Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશુદ્ધ તત્ત્વદૃષ્ટિનું એકમાત્ર અનુપમ સાધન સ્થાકા =[ તત્વજ્ઞાનમાં તેની મહત્તા ]= લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી કનકવિજયજી જૈનદર્શનને ચાદ્દવાદ સિદ્ધાન્ત પ્રત્યેક વસ્તુના નિજસ્વરૂપની સાથે તાદાત્મ સંબધથી સંકળાઈને રહેલ છે. જગતની કોઈપણ એવી વસ્તુ નથી કે જેનું વાસ્તવિક સ્વરૂપ અપેક્ષાવાદથી ભિન્ન હય, સત માત્ર અપેક્ષાની મર્યાદામાં રહીને સત તરીકે રહી શકે છે. અપેક્ષાવાદને ભૂલીને સતને રવીકારનારા કેવળ ભ્રાન્તિના ઘોર અંધારામાં અટવાય છે. જો કે ભારતવર્ષમાં અનેક દર્શનકારો ભૂતકાળમાં હતા, જેઓએ પોતાના દર્શન–મત ધારાયે જગતની સમક્ષ તરવાની ભેટ ધરી. તે દર્શનકારો સમર્થ વિચારકે હતા, વેષણશક્તિના સામર્થ્યથી તે લેકાએ પિતાના અનુયાયી વર્ગને માટે, તવરૂપ ગણાતી અનેક પ્રકારની રજુઆત મૂકી છે, જે પાછળથી દર્શન કે મતરૂપે જનસમાજમાં પ્રસિદ્ધિને પામી. આજે તે દર્શને આપણી રહામે નજર સમક્ષ છે, એ દર્શનેમાં કેટલાંક આસ્તિક દર્શને છે, જ્યારે કેટલાંએક નારિતક દર્શને છે. આત્મા, પરલેક, પુણ્ય, પાપ વગેરેની અસ્તિતાને સ્વીકારે તેને આપણે સામાન્ય રીતે આસ્તિક કહીએ છીએ, એનાથી વિરૂદ્ધ માન્યતાને સ્વીકારનારને આપણે નાસ્તિક તરીકે ઓળખીએ છીએ. આવા પ્રકારનાં વિધાને, વ્યવહારને લક્ષ્યગત કરીને જેનશાસનમાં વિહિત કરવામાં આવ્યાં છે. આ કારણે, આવાં વિધાનમાં પણ અપેક્ષા પૂર્ણ દૃષ્ટિ રહી છે, એટલે કે વ્યવહારને આશ્રીને જે વસ્તુનું વિધાન થયું હોય, તે વિધાન તે દૃષ્ટિને લક્ષ્ય રાખીને તથ્ય કરે છે. અન્યથા તે કથન નિરપેક્ષ હોવાને કારણે અતથ્થ-બ્રાતિરૂપ બને છે. માટે જ કોઈપણ પ્રતિપાદન, કથન કે વિધાન જૈનદર્શનમાં નિરપેક્ષ રીતે અપેક્ષાવાદની મુદ્રાને ઉલ્લે ઘીને કોઇકાળે પિતાના શુદ્ધ સ્વરૂપમાં રહી શકતાં નથી. આત્મા અને પરલકને સ્વીકારનારા તત્વવિદો પણ, જ્યારે આ અપેક્ષાવાદના રાજમાર્ગને ભૂલી નિરપેક્ષવાદના વિષમ, કાંટાળા માર્ગે ગતિ કરે છે, ત્યારે તેઓ સાચે જ ભયંકર ભૂતાવળમાં ભટકાય છે. આપણે કબુલવું જોઈએ કે–જૈનેતર આસ્તિક દર્શનકાર શ્રાદ્ધ, સાંખ્ય, વેદાન્ત, યોગ અને ન્યાય વગેરે દર્શનવાદીઓ, આત્મા, પરમાત્મા, પુણ્ય, પાપ કે પરલેક વગેરે તને સીધી રીતે વિરોધ કરતા નથી, પણ તેનું પ્રતિપાદન કરે છે, તેમ જ પિતાના દર્શનગ્રન્થમાં ઠામ ઠામ તેની અસ્તિતાને માને છે છતાંયે, અમુક દૃષ્ટિએ વિચારતાં રમી આરિતક દશનકારને આસ્તિક માનતાં આપણને અચકાવું પડે છે. આવા સમર્થ વિચારક દર્શનકારે માટે આવા પ્રકારની અણગમતી અને અમારી માન્યતા સ્વીકારવા માટે જૈનદર્શનમાં નક્કર પ્રમાણે મોજૂદ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40