Book Title: Jain_Satyaprakash 1942 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫ ] શ્રી માંડવગઢની મહત્તા [ ૩૧૩ ] ગુલદસ્તર નામના પુસ્તક ઉપરથી એમ માનવામાં આવે છે કે આ રાજા પાછળથી મુસલમાન બની ગયો હતો. ચંગાલની કબર પાસે આની પણ કબર છે. આ પછી ૧૩૬૬ માં જયસિંહદેવ ચતુર્થ ગાદી પર આવ્યા અને તેના હાથમાંથી મોગલેએ સત્તા લઈ લીધી. અને સુબાના હાથ નીચે જુદા જુદા પરગણુઓ પર રાજ્ય ચાલવા લાગ્યું. પરમારનું રાજ્ય અહીં પૂર્ણ થયું અને મોગલેની સત્તા ચાલી. મોગલેના સમયમાં માંડવમાં હિન્દુઓનાં મંદિર આદિ સ્થાનોને પુષ્કળ નાશ અને ફેરફાર થયો તે પણ માંડવની શોભા અને સ્વત્વ પ્રકાશિત રહ્યાં હતાં. ૧૩૬ ૬ માં અલ્લાઉદ્દીનના સેનાપતિ મલિકા ફરે ધારનો કબજો લીધે અને ૧૪૫૪ સુધી એવી રીતે સેનાપતિઓના હાથ નીચે રાજ્યવ્યવસ્થા ચાલી. ૧૪૫૪ માં દિલ્લીના બાદશાહ પીરાજ તુગલકે દિલાવરખાનને માળવાના સૂબા તરીકે મેકલ્યો. તેના સમયમાં તૈમુર લંગડાએ હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરી હતી અને ચારે બાજુ ધમાલ મચી હતી. તે અવસરે મહમૂદશાહ દિલ્લીથી ભાગી ગુજરાત આવેલ, પણ ત્યાં સ્થાન ન મળ્યું ત્યારે દિલાવરખાંએ ત્રણ વરસ સુધી ધારમાં આશ્રય આપી સન્માનપૂર્વક રાખેલ. ૧૪૫૭ માં મહમૂદશાહ દિલ્લી ચાલ્યા ગયા પછી દિલાવરખાંએ પોતે માળવાને સ્વતંત્ર રાજા છે તેમ જાહેર કર્યું ને પિતાની આણ ફેલાવી. ધારમાં રાજધાની સ્થાપી. તે માંડવમાં વારંવાર જતો હતો ને મહિનાના મહિના સુધી ત્યાં રહેતો હતો. તેને માંડવમાં જૈન, હિન્દુ વગેરેનાં મંદિરે, કચેરીઓ, મકાન તોડી ફડી મરજીદ અને પોતાના ઉપયોગમાં આવે તેવા મકાન તરીકે ફેરવી નાખ્યા હતા. આખા નગરનું પરિવર્તન કરી તેનું માંડવ એવું નામ પણ બદલીને “શેદીયાબાદ” (The city of joy) એવું નામ રાખ્યું હતું. ૧૪૬૧ માં તેણે માંડવમાં તારાપુર દરવાજો બંધાવ્યો હતો જેને લેખ હાલ પણ ત્યાં છે. હિન્દુત્વને મેટો વિધ્વંસ આના સમયમાં થયો હતો. , ૧૪૬૧ થી ૧૪૯ સુધી દિલાવરખાંના પુત્ર હુશંગશાહગેરીએ રાજ્ય કર્યું. તેણે પિતાની રાજધાની માંડવમાં રાખી. ગુજરાતના સુલતાન સાથે અનેક વખત યુદ્ધ થયાં, પણ હારમાં માંડવગઢમાં ભરાઈ જવાથી તેનું સંરક્ષણ થતું હતું. આના સમયમાં અધિકાર પર વિશેષ જેને હતા. માંડવમાં સારાં સારાં મકાને, મનહર દિલ્લી દરવાજો કિલ્લાના કાંગરાની સુધારણા વગેરે આ રાજાએ કરાવ્યાં હતાં. ૧૪૯૧ થી ૧૪૯૨ સુધી હોશંગશાહના પુત્ર મુહમ્મદશાહગારીએ (ગિજની ખાને ) રાજ્ય કર્યું. રાજા ઘણો કમજોર પણ પ્રજાપ્રિય હતો. ૧૪૯૨ થી ૧૫૫ સુધી મહમૂદ ખીલજી પ્રથમે (આલમશાહ) રાજ્ય કર્યું. પિતે પ્રથમ ગિજની ખાનનો દિવાન હતો. પરંતુ રાજા કમજોર હોવાથી તેને વિષપ્રગથી મારી પોતે રાજા બન્યો. તેણે માંડવમાં હશંગશાહે શરુ કરાવેલ જુમાનજીદ, હુશંગશાહનો મકબરે, મુંજ તળાવ પરનાં કેટલાક મકાન વગેરે પૂર્ણ કરાવ્યાં હતાં. દિલ્હીના બાદશાહ સૈયદ મુહમ્મદની કમજોરીને કારણે કેટલાક અમીરેએ મહમૂદ ખીલજીને દિલ્હીના તખ્ત પર બેસવા બેલાવેલ પરંતુ યુદ્ધ થયું ને છેવટે કારણસર સંધી કરી તે માંડવ પાછો આવેલ. મેવાડ અને માળવાના રાજાઓને પિતાને રાજ્ય વિસ્તાર વધારવાની લાલસા હતી તેથી તે બન્નેના પરસ્પર યુદ્ધ થયાં હતાં. પણ એક યુદ્ધમાં પરિણામ શૂન્ય આવ્યું. બન્ને પક્ષે પિતતાને વિજયી માની પાછા ફર્યા. મેવાડના કુંભારાણાએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44