Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦]. શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ | મહાજને બીજા પુરાવાઓ અને સાક્ષીઓ રજુ કરવા કહ્યું, પણ આ ફરિયાદ કે. ક. ૧૭૫-૧૮૮ મુજબ થયેલ હોવાથી, પોલીસ ખાતાએ આ દાવે દાખલ કર્યો તેના ત્રણ મહિના પહેલાં એ મંદિર કેના કબજામાં હતું એટલા પુરતા જ પુરાવાઓ લેવામાં આવશે, એમ કહેવામાં આવ્યું. સાક્ષીઓની જુબાનીઓ અને બીજા પુરાવાથી એ પુરવાર થયું છે કે એ સમય દરમ્યાન એ મંદિરને વહીવટ અને કબજે જૈન મહાજનના હાથમાં હતે. આ પછી આ ચુકાદામાં વિષ્ણુના દર્શન કરવાના હક સંબંધી અને અછૂત વૈષ્ણએ કયાં રહીને દર્શન કરવા વગેરે સંબંધી ચર્ચા કરવામાં આવી છે અને તે અંગે સ્ટેટ કાઉન્સીલના તા. ૧૬-૧-ર ના હુકમને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. પિલીસે તા. ર૦-૧-૪૨ ના દિવસે કેટમાં રિપોર્ટ મોકલ્યા તે પહેલાં તા. ૧૮-૧-૪૨ ને દિવસે વૈષ્ણએ અંબાજીના દર્શન કર્યા હતાં અને તે માટે મહાજને મંજુરી આપી હતી એટલું જ નહીં બલકે તેમણે કઈ પ્રકારની નાખુશી નહતી બતાવી. જ્યારે હેડ કે કણિયાના કમ્પાઉન્ડના પહેલા ભાગમાં દાખલ થઈ ગયા ત્યારે ઝગડે થયે.-વગેરે હકીક્ત આપી છે. ચુકાદામાં કરેલા હુકમ આથી કે, ક, ૧૪પ-૧૪૮ મુજબ અમે એ ફેંસલે આપીએ છીએ કે અંબાજીના મંદિરને કબજે અને પૂજાને હકક જૈન મહાજનેને છે. વૈષ્ણો ફકત અંબાજીનાં દર્શન કરી શકે છે. વિષ્ણમાં જે અસ્પૃશ્ય લેક છે તેઓ, અત્યારે હયાત છે તે તારના કમ્પાઉન્ડની બહારથી જ દર્શન કરી શકશે. નકશા એ’માં અમે આ કણિયાનું કમ્પાઉન્ડ લાલ પેન્સીલથી દેરી બતાવ્યું છે. એની અંદર અસ્પૃશ્યો નહીં જઈ શકે. વૈષ્ણવો પોતાના જોડા પણ આ કમ્પાઉન્ડની અંદર ન લઈ જાય, જ્યાં સુધી કેઇ પક્ષકાર દીવાની કેટમાં આ ફેંસલાથી જુદી રીતે પિતાનાં હકક સાબિત ન કરે અને તે મુજબ ફેંસલો ન લે ત્યાં સુધી આ ફેંસલો કાયમ રહેશે. ઉપર લખેલ વૈષ્ણએ કરવાના) દર્શનનો અર્થ એ છે કે અંબિકાને 'કેવળ આંખોથી જેવી અને હાથ જોડવા એટલે કે નમસ્કાર કરવા આમાં પૂજા અને ફળ ચઢાવવા વગેરેનો સમાવેશ થતો નથી.” - આ ફેંસલે તા. ૧૮-૩-૪રના દિવસે સિરોહીના જિલ્લા મેજીસ્ટ્રેટ મિ. . s. Apte એ આપ્યો છે. ૨ આ “ચુકાદામાં કરેલ હુકમ–તરીકે જે લખાણ આપ્યું છે તે મૂળ ચુકાદાના છેલ્લા ભાગમાં કરવામાં આવેલ હુકમનું અક્ષરશઃ ભાષાન્તર છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40