Book Title: Jain_Satyaprakash 1942 01 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૯૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ છે છે. તેમાં ૧૦૦ સમયને અબાધાકાલ છે. એ ૧૦૦ સમય વ્યતીત થયા બાદ બાકી નવજારને નવસો (૯૯૦૦) જે સમય રહ્યા તેમાં જે પહેલા સમયરૂપે સ્થિતિસ્થાન છે તેમાં વર્તતા કર્માણુઓનો ફલસ્વરૂપે ઉદય શરૂ થયો. તે પહેલા સમયથી શરૂઆતના દશ સમય સુધીના જે સ્થિતિસ્થાને અને તેમાં વર્તતા કર્માણુઓ તે ફલસમુખ (ઉદયાવલિકાવિષ્ટ) કર્માણુઓ ગણાય છે. અને ત્યારપછીના કર્માણુઓ તે (ઉદયાવલિકાબહિબૂત હેઈ) ફલ સમ્મુખ ગણુતા નથી. એટલે કે-૯૯૦૦ જે સ્થિતિસ્થાનો–સમયો છે તેમાં શરૂઆતના દશ સમય (ઉદયાવલિકાગત) વજીને બાકીના ૯૮૯૦ સમય-સ્થિતિસ્થાને અને તેમાં વર્તતા કર્મશુઓને ઉદય થવાને હજુ વિલંબ છે. એ જે ૯૮૯૦ સ્થિતિસ્થાને છે તેમાંથી જેવો પ્રયત્ન વિશેષ હોય તેને અનુસારે (બાકી રહેલા બધાય સ્થિતિસ્થાનમાંથી અથવા અમુક સ્થિતિસ્થાનમાંથી) કર્મદલિકાને ઉપાડીને ઉદયસમ્મુખ થયેલા શરૂઆતના દશ સ્થિતિસ્થાનો (ઉદયાવલિકા) માં જે નાખવા, તે ક્રિયાનું નામ ઉદીરણું કહેવાય છે. પ્રથમ જણાવેલ અપવર્તના” માં સ્થિતિ ટૂંકી થાય છે, જ્યારે આ “ઉદીરણું” વડે સ્થિતિ ઓછી થતી નથી, પણ ચપુ અથવા છરી વડે હોલાતી કોઈ લાકડીની માફક કમલતા પાતળી થાય છે, તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાથે એ મુદ્દો પણ ધ્યાનમાં રાખવાને છે કે-વિવક્ષિત કર્મની ઉદીરણું તે કર્મને ફેલ સ્વરૂપે (વિપાક) ઉદય હોય તો જ થઈ શકે. ઉદય વિના ઉદીરણા થઈ શકતી જ નથી. આ ઉદીરણના પણ પ્રકૃતિ ઉદીરણાદિ ભેદ–જઘન્ય ઉદીરણું, ઉત્કૃષ્ટ ઉદીરણું વગેરે પ્રભેદ, તેના સ્વામિઓ વગેરે કર્મપ્રકૃતિ ગ્રન્થ વગેરેથી જાણવા યોગ્ય છે. ઉપશમના કરણ કોઈ પણ જળાશય વિશેષમાં તળીએ કચરે બેઠેલો હોય અને ઉપરથી જેમ નિર્મળસ્વચ્છ પાણી દષ્ટિગોચર થયું હોય, તે પ્રમાણે જે કર્મ પ્રયત્ન વિશેષ વડે એવી અવસ્થાવાળું થયેલ છે કે–અમુક વખત સુધી તે કર્મ સ્વરૂપે, વિપાકેદયવડે) કિવા પરરૂપે (પ્રદેશો દયવડે) પોતાનું ફળ–પિતાનો અનુભવ અલ્પાંશે પણ આત્માને ન આપી શકે અને તેને અંગે આત્મામાં તેટલા કાળ સુધી જે નિર્મળ અવસ્થા પ્રાપ્ત થાય તેનું નામ ઉપશમના કહેલ છે. રાજરસ્તા ઉપર જે અવસરે પાણી છાંટવામાં આવે છે, તે વખતે પવનને યોગ હોવા છતાં પાણીના સિંચનવડે રાજરસ્તાની ધૂળ દબાઈ ગયેલી હોવાથી (જ્યાંસુધી તે છાંટેલુ પાણી સૂર્યના તાપ વડે અથવા તે જનસમૂહના અવરજવર વડે સૂકાશે નહિં ત્યાં સુધી) ઉડશે નહિ, અને આજુબાજુનાં મકાનો તથા રસ્તે ચાલતા જનસમૂહને મલિન નહિ કરે. તે પ્રમાણે જે કર્મ રજ વિશુદ્ધિવિશેષ વડે ઉપશાન્ત ભાવને પામેલ છે તે કરજ તે તેમાં કષાયોદય રૂપી સૂર્યનો તાપ કિવા લોકોની હાલચાલ વિશેષ વડે સૂકાશે નહિ ત્યાં સુધી તે આત્મામાં નિર્મળતા રહેશે; મલિન પરિણામોનો આવિર્ભાવ નહિ થાય. તાત્પર્ય એ છે કેઆઠે કર્મોમાં પૂર્વોક્ત ઉપશમના ફક્ત એક મેહનીય કર્મની જ થઈ શકે છે. બાકીનાં સાત કર્મો પૈકી કઈ પણ કર્મની ઉપશમના થતી નથી. ઉપશમના સંક્ષિપ્ત ભાવ અહીં ઉપશમના એટલે સર્વોપશમના લેવાની છે. કારણકે ઉપશમનાકરણમાં મુખ્યત્વે પણે સર્વોપશમનાને જ ઉપશમના તરીકે ગણું તેનું સવિસ્તર નિરૂપણ કરેલ છે. આત્મામાં For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44