Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૮ ] કેટલીય જૈન ગુફા [ ૪૨૭ ] માટે તેમજ અમીર ઉમરાવા માટે મહેલે તેમજ બીજા મકાનો અધાવ્યાં હતાં. વળી ગામની આસપાસ કાટ પણ બધાવ્યા હતા, જે અદ્યાપિ પર્યંત વિદ્યમાન છે. ગામનું નામ ઔરંગાબાદ રાખ્યું. જો કે તેના રાજ્યકાળના ઇતિહાસકારો ખુસ્તા—બનીયાડ હતુ એમ વારવાર જણાવે છે. ઔરગાબાદની ઉત્તર દિશામાં ટેકરીઓ ઉપર ગુફાએ હતી એમ એછામાં એછાં છેલ્લાં પચીશ વર્ષ થયા જાણવામાં આવ્યુ' છે. આ ગુફાઓના સબંધમાં જાહેર પ્રજાઓનુ લક્ષ એÛ' દોરાયું હતું. પૈઠણ સરકારને લગતા આંકડાએાના અહેવાલના પરિશિષ્ટમાં ડા બ્રેડલીએ આ ગુફાઓનું વર્ણન કર્યું છે. આ અહેવાલ નિઝામ સરકાર માટે તૈયાર કરવામાં આવ્યા હતા. ડા. બ્રેડલીએ કેટલીક ગુફાઓના ખડે સાફ કરાવ્યા હતા. તેમના સમય પછી એ ગુફાઓની વાત લગભગ ભુસાઇ ગઈ હોય એમ લાગે છૅ, ગુફાએ જે ટેકરી પર આવેલી છે તે ટેકરીએ શહેરની ઉત્તર દિશાએ છે. ટેકરીએની ઊંચાઇ આસપાસનાં મેદાનોથી આસરે સાતસો ફૂટ છે. ટેકરીના લીધે જે બાજુએ ગુફા આવેલી છે તે બાજુએ એટલે દક્ષિણ દિશામાં સીધા ઊંચા ખંડ બની રહેલ છે. ગુફાએ કે જેને વિસ્તાર આશરે દોઢ માઇલ જેટલો છે તેના ત્રણ વિભાગ પાડી શકાય. પહેલાના એ વિભાગેામાં માત્ર બૌદ્ધ ગુફાઓ જ છૅ, ત્રીન્દ્ર વિભાગની ગુફામાં શિલ્પકામના તદ્દન અભાવ હાવાથી એ ગુફાઓ કયા સંપ્રદાકની છે એ કહેવુ મુશ્કેલ છે. જો કે આ ત્રીજા વિભાગની ગુફાએ બૌદ્ધ સંપ્રદાયની નથી એમ દર્શાવનારૂ કાંઇ પણ સાધન નથી. પહેલા વિભાગમાં પાંચ ગુફાઓ છે જે શહેરની લગભગ ઉત્તર દિશાએ છે. પાંચમી ગુફાને ભાગ સફેદ હાવાથી ગુફાને આ સમૃદ્ધ દૃષ્ટીએ પડે છે. ઔરંગાબાદના જને એ આ પાંચમી ગુફાને ચૂનો લગડાવેલ છે. તે કિત કે પૂજા નિમિત્તે એ ગુફામાં અવાર નવાર જતા રહે છે. ગુફામાં બુદ્ધની એક મૂર્તિ છે. તીર્થંકરાતી એક પણ મૂર્તિ નથી. આમ છતાં ધાર્મિક ક્રિયાકાંડમાં માનનાર સરળભાવી મનુષ્યાને એક મૂર્તિ બીજી મૂર્તિ જેટલી જ ગરજ સારે છે. બીજી ચારે ગુફાએ છારાં તેમજ જંગલના ઝાડાની ડાળીએથી એક્કે વધતે અંશે ઢંકાઈ જવાથી દેખાતી નથી. આમ છતાં પગ રસ્તે ખીણની જમણી બાજુએ જતાં એ ગુફાઓમાં જઈ શકાય છે. ગુફા સુધી પહોચતાં આસરે ત્રણસો ફ્રુટ સીધા ચડવુ પડે છે. આટલું ચડયા પછી ચૂને લગાડેલી ગુફાની જમણી બાજુના ભોંયરા. આગળ માણસ આવી શકે છે. લટકતા ખડક નીચે અહીં પણ એક ગુફા હોવી જોઇએ. આ ભોંયરાથી એક ખડબચડા અને ટૂંકા માર્ગ કરેલા છે. એ માર્ગે જતાં ત્રીજી, ચેાથી અને પાંચની ગુફાએ આગળ જઈ શકાય છે. એક ભયંકર અને સાંકડી પગથીથી પશ્ચિમ બાજુએ જતાં એક ટેકરીની આજુબાજુ એક બીજી ગુફા માલુમ પડે છે. આ 1 Elliot and Dewson's History Vol. VI. P. 344–380, VI IP, 194, 256, 304., For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40