Book Title: Jain_Satyaprakash 1942 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૦૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૭ - “જે મહાવીર પ્રભુએ સિંહના ભવમાં પોતાને સ્વાભાવિક એવો માંસાહાર તજી દીધો હતો તેઓ મહામાનવના રૂપમાં એને કઈ રીતે ઉત્તેજી શકે?” એટલે કે મહાવીર પ્રભુના જીવન સાથે માંસાહારને કંઈ લેવાદેવા જ ન હોઈ શકે. એટલે તે શ્રી હેમચંદ્રાચાર્યજીએ વનસ્પતિ વિશેષ કહીને અને બીજા સન્માન્ય ટીકાકારોએ પણ એ જ અર્થ ઠસાવીને એનો ઉપસંહાર કર્યો છે. - ભ૦ મહાવીર અને માંસાહારને જે કંઈ સંબંધ ન હોઈ શકે તે પછી
વેતાંબરના વસ્ત્ર-સ્વીકાને અને મૂળ આગમ સાહિત્યને તેમજ માંસાહાર વચ્ચે પણ કોઈ પ્રકારનું સૂત્ર સંભવતું નથી. જેમણે પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય
જીવના જોખમે જાળવી રાખ્યું, ફરી ફરીને પરિષદ બોલાવીને આગમ સાહિત્યની વિશુદ્ધિ અર્થે પૂરતી સંભાળ રાખી તે સમાજને અને તેમના આગમને આ રીતે ઉતારી પાડવા એ સાચે જ દ્રષબુદ્ધિ તેમજ હદયનું છીછરાપણું બતાવી આપે છે. ભ૦ મહાવીર તે શ્વેતાંબર તેમજ દિગંબર ઉભય સંપ્રદાયને માટે માન્ય-આરાધ્ય છે. અજ્ઞાનથી પ્રેરાઈ શ્વેતાંબરના મહાવીરના અવર્ણવાદ પ્રચારવા એ પિતાના જ સંપ્રદાયની નહિ, પણ પવિત્ર અને લેકે પકારક જૈનદર્શનની અવહેલના છે. જેન ગજટેનું તંત્રીમંડળ એટલી સાવચેતી રાખે એમ અત્યારે તે ઈચ્છીએ.
તૈયાર છે, આજે જ મંગાવો. શ્રી જેન સત્ય પ્રકાશકની બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલે. મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા.
શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક—ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી લેખોથી સભર ૩૨૮ પાનાનો અંક. મૂલ્ય છ આના
[ટપાલ ખર્ચને એક આને વધુ ]. શ્રી પર્યુષણ પર્વ વિશેષાંકે–. મહાવીર સ્વામીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઈતિહાસથી સભર અંક મૂલ્ય—એક રુપિયે.
કમાંક ૪૩ મ–જેના દર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂપ લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય-ચાર આના.
ક્રમાંક ૪૫ –કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી લેખેથી સમૃદ્ધ અંક. મૂલ્ય–ત્રણ આના.
લખ–શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ
જેશિંગભાઈની વાડી: ધીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only