેણ ગણિકા ઘરિ જ્યારે, આપ બુડે અને અન્યને તારે; ૧૫ ઋષભ કહે ભલું પુછ્યું પરમ, બિંદુઆ જેટલા સાધીએ ધરમ; ૧૬ આણંદ શંખને પુષ્કલી જેય, બરાબરી તાસ કુણે નવી હેય; ૧૭ ઉદયન બાઉડ જાવડ સાય, તેહના પગની રજ ન થવાય; ૧૮ વીર મારગ લહી કાંઈ પુણ્ય કીજે, ઉગતે સૂરે જિનનામ સહી લીજે, ૧૯ અંતે પોતાના નિત્ય ધર્માચરણ અને ભાવનાઓ વર્ણવી શું કહે છે તે જુઓ એક પાલું હું જૈન આચારે, કહેતાં સુખ તો હેય અપાર. ૩૮ પણું મુજ મન તણે એહ પ્રણામો, કેએક સુણિ કરે આતમકામ. ૩૯ પુણ્યવિભાગ હુઈ તવ જ્યારે, , ઈસ્યુ ઋષભ કવિ આપ વિચારે. ૪૦ પરઉપગાર કાજે કહિ વાત, મનતણે પણ સદેહ જાત. ૪૧ કવિ કહે છે કે હીરસૂરિજીને રાસ વાંચી ઘણું માણસ તરશે, ત્યારે તેમના ઉપર એક જણે ટીકા કરી કે પારકાને ઉપદેશ આપો છો, પણ તમે શું કરો છો? પોતે ડૂબનારા અને પારકાને તારનાર તો બહુયે થયા છે. કવિ કહે છે કે ભાઈ તમે સારું જ પૂછયું, પણ મેટાએના પગની રજ તે મારાથી ન થવાય. સુકૃતાનુમોદનાની તો શાસ્ત્રોએ આના આપી છે, તેથી મારાથી જે બને છે તે આ છે. અને એ બધું જાણીને કદાચ કોઈને શુભ ભાવનાનું નિમત્ત થાય તે તેના પુણ્યનો ભાગ મને મળે. આ કહીને પણ કવિ એક અપવાદથી ભયભીત થાય છે કે આ તે બધું તમે બહુ મોટાં ધમ છે એવું દેખાડવા કહેતા હશે. એ આક્ષેપ સામે બચાવ કરવા કવિ કહે છે કે મારા મનનો સંશય ટાળવા અને કોઈની પુણ્યભાવના થાય તે મને પણ લાભ મળે તેં સ્વપરના ઉપકારનું નિમિત્ત બને. આ બધુ આપણને કવિઓ કેટલી સંકડામણ ભોગવી ચૂક્યા છે એ શું સ્પષ્ટ નથી કહેતું ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36