Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ સૌ પ્રથમ આ વસ્તુ સમજી લેવી જોઈએ કે જેનદર્શનના પ્રત્યેક વ્યવહારોમાં સ્યાહૂવાદનું વર્ચસ્વ, વ્યાપકરૂપે છે. જેનદર્શનના સમ્યગ્દર્શન ની વ્યાખ્યામાં પણ સ્યાદ્દવાદ સિદ્ધાન્ત, સાંકળના અકડાની જેમ સંકળાઈને રહેલ છે. જે સમ્યગ્દર્શન, આત્માના ગુણરૂપ છે, સર્વગુણનું મૂળ-ઉપાદાન છે, સર્વશ્રેષ્ઠ આરાધનાને આધાર છે, તે સમ્યદર્શનની વાસ્તવિક ઉપાસના કે આરાધના સ્યાદ્વાદના સ્વીકારમાં રહેલી છે. તત્ત્વાર્થથદ્ધાનં ( નમૂ- ” સમ્યગ્દર્શનનું આ સામાન્ય લક્ષણ છે. જે તેના કાર્યને ઓળખાવનારું છે. આ દ્વારા આત્મગત સમ્યગ્દર્શનગુણને સમજ સુગમ બને છે. “આત્મા, પરલેક વગેરે તત્ત્વરૂપ અર્થોની વાસ્તવિક શ્રદ્ધા” આ મુજબની સમ્ય દર્શનની સ્પષ્ટ વ્યાખ્યા જેનદર્શને રવીકારી છે. આ વ્યાખ્યામાં શ્રદ્ધા” શબ્દથી, સમ્યગ્દ નનું સ્વરૂપ, મહત્ત્વ વગેરેને સમજી શકાય છે, એટલે કે કેવળ આત્મા, પરલેક વગેરેને સ્વીકાર કરનાર આત્મા, સમ્યગ્દષ્ટી નથી થઈ શકતો, પણ વાસ્તવિક રીતે તે તે તો, કે જે પિતાના સ્વરૂપમાં રહેલું છે, તેને તે તે રીતે સ્વીકારનાર સદ્દકનાર આત્મા સમ્યદર્શનગુણને પામેલ છે. એમ કહી શકાય. શ્રદ્ધા' શબ્દને અંગે આ સ્પષ્ટતા, સમ્યગ્દર્શનના લક્ષણમાં મુકાએલા તત્વ' શબ્દથી આપ મેળે થઈ જાય છે. કેવભ “અર્થોની શ્રદ્ધા અર્થશ્રદ્ધાને આ મુજબ સમ્યગ્દર્શનની વ્યાખ્યા નથી, પણ “તત્ત્વાર્ધશ્રદ્ધાન'–તત્ત્વરૂપ અર્થોની–પદાર્થોની શ્રદ્ધા” એટલે જે જે પદાર્થો તરૂપ છે, વાસ્તવિક રીતે પિતાના સ્વરૂપમાં રહેલા છે, તે તે જીવ, અજીવ, પુણ્ય, પાપ વગેરે અને સ્વીકારવારૂપ શ્રદ્ધા, આ સમ્યગ્દર્શનનું ફલદર્શક લક્ષણ છે. લક્ષણના અનેક પ્રકારે છે. કેટલાંક લક્ષણો સ્વરૂપદર્શક હોય છે, કેટલાંક લક્ષણે ભેદ દર્શક-વ્યાવક હોય છે, જ્યારે કેટલાંક લક્ષણો વસ્તુના કાર્ય કે કારણને દર્શાવનારા હોય છે. જે લક્ષણથી કેવળ લક્ષ્યનું સામાન્ય સ્વરૂપ ઓળખી શકાય તે લક્ષણ ન્યાયશાસ્ત્રમાં સ્વરૂપદર્શક લક્ષણ કહેવાય છે. આવા પ્રકારનાં લક્ષણોમાં, અવ્યાપ્તિ કે અસં. ભવ વગેરે લક્ષણુના દોષો હોવાનો સંભવ ખરો, પણ વ્યવહાર માત્રને અનુલક્ષીને આ લક્ષણોનો ઉપયોગ થતો હોવાને કારણે લક્ષણોના અનેક પ્રકારમાં આ પણ એક પ્રકાર ગણાય છે. જ્યારે ઇતરવ્યાવર્તક લક્ષણ, લક્ષ્યથી ભિન્ન સધળાયને સ્પષ્ટ રીતે ભેદ પાડવાનું સામર્થ્ય ધરાવે છે. અતિવ્યાત વગેરે વગેરે દેશે આવા પ્રકારનાં લક્ષણોને સહેજે પણ સ્પર્શી શકે નહિ. આવા પ્રકારનાં લક્ષણે લક્ષ્યના સ્વરૂપને તદ્દન સ્પષ્ટ રીતે ઓળખાવનારાં હોય છે. પહેલા પ્રકારનાં લક્ષણે જે રીતે લક્ષ્ય–વસ્તુનાં સ્વરૂપને દર્શાવે છે, તેના કરતાં સુસ્પષ્ટ અને સંગીન ઓળખ, ઈતરવ્યાવક લક્ષણ દ્વારા થઈ જાય છે. એટલે સ્વરૂપદર્શન+૫ કાર્ય, બન્ને પ્રકારનાં લક્ષણોનું એક સરખું હોવા છતાં તેમાં આટલે ભેદ રહે છે. લક્ષ્ય વસ્તુના કાર્ય કે કારણદ્વારા તેનું સ્વરૂપ એળખાવનાર લક્ષણો, એ ઉપરોક્ત ત્રીજા પ્રકારનાં લક્ષણમાં આવે છે. તરવા શ્રદ્ધાનરૂપ સમ્યગદર્શનનું લક્ષણ, આના દષ્ટાન્તરૂપ છે. કેમકે “તત્ત્વપ અર્થોની શ્રદ્ધા” એ સ્વયં સમ્યગ્દર્શન નથી કે સમ્યગ્દર્શનનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40