Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ રહેલું છે. આનું કારણ સ્પષ્ટ છે. સમ્યગ્દષ્ટી આત્મા પુરાવત ઘટને બંધ કરવામાં સ્યાદ્દવાદને સ્વીકારે છે, ઘટના સ્વરૂપનો, ઘરમાં રહેલા અનત ધર્મોનો સાપેક્ષ દષ્ટિએ વિચાર કરવાનું ડહાપણ સમ્યગ્દષ્ટિમાં સ્વભાવસહજ રહેલું છે. એટલે એ આત્મા, પર્ય શર્િ પર: (અમુક અપેક્ષાએ આ ઘટ ) આ મુજબને બંધ કરે છે. પુરવત ઘટનું આ પ્રકારનું જ્ઞાન, પારમાર્થિક અને પ્રમાણુરૂપ છે, કારણ કે આમાં ઘટના અનન્ત ધર્મોને પ્રમાણિકપણે સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે “આ ઘટ છે આ પ્રકારનું નિરપેક્ષ જ્ઞાન એકાન્તવાદને માનનારાઓ કરે છે, ત્યારે તે ઘટના ગૌણરૂપે રહેલા અનઃધર્મોને અ૫લાપ કરે છે. આથી તે અયથાર્થ છે. કેવળ મિથ્યાજ્ઞાન છે. આવા પ્રકારનું જ્ઞાન કદી સમ્યજ્ઞાન તરીકે ઓળખી શકાય નહિ.' આત્મા જેવા સર્વ તીના આધારભૂત મૂળ તત્ત્વના સ્વીકારને અંગે પણ આવા જ પ્રકારની પરિસ્થિતિ બનવા પામી છે. સ્યાહૂવાદ સિદ્ધાન્તને માનનાર અને નહિ માનનારજેન અને ઈતર આસ્તિક દર્શનકારાની વચ્ચે પરસ્પર ગંભીર મતભેદ ઊભો છે. બેશક આત્માની અસ્તિતાને સૌ કોઈ સ્વીકારે છે. એને અંગે સ્પષ્ટ શબ્દોમાં કોઈને પણ નિષેધ નથી. છતાં એકાન્તવાદના આગ્રહમાં સ્યાદ્દવાદ સિદ્ધાન્તને કારણે મુકી દેનારા ઇતર આસ્તિક દર્શનકાર, આત્માના પરમાર્થભૂત - સ્વરૂપને નિષેધ કરીને આત્માની અસ્તિતાની કબૂલાતને દંભરૂપ બનાવી મૂકે છે. સતવસ્તુ માત્રનું નિજ સ્વરૂપ, અનેકાન્તવાદના દુર્ભેદ્ય વધની મર્યાદાને સંધી શકે તેમ નથી. કારણ કે–વસ્તુસ્વભાવ, વસ્તુસ્વરૂપ કે સત્પદાર્થનું સ્વત્વ-સત્વ અપેક્ષા પૂર્વક જ નિયત છે. આ કથન સનાતન સત્ય છે-ત્રિકાલાબાધ્ય સિદ્ધાન્તરૂપ છે. આ પ્રતિપાદનની હામે યુક્તિ, દલીલ કે ત ટકી શકે તેમ નથી. જે વસ્તુ, અપેક્ષાવાદને અસ્પૃશ્ય રહે તે સત્પદાર્થ તરીકે રહી શકે નહિં. આત્મા કે કોઈપણ વસ્તુમાત્રનું સ્વરૂપ જ્યારે આ સ્થિતિમાં નિયત છે, ત્યારે તે વસ્તુને તે રીતે સ્વીકાર્યા વિના કેમ ચાલે? એને અપલાપ શા માટે? જેનદર્શનની અનેકાન્ત દષ્ટિથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ આ મુજબ છે. यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिर्वाता स ह्यात्मा नाऽन्यलक्षणः ॥ અજ્ઞાન, અસંયમ, વિષય, કપાય વગેરે કર્મના કારણેથી જે અનેક પ્રકારનાં કર્મોને કર્તા છે. વળી તે શુભાશુભ કર્મને જોક્તા છે, આના પરિણામરૂપે સંસારમાં જે ભમનાર છે, અને અંતે સર્વ પ્રકારનાં કર્મોથી મુક્ત બની નિર્વાણ-મેક્ષમાં પરમાર્થ સુબેને પામનાર છે તે આત્મા છે, આ સિવાય આત્માનું અન્ય કોઈ સ્વરૂપ નથી. આત્માની વાસ્તવિક ઓળખ આ શબ્દોમાં આપણી સમક્ષ રજુ થાય છે. આથી જ કહી શકાય કે આમા નિત્ય છે અને અનિત્ય પણ છે. બદ્ધ છે તેમજ મુક્ત પણ છે. નિર્લેપ-નિર્વિકારી છે વળી સલેપ-સવિકારી છે. આ સઘળાથે ધર્મો, પરસ્પર વિરૂદ્ધ હોવા છતાંયે અનેકાન્તપ્રધાન જૈન દર્શનમાં એક જ વસ્તુને ઉદ્દેશીને પણ સુસંગત રીતે ઘટી શકે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40