Book Title: Jain_Satyaprakash 1942 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માંડવગઢની મહત્તા [ઐતિહાસિક ટૂંક પરિચય ]
લેખક—પૂ. મૂનિમહારાજ શ્રી રધરવિજયજી
[ લેખાંક પહેલા ]
એક સમય એવો હતો કે જ્યારે માળવા સંપૂર્ણ ઉન્નતિની સ્થિતિને અનુભવતું હતું. તે સમયે માંડવગઢને પણુ ઘણું! જ અભ્યુદય હતેા. આજ માળવા અને માંડવ બન્ને કાળપ્રભાવે અવનત દશામાં મૂકાયા છે. તેમાં માંડવગઢને કેવા ઉદય હતા તે ફરી તેવ ઉદય કઈ રીતે થઈ શકે તેનું દિગ્દર્શન અહીં કરાવવામાં આવે છે.
તેમાં (૧) માંડવગઢની ઉત્પત્તિ, (૨) :ત્યાં રહેલી રાજસત્તા, (૩) જૈનમ ત્રીએ અને તેમની કારકીર્દી, (૪) જૈન વ્યાપારીઓની હકીકત, (૫) જૈન મદિરા અને મૂર્તિનું સ્વરૂપ, (૬) પુનઃવિકાસના ઉપયા અને (૭) ઈતર ઉલ્લેખનીય હકીકતા,-એટલા મુદ્દા પર
પ્રકાશ પાડવામાં આવશે.
શ્રી માંડવગઢની ભૌગાલિક સ્થિતિ
માંડવગઢ દરિયાઈ સપાટીથી બે હજારને એગણ્યાશી (૨૦૦૯) પીટ ઉચે વિધ્યાચલ પર્વત ઉપર આવેલ છે. વિન્ધ્યપર્યંત માળવા અને નિમાડની વચમાં છે, તેની ભૂમિ ધણી પવિત્ર માનવામાં આવી છે. જગન્નાથ કવિ એકસ્થળે કહે છે કે
तटिनि ! चिराय विचारय, विन्ध्यभुवस्तव पवित्रायाः ॥ शुष्यन्त्या अपि युक्तं, किं खलु रथ्योदकादानम् ॥ १ ॥
“ હું નંદ ! તું દી' સમય માટે વિચાર કર કૈવિધ્નમાંથી જન્મેલી પવિત્ર એવી તારે સુકાતા છતાં પણ શું ખાળનું પાણી લેવું યુક્ત છે?
માંડવની આસપાસ અનેક નાનાં–મેટાં સરાવરા છે, જેમાં હમેશ સ્વચ્છ જળ રહે છે. તેમાં સેાળપાંખડીવાળાં, સેાપાંખડીવાળાં, એકસે સાઠપાંખડીવાળાં કમળે! નીપજે છે. વસન્તઋતુ અને શરઋતુમાં તે તે સરેાવરા સાક્ષાત્ માનસ–સરાવરને ખ્યાલ કરાવે છે. માંડવમાં વિવિધ જાતિની વનસ્પતિએ પુષ્કળ થાય છે. આમળા, ખેડા, નવીનવી જાતની આંબલીએ, રાયણા વગેરેનાં ઘણાં વ્રુક્ષા ઉપજે છે. જુદાં જુદાં પુષ્પા પણ પુષ્કળ થાય છે. ત્યાંની હવા પણુ આરેાગ્યને વધારનારી છે. પહાડપર છતાં ત્યાંની સપાટભૂમિ આપણને વિસ્મિત કરે છે. વાધ–વરૂ, હરણુ–સસલાં, મેાર–શુક વગેરે પ્રાણીઓ પણ ત્યાં સારા પ્રમાણમાં વસે છે. ખેદના વિષય છે કે–શિકાર વગેરેને કારણે આજના રાજા વગેરે અધિકારીએ પહાડ આદિતી રમ્યતા અને ગહનતાને નાશ કરે છે. માંડવગઢની ઉત્પત્તિ અને નામસ્થાપન
આજ એવી એક દંતકથા પ્રચલિત છે —હજારા વર્ષોં પૂર્વે આ પહાડ પર પાંચપચ્ચીશ ભિલ્લુનાં ઝુંપડાં જ હતાં. અને તે કાષ્ટ કાપી અને વેચીને આજીવિકા ચલાવતા હતા, ત્યાં એક મન નામના લુહાર પણ રહેતા હતા. તે આ જિલ્લાને કુહાડા વગેરે
For Private And Personal Use Only