Book Title: Jain_Satyaprakash 1942 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક પ ]. શ્રી માંડવગઢની મહત્તા [ ૩૧૧ ] છે. શરૂઆતમાં માંડવગઢમાં પરમાર રાજાઓનું રાજ હતું. પછીથી મેગલનું શાસન રહ્યું. અને પાછળથી હાલમાં પરમાર (પવારે)નું આધિપત્ય છે. તેમાં પૂર્વના પરમારેએ પિતાની રાજધાનીનું શહેર ઉજજૈન અને ધાર રાખ્યું હતું. મોગલના સમયમાં વિશેષ કરીને માંડવ અને કવચિત ધાર રાજનગર તરીકે રહ્યાં હતાં. અને હાલમાં ધાર રાજધાની છે. માંડવગઢની રચના થયા બાદ શરૂઆતમાં–પ્રથમ ત્યાં સિંહદેવનું રાજ્ય હતું. કહેવાય છે કે કિલો તેના સમયમાં બંધાયો. ત્યારબાદ ભતૃહરી અને વિક્રમનું રાજ્ય હતું. વિક્રમ પછી ૮૫૬ વર્ષ સુધીનો વ્યવસ્થિત ઈતિહાસ ઉપલબ્ધ થતો નથી. પછીથી વિ. સં. ૮૫૬થી ૮૮૧ સુધી ઉપેદ્ર (કૃષ્ણરાજા) રાજા થયા તે શુરવીર અને ચુસ્ત હિન્દુ હતા. વૈરસિંહ પ્રથમ ૯૦૬ સુધી થયા. આ રાજાએ અનેક લડાઈઓમાં વિજય પ્રાપ્ત કરેલ હોવાથી તેનું શિવરાજ એવું પણ નામ પડયું હતું. ૯૩૧ સુધી સીયક પ્રથમ, ૯૦૦ સુધી વાક્પતિ પ્રથમ, દશાપુર (મદસૌર)માં બળવારેને પિતાના પ્રભાવશાળી વકતવ્યથી આ રાજાએ શાન્ત કર્યા હતા, તેથી તેમનું નામ વાક્પતિ એવું પડ્યું હતું. ૯૯૭ સુધી વૈરસિંહ દ્વિતીય. તેમણે શત્રુઓને તરવારની તેજ ધારથી મારી નગર વસાવ્યું ને તેનું નામ ધારા” રાખ્યું. અને તેમણે ગૌડ રાજાને સહાય આપી ઉદ્ધત બૌદ્ધ પ્રજાને પરાસ્ત કરી હતી ને તેથી ખુશ થઈને તે રાજાએ પિતાની લલિતા નામની પુત્રી તેમને પરણાવી હતી. ૧૦૨૯ સુધી સીયક બીજે. ઉદેપુરપ્રશસ્તિમાં અને મેરૂતુંગાચાર્યકૃત પ્રબન્ધચિન્તામણિમાં આમનું નામ અનુક્રમે હર્ષદેવ અને સિંહભટ્ટ લખેલ છે. વાક્પતિ બીજાએ (મુંજરાજે) ૧૦૫૩ સુધી રાજ્ય કર્યું. મુંજ નામના વાસમાથી મળેલ હોવાથી તેમનું નામ “મુંજ' રાખ્યું હતું. તેઓ ઘણું પ્રતિભાશાળી હતા. પિતાના રાજ્યમાં ઘણું પડતોને રાખતા હતા. તેથી લેકે તેમને “કવિબધુ કહેતા હતા. માંડવમાં તેમણે જહાજમહેલની પાસે એક સુન્દર અને ઘાટયુક્ત સરેવર બંધાવ્યું હતું, પરતું પાછળથી મુસલમાન બાદશાહોએ તેને સુધારી વધારીને પોતાને ઉપયોગી કર્યું હતું. મુંજરાજ ઘણું શુરવીર હતા, મદ્રાસથી આસામ સુધીને પ્રદેડા પિતાની સતામાં કર્યો હતો. દક્ષિણને ચૌલુક્ય રાજા તૈલપને ૧૬ વાર હરાવ્યો હતો પણ છેવટે સત્તરમી વખત હાર ખાઈને કેદી અવસ્થામાં તૈલપની બેનકુસુમાવતી (મૃણાલવતી)ના પ્રેમમાં પડ્યા હતા ને મૃત્યુ પણ ત્યાં જ થયું હતું. મુંજના મરણ બાદ કુસુમાવતીએ જેનધર્મ અંગીકાર કર્યો હતો. ભેજની મદદથી પિતાના પતિના મૃત્યુ બદલ પિતાના ભાઈ સાથે વેર વાળ્યું હતું. ૧૦૬૬ સુધી સિલ્વરાજે (સિલ્વલે) રાજ્ય કર્યું. તેમણે પિતાની રાજધાની ઉજૈન રાખી હતી. જેનગ્રન્થમાં તેમની ઘણી પ્રશંસા આવે છે. તેમને જેનધર્મ ઉપર અભિરુચિ સારી હતી. વિ. સં. ૧૧૧૧ સુધી શ્રી ભોજદેવે (પ્રથમ) રાજય કર્યું. રાજા ઘણું વિદ્યાવિલાસી હતા. તેમના ભવિષ્ય માટે વરરુચિ નામના જ્યોતિષીએ પ્રથમ કહ્યું હતું કે पञ्चाशत्पश्च वर्षाणि, सप्तमासान् दिनत्रयम् ॥ भोजराजेन भोक्तव्यः, सगौडो दक्षिणापथः ॥ પંચાવન વર્ષ સાત મહિના ને ત્રણ દિવસ સુધી ગૌ દેશ સહિત દક્ષિણ મુલકને ભોજરાજ ભગવશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44