Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ દર્શનને પરિણામવાદ, નિત્યવાદ કે અનિત્યવાદ, અપેક્ષાવાદને અનુલક્ષીને જ હોય છે. સ્વતંત્ર રીતે કોઈપણ સત વરતુને, જૈનદર્શનમાં નિત્ય, અનિત્ય કે પરિણમી તરીકે સંબોધવાને સર્વથા નિષેધ છે. કારણ એ છે કે આ રીતે સ્વતંત્રતયા-નિરપેક્ષદષ્ટિએ, નિત્ય, અનિત્ય, પરિણમી કે અપરિણમી તરીકે ઓળખી શકાય તેવી સત વતુ જગતમાં છે જ નહિ. જૈનદર્શનનું આ પ્રામાણિક મન્તવ્ય છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, જૈનદર્શનની તે માન્યતાને આ શબ્દોણે રજુ કરે છે-- " आदीपमाव्योमसमस्वभाव स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु ' દીપકથી આકાશ પર્યન્ત એટલે કે-જગતની સઘળીયે સત વસ્તુઓ, સ્યાહૂ-અપક્ષાવાદની મુદ્રાને-મર્યાદાને કદી ઉલંઘી શકતી નથી. આથી જ જગવતી સર્વ પદાર્થો એક સમાન સ્વભાવને ધારણ કરનારા છે. જે વસ્તુસ્થિતિ આમ હોવા છતાંયે, જ્યારે આર્ય સંસ્કૃતિના ઉચ્ચતમ આદર્શને જગતમાં મેર વિસ્તારવાની અભિલાષા સેવનારા તે તે આસ્તિક દર્શનકાર; અપેક્ષાવાદને અવગણીને એકાન્તમૂલક તત્વવ્યવસ્થાને સ્વીકારવાને દુરાગ્રહ સેવે છે ત્યારે તે આર્ય સંસ્કૃતિના અડગ ચુસ્ત ઉપાસક ગણાતા આરિતક દશનકારની તત્વવ્યવસ્થા, નિપક્ષ વિચારશીલ મહાનુભાવની દષ્ટિએ, કઢંગી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. જૈનદર્શન જયારે, સ્યાદવાદને અનુલક્ષીને પ્રત્યેક પદાર્થને તે જે સ્વરૂપમાં છે તે જ સ્વરૂપે સ્વીકારવાને પ્રામાણિક આગ્રહ સેવે છે, ત્યારે ઈતર આસ્તિક દર્શનકારો પિતે સ્વીકારેલ રીતિ મુજબ, જગતના પદાર્થોને સ્વીકારવાને--માનવાને દુરાગ્રહ ચાલુ રાખે છે. જોકે આસ્તિક તરીકે જેનદર્શન અને તદિતર સાંખ્યાદિ આસ્તિક દશને સામાન્ય રીતે કદાચ એક સમાન હોવા છતાંયે, કેવળ સ્યાદવાદની દૃષ્ટિ હવાને અંગે આ બન્ને દેશનોની તત્ત્વવ્યવસ્થામાં પરસ્પરને મેળ રહે શક્ય નથી. છતાંયે જૈનદર્શનના સર્વશ્રેષ્ઠ, સુન્દરતર સ્યાદ્દવાદ સિદ્ધાન્તનું મહત્ત્વ, ગૌરવ એવું અનુપમ છે, કે–સ્યાદવાદને અસ્પૃશ્યની જેમ માનીને તેનાથી દૂર-સુદૂર રહેવામાં માનનારા દર્શનકારાએ પણ જાણે-અજાણે પોતાની સ્વીકૃત સિદ્ધાન્તવ્યવસ્થામાં સ્યાદ્વાદને સ્થાન આપ્યું છે. સ્યાદ્વાદ કે અપેક્ષાવાદ એ કાંઈ બનાવટી કે ઉપજાવી કાઢેલ કેઈ સિદ્ધાન્ત નથી. જ્યારે વસ્તુનું સ્વરૂપ, વસ્તુના ધર્મો અને વસ્તુ અપેક્ષાવાદથી અભિન્ન રીતે સુવ્યવસ્થિત છે તો આ અપેક્ષાવાદ સિદ્ધાન્તને અસ્વીકાર કરવાનું ગાંડ પણ કેમ સેવી શકાય ? એટલે સ્યાદ્દવાદ કે અપેક્ષાવાદ, વસ્તુમાત્રનું પોતાનું નિજ સ્વરૂપ છે “સત્ વસ્તુ ” કદી પિતાના સ્વરૂપને છેડીને સદ્દરૂપતાએ વ્યવહાર્ય થઈ શકે જ નહિ. સદ્ અને અસદ્ વસ્તુ માં પરસ્પર આ જ એક મહદન્તર છે, કે એક પિતાના સ્વરૂપને સદાકાલ સ્પર્શીને જ રહે છે, જ્યારે બીજી, જો કે એ વસ્વરૂપ જ નથી છતાંયે અસ૮૯૫નાથી કહી શકાય કે તે પોતાના સ્વરૂપને સ્પર્શતી નથી. વરતુતઃ એને પિતાનું સ્વરૂપ હેતું જ નથી. આ કારણે જૈનદર્શનના સ્યાદ્દવાદ સિદ્ધાન્તને સ્વીકાર કરે એ વસ્તુના સ્વરૂપને સ્વીકાર છે, અને એ સિદ્ધાન્તને અલાપ કરે એટલે વરતુની અસ્તિતાને નિષેધ કરવાનું દુઃસાહસ કરવા બરાબર છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40