Book Title: Jain_Satyaprakash 1942 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરોલી જેન તીર્થ લેખક–શ્રી કાંતિલાલ મહાસુખભાઇ માકરોલા ( સભ્ય—પરાલી જૈન તીર્થ શ્રેયસ્કર મંડળ, વેજલપુર ) આ પરાલી તીર્થાંના જિનમારનું ચિત્ર આ માસિકના આ અંકના સુખપૃષ્ઠ ઉપર આપવામાં આવ્યુ છે. * આ તીર્થ પ્રભાવક હાઇ શ્રી. ભાયણીજી તીર્થની બીજી સુભગ આવૃત્તિ સમાન છે. ખાવીશમા તીર્થંકર શ્રી. નેમિનાથ પ્રભુજીની શ્યામ આરસની પ્રતિમાજી ( લગભગ–અઢી ફૂટ ઊઁચાઈની ) અહીં પ્રધાનપણે બિરાજમાન છે. તીના પુનીત નામને પ્રાપ્ત કરનાર મહદ્ ભાગ્યશાળી આ પરાલી ધામ દેવગઢબારીઆ સ્ટેટના તાબામાં ઠકરાતી ગામ છે. અહીંની વસ્તી બધી અજૈન છે, એની પાસે કરડ નામે નદી, પ્રશાંતપણે વહ્યા કરે છે. કેટલાંક વર્ષો પહેલાં આ નદીની કાઇ ભેખડ નજીકની થાળીમાં એ પ્રતિમાજી, ખાલી પત્થરની જેમ પડી રહ્યાં હતાં. આ વાતની જાણ થતાં આ તીર્થની પડેાશના વેજલપુર ગામના અને વડાદરા નજીક આવેલા છાણી (છાયાપુરી) ગામના જૈનસંઘે ત્યાં પહાંચી ગયા અને બળદ જોડેલા એક ગાડામાં શ્રી પ્રતિમાજીને પધરાવી, બંને સંધા પ્રતિમાજીને પોતપોતાના ગામમાં લઈ જવા ખેંચ પર ચઢયા. ત્યાં તે એ ગાડું હાંકનાર વિના પાતાની મેળે આ ગામમાં, અત્યારે જે સ્થળે શ્રી દેરાસરજી છે ત્યાં, આવી ઊભું. પછી, એ મેાજીદ સંધેાના અનેક પ્રયત્ન છતાં જ્યારે એ ગાડું ત્યાંથી ન ચસ્યું ત્યારે, પ્રભુજીની અહીં વસવાની મરજી છે, એમ સમજી, ત્યાં દેરાસરજીનું સ્થાપન કરી એમાં એ પ્રતિમાજીની પણ પ્રતિષ્ઠા કરી. આજે પણ “સાચા દેવ”નું એ પ્રતિમાજીને લગતું બિરુદ લેાકજિહ્વાએ સતત પ્રકાશ્યા કરે છે. આ પ્રતિમાજીના પ્રભાવની છાપ અજૈન વસ્તી ઉપર પણ સારા પ્રમાણમાં પડી છે. . આ તીર્થને લાભ લેવાના ઇચ્છુકને, ખીજા કાઇ પણ રસ્તા કરતાં, આની પડેાશના વેજલપુર (જિ. પૉંચમહાલ) ગામે થઈને જવું ખૂબ સુગમ-હેલું અને સગવડભર્યું છે. એ ગામમાં જૈનેાની વસ્તી હૈ।વા ઉપરાંત, જેમાં શ્રી. આદીશ્વર દાદાની પ્રતિમાજી મુખ્ય પણે બિરાજે છે, એવું શ્રી દહેરાસરજી પણ છે. જેને વિ. સં. ૧૯૮૨ માં શ્રી શત્રુંજય ઉપરની દાદાની ટ્રેકના દેરાસરજીના ધાટે જીર્ણોદ્ધાર કરાવ્યા છે. પાલીના યાત્રાળુને એના દનને લાભ પણ મળી શકે. બી. બી. સી. આઇ. રેલ્વેની વડાદરા-ગાધરા લઈન ઉપર આવેલા ખરસાલી સ્ટેશનથી આ વેજલપુર ગામ એક માઇલ દૂર છે. ભાડાની ઘેાડાગાડીએ તેમ મેટરની પણ આ સ્ટેશને સગવડ છે. આ ગામથી પરાલી તીર્થ” માત્ર છ સાત ગાઊ દૂર છે. અને ત્યાં જવા માટેનાં સાધના યાત્રાળુને નજીવા ખર્ચે અહીં મળી રહે છે. એટલે યાત્રીઓને આ રસ્તે આ પુનીત તીને લાભ લેવા વધુ સરળ ને સગવડ ભર્યું છે. ફક્ત પાકી સડકનેા રસ્તે ન હેાવાને કારણે ચેમાસામાં કંઇક અગવડતા રહે છે. પરંતુ આગળપાછળના રસ્તાઓ તૈયાર થવાના હાઇ તે એગવડતા દૂર થશે એવી આશા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44