Book Title: Jain_Satyaprakash 1942 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ ઓજારે બનાવી આપતા હતા, અને ગુજરાન ચલાવતા હતા. તે લુહારના કુટુમ્બમાં પોતે, પોતાની સ્ત્રી, એક પુત્ર અને એક પુત્રી-એમ ચાર જણ હતાં. એક દિવસ એમ બન્યું કે એક ભિલ્લને પશુઓ ચરાવતા ચરાવતા પારસમણિ પ્રાપ્ત થયો. પશુતુલ્ય તે પુલિન્દને પારસની પિછાન ન હોવાથી તે તેને ચકમક પત્થર માની ગજવામાં મૂકી ઘેર લાવ્યા. કુહાડા વગેરેની ધાર તેજ કરવા માટે કંઈક સમય તે કુહાડા વગેરેને તે પત્થર સાથે ઘસતો ત્યારે તે પીળા થઈ જતા, એટલે તેને લાગતું કે આ કાટવાળાં થઈ ગયાં ને બગડી ગયાં. તેથી નવા કુહાડા લેવા માટે તે મંડન લુહાર પાસે જ. એ પ્રમાણે અનેક વખત બનવાથી એક સમય તે ભિલે લુહારને વાત કરી. લુહારે તે પત્થર મંગાવ્યા. તેની પિછાન કરી, તે ભિલને રાજી કરી તેની પાસેથી પારસ લઈ લીધો. પછી તેણે વિચાર કર્યો કે આ પારસથી થયેલ સુવર્ણ, જે રક્ષિત સ્થાન નહિ હોય તે, લેકે લૂંટી જશે, માટે પ્રથમ એક રક્ષિત સ્થાન કરવું જોઈએ. એટલે તેણે પારસના પ્રભાવે લેહનું સોનું બનાવી તેને વ્યય કરી તે ગામની આજુબાજુ પહાડપર વિશાળ મજબૂત ગઢ બાંધો શરૂ કર્યો. મંડન અને તેને પુત્ર જુદી જુદી દિશાએથી ગઢ બંધાવતા બંધાવતા એક મોટી ખાઈ આગળ ભેગા થયા ત્યારે વિચાર્યું કે આ ખાઈ પૂરવી ઘણું કઠીન છે અને પૂર્યા છતાં રહે કે કેમ તે પણ સંભવિત નથી. માટે ત્યાં ૭૦૦-૭૦૦ પગથીયાં બાંધી ગઢ પૂર્યો કર્યો. પછી તેણે ત્યાં એક સુન્દર ગામની રચના કરી અને તેનું નામ “માંડવગઢ રાખ્યું. એ પ્રમાણે માંડવગઢ એ એક દુર્ગયુક્ત સુવ્યવસ્થિત સ્થાન બન્યું અને ત્યાં અનેક સંપત્તિએ આવીને રહેવા લાગી. કહેવાય છે કે પારસના પ્રભાવે મંડને ખૂબ સંપત્તિ એકઠી કર્યા પછી પિતાની પુત્રીના વિવાહમાં, પુત્રી પણ સુખી અને સમૃદ્ધ બને તે માટે, કન્યાદાનમાં તે પારસ આપે. પણ તે પુત્રીને તેની ઓળખાણ ન હોવાથી કમનસીબે ચીડથી તેણુએ પારસને નર્મદામાં ફેંકી દીધે. પાછળથી ઘણું શોધ કરવા છતાં તે ન મળે તે ન જ મળે.' - આ દંતકથા સિવાય વધારે સંભવિત એમ લાગે છે કે જ્યારે આર્યાવર્ત ઉપર ઈતના ઉપદ્રવ થવાનો સંભવ જણાવા લાગ્યો, ત્યારે માળવાના કોઈ સમર્થ રાજાએ રક્ષણ માટે આ સ્થળને યોગ્ય જાણી ત્યાં મજબુત કિલ્લે બાંધી નગરની રચના કરી હશે. અને પહાડ પર કિટલે જાણે એક માંડવો નાખ્યો ન હોય તેમ શોભે છે, માટે તેનું નામ માંડવગઢ રાખ્યું હશે, માંડવગઢ ઉપર રહેલી રાજસત્તાઓ કાના કાના રાજ્યમાં માંડવગઢે કેવી કેવી સ્થિતિ ભોગવી તે બતાવવા માટે પ્રથમ ત્યાં કયા કયા રાજાનું શાસન રહ્યું અને તે રાજાઓની કેવી પરિસ્થિતિ હતી તે જાણવું જરૂરી છે. આ સંબંધમાં Mandu : the city of Joy (માંડુ-ઘી સીટી ઓફ ય) એ પુસ્તકમાં આટલો ફેરફાર છે કે મંડન લુહારે તે પારસ જયસિંહદેવ રાજાને આવ્યો અને રાજાએ ગઢ બનાવ્યા. પછીથી રાજાએ પોતાની પુત્રીને કન્યાદાનમાં આપે ને તેણીએ તે નર્મદામાં નાખી દીધા, “ધાર રાજ્યકા ઈતિહાસ” એ પુસ્તકમાં ગઢ પૂર્ણ થયા બાદ જયસિંહદેવે પારસ પિતાના કુલગુરુને દક્ષિણમાં આ ને ગુરુએ પત્થર માની ક્રોધ કરી નર્મદામાં ફેંકી દીધો. નર્મદાતટે તેનું રહેઠાણ હતું. પછીથી રાજાએ ગુરુ પાસે પારસના વખાણ કર્યા ત્યારે તેની શું છે માટે તે ગુરુ નર્મદામાં કુદી પડયા હતા. પૂષ્કળ શોધ કરવા છતાં તે મળ્યો ન હતો. આજ પણ એ સ્થળે બીજા સ્થળે કરતાં પાણું ગહન અને વધારે ઊંડુ છે.—એ પ્રમાણે ઉલ્લેખ છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44