Book Title: Jain_Satyaprakash 1942 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૧૬ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ વગેરે હતાં. જુદા જુદા સૂબાઓની ત્યાં સત્તા રહેતી હતી. આ સમયમાં માંડવ પર કોઈએ પણ વ્યવસ્થિત સત્તા ભોગવી નહતી. કારણ કે વારંવાર મરાઠાઓ વગેરેના હુમલા થયા જ કરતા હતા. ૧૭૫૨માં ભારેપુરાના ઘાટથી માંડવપર મરાઠાઓએ હલ્લો કર્યો હતો. અને પિતાના કબજામાં માંડવ લીધું હતું. ઉદાજીરાવ પવારે પણ માંડવ પર કબજો મેળવી ધ્વજા રોપી હતી. પણ ૧૭૬૫માં ત્યાંથી તેમને ભાગવું પડયું હતું. પેશ્વાઓએ માળવાના અમુક પ્રદેશ પર સત્તા જમાવીને ૧૭૭૮માં ઉદાજીરાવને માંડલ પરગણું સુપ્રત કરવામાં આવ્યું હતું. તે સમયે ગિરધર બહાદૂર નામનો માળવાનો સૂબે હતો તેને ઉદાજીરાવે અને બાજીરાવના ભાઈ ચીમનાજીએ તિરલામાં હરાવ્યો હતો. વળી ૧૭૮૭ માં ફરી બાજીરાવ ઉદાજીરાવ વગેરેને ગિરધર બહાદુરના હાથ નીચેના સૂબા દયા બહાદુર સાથે લડવું પડયું હતું અને તિરલા પાસે બે હજાર સિપાઈ એ સાથે તે માર્યો ગયો હતો. અને પછીથી તે સર્વ પ્રદેશ ઉદાજીરાવને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી તેમના વંશજો માંડવ પર સત્તા ભોગવે છે. - ૧૮૦૫ સુધી આનંદરાવ પહેલાએ રાજ્ય કર્યું. તેઓ બાજીરાવ પેશ્વાના સલાહકાર હતા. પેશ્વાને તેમના ઉપર સારે પ્રેમભાવ હતે. ઉદાજીરાવ પોતાના અભિમાની સ્વભાવને કારણે પેશ્વા પાસેથી રાજ્યની સનદ મેળવી શક્યા નહતા તે આમણે મેળવીને રાજ્ય વ્યવસ્થિત કર્યું હતું. અને રાજધાની ધારમાં સ્થાપિત કરી હતી. ૧૮૧૭ સુધી યશવંતરાવ પ્રથમ રાજા રહ્યા. તેઓ ઘણું શૂરવીર હતા. અને ૧૮૧૭ માં પાણિપતના યુદ્ધમાં માર્યા ગયા હતા. ૧૮૩૬ સુધી ખંડેરાવ પવારે રાજ્ય કર્યું. તે અઢી વર્ષની ઉંમરે ગાદી પર બેઠા હતા. રાજ્ય દિવાનની દેખરેખ નીચે ચાલતું હતું. પિતાના ભેળા સ્વભાવને કારણે તેમના સમયમાં રાજ્યમાં ઘણું અશાન્તિ ઉત્પન્ન થઈ હતી. ૧૮૬૩ સુધી આનંદરાવ પવાર બીજાએ રાજ્ય કર્યું. આમના સમયમાં અવ્યવસ્થા ઘણી જ વધી ગઈ હતી. ૧૮૬૩માં તેમનો સ્વર્ગવાસ થયો તે સમયે તેમનાં પત્ની મેનાબાઈએ ઘણુ કષ્ટપૂર્વક રાજ્યનું સુકાન સાચવ્યું હતું. મુરારી નામને દિવાન રાજ્યભને કારણે રાણીને દેહકષ્ટ આપવા પૂર્ણ પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે મેનાબાઈએ માંડવગઢના કિલ્લામાં રક્ષણ માટે નિવાસ કર્યો હતો અને ત્યાં તેને એક પુત્રનો જન્મ પણ થયો હતો. તે રામચંદ્રરાવ પ્રથમ થયા. ને અઢી વર્ષમાં ૧૮૬૬માં તેમનું અવસાન થતાં મહારાણીએ એક દત્તક પુત્ર લઈને રાજ્ય સેપ્યું હતું. તે રામચંદ્રરાવ દ્વિતીય ૧૮૬૬ થી ૧૮૮૯ સુધી રાજા રહ્યા. તે સમયમાં ઘણું અવ્યવસ્થાને કારણે અંગ્રેજ સરકારે રાજ્યનો કેટલેક કાબુ લઈ લીધો હતો ને છેવટે ૧૮૭૫માં સંધી થયા પછી વ્યવસ્થિત રાજ્યતંત્ર સેપ્યું હતું. ૧૮૮૯ થી ૧૯૧૩ સુધી યશવંતરાવ દ્વિતીય રાજા રહ્યા. તે વિદ્યાવિલાસી, દયાળુ અને દાનશીલ હતા. ૧૯૧૩ થી ૧૯૫૪ સુધી આનંદરાવ તૃતીય રાજા રહ્યા. તે ઉદાર અને કાર્યદક્ષ હતા. ૧૯૫૪ થી ૧૯૮૨ સુધી ઉદાજીરાવ દ્વિતીય રાજા થયા. તે શિક્ષિત અને ચતુર હતા. તેમની પછી હાલમાં આનંદરાવ ચતુર્થ રાજ્ય કરે છે. છે એ પ્રમાણે માંડવ પર કેની સત્તા રહી તેનું વિવેચન પૂર્ણ થયું. હવે કેના કેના સમયમાં માંડવગઢમાં જૈનધર્મની કેવી કેવી ઉન્નતિ થઈ તે હવે પછી જોઈશું. [ ચાલુ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44