Book Title: Jain_Satyaprakash 1946 07 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૧ આ પ્રમાણે સમય અને સાધન અનુસાર મેં “ વિવાહલઉ” સાહિત્ય વિષે સંક્ષિપ્ત નેધ લખી છે. એટલે અંતમાં આ કૃતિઓને અંગે કેટલીક બાબતો હું તારવણું રૂપે રજૂ કરી આ લેખ પૂર્ણ કરીશ – ' (૧) ચેથી, તેરમી અને વીસમી એ કૃતિઓ ઘણું મોટી ગણાય. (૨) જૈન કૃતિઓ પૈકી ૧, ૨ અને ૪ એ કૃતિઓ ઋષભદેવને અંગેની, ૧૨-- ૧૬ નેમિનાથને અંગેની, ૧૭ મી પાર્શ્વનાથને અંગેની, ૧૯મી અને ૨૦ મી શાન્તિનાથને અંગેની અને ૨૧મી સુપાર્શ્વનાથને અંગેની છે. આમ બાર કૃતિઓ તીર્થકરને ઉદ્દે શીખે છે. આ પૈકી સત્તરમી સિવાયની કૃતિઓને પૌરાણિક ગણીએ તો બાકીની અગ્યાર અતિહાસિક ગણાય. વિશેષમાં આદ્રકુમાર અને જબુસ્વામી એ તો લગભગ મહાવીરસ્વામીના સમયના ગણાય. એ સિવાયના મુનિઓ (જેમને અહીં નિર્દેશ કરાયો છે.) એમની વચ્ચે ઓછામાં ઓછું એક હજાર વર્ષનું અંતર છે. (૩) બહુ થોડી કૃતિઓ પ્રસિદ્ધ થયેલી છે. (૪) ચૌદમા સૈકાની પહેલાંની કઈ કૃતિ મળી નથી. એ સૈકાની એક જ કૃતિ મળી છે. પંદરમા સૈકાની બે કૃતિ છે આઠમી અને અગ્યારમી. ત્રીજી, ચોથી, સાતમી, સત્તરમી અને વસમી કૃતિઓ સોળમા સૈકાની છે. સત્તરમી સદીની કૃતિઓ તે બીજી, તેરમી, પંદરમી, અરાઢમી, ઓગણીસમી અને એકવીસમી એમ છ કૃતિઓ છે. આ કૃતિઓ જૂની ગુજરાતી ભાષાના અભ્યાસીને ઉપયોગી થાય તેમ છે એટલે એ તે એક સંગ્રહરૂપ સત્વર પ્રસિદ્ધ થવી ઘટે. તા. ૯-૪-૪૬ સુરત ફાગુમાવ્યો વિષેની ૫ લાલચંદભાઈની સૂચના વિષે કંઈક જ્ઞાતવ્ય લેખકઃ—વૈદ્ય ચીમનલાલ લલુભાઈ ઝવેરી, મહુધા. “શ્રી જેન સત્ય પ્રકાશ” વર્ષ ૧૧, અંક ૭, પૃ. ૨૧૪, પેરા માં ઉદયરત્ન વાચકને સંઘાડા બહાર કરવા માટેની દંતકથામાં વજૂદ નહીં હોવાનું જણાવી, ઉદાહરણ રૂપે બીજા પણ નવરસાત્મક કાવ્યો મળી આવતાં હોવાથી, પં. લાલચંદભાઈએ એમ માનવું અયુક્ત જણાવ્યું છે. આ વિષે એ જણાવવું અગત્યનું છે કે એ નોંધાયેલી દંતકથા ઘણે ભાગે સ્વ. શ્રી. મોહનલાલભાઈ દ. દેસાઈને જે સ્થળેથી સાંપડી છે તે જ સ્થળેથી અમને પણ સાંપડી છે. એ સ્થળ બીજું નહીં પણ ખેડામાં બે વર્ષ પહેલાં અવસાન પામેલા યતિ ભાગ્યરત્નજી જ છે. એ વાતને સાચી માનવી કે કેમ એ એક વિચારવા જેવી વાત છે. અમને પૂરો સંભવ છે કે એ વાત સંદતર જૂઠી તો નથી જ; એમાં કેટલું તથ્ય સમાયેલું છે તે વિચારકેને વિચારવાનું રહે છે. અને અમને ખાતરી છે કે ઉદયરત્નજીએ રચેલાં સ્તવન, સજઝાય, છંદ, પદ, રાસ, પ્રબંધનો સામટો અભ્યાસ અને નિરીક્ષણ કરનારને એ વાતને અન્યક્તિમાં કવિને બળાપો જરૂર મળી આવવાનો સંભવ છે. આવું નિરીક્ષણ કરનારા શેાધકે આપણું જેન કેમમાં કવચિત જ મળે છે, પરંતુ એ વસ્તુ પણ અગત્યની અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36