Book Title: Jain_Satyaprakash 1942 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૩૦૪ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ * [ વર્ષ પણ સૂર્યમિત્ર, ભાનુમિત્ર, વિષ્ણુમિત્ર, ભદ્રષ, ધ્રુવમિત્ર, જયમિત્ર, ઈન્દ્રમિત્ર, ફગુનીમિત્ર અને બૃહસ્પતિમિત્ર વગેરે અહીં રાજ્યકર્તા થઈ ગએલ છે. તેમ જનરલ કનિગહામે એક સિક્કો ગુપ્તવંશીય મહારાજા હરિગુપ્તને શોધી કાઢેલ છે જેની છાપ પર પુષ્પ સહિત કલશx બતાવેલ છે. – કનિંગહામ-આર્કિ. સ. ઑફ ઈન્ડીયા, વૅલ્યુમ. ૧) મહારાજા હરિગુપ્ત આ પ્રદેશના રાજ્યશાસને હતા. પાછળથી તેઓએ જૈન દીક્ષા અંગિકાર કરી પિતાનું નામ આચાર્ય હરિગુપ્ત રાખેલું હતું. તેઓ લુણરાજા તેરમાણુના ગુરુ તરીકે હતા. તેમણે માળવાના રાજા દેવગુપ્તને જૈનદીક્ષા આપી પિતાના શિષ્ય બનાવ્યા હતા. –(કુવલય માળા (પ્રાકૃત) શક. સં. ૭૦૦ જેસલમેર ભંડાર–તાડપત્ર.) ઈ. સ. ત્રીજી શતાબ્દિના મધ્ય ભાગમાં ગંગવંશીય મહારાજા વિષ્ણુગેપ થઈ ગએલ તે જૈનધર્મને માનનારે હતો. તેમ પ્રસિદ્ધ મહારાજા મોરધ્વજ (મયુરધ્વજ ) આ પ્રદેશ પર રાજ્ય અમલ કરી ગએલ છે. તેના સમયમાં જૈનધર્મ એ રાષ્ટ્રધર્મ હતો. પુરાતન જૈન અવશે –આ સ્થાનની શોધખોળ સન ૧૮૯૨ માં 3. કૂહરરે કરી તેમાંથી મળી આવેલ વસ્તુઓ સંબંધી તેમના રીપોર્ટમાં જણાવેલ છે કે–આ પુરાતન સ્થાનમાં મળી આવેલ મૂર્તિઓ, પબાસનો તેમજ શિલ્પકામના અવશેષો કુશાન રાજ્યકાળ સમયના છે. આમાં એક પુરાતન જૈન મંદિરના ખોદકામમાંથી એક જૈનમુર્તિ મળી આવેલ છે તેની ડાબી બાજુનો કેટલોક ભાગ તુટી ગએલ હાલતમાં છે. મૂર્તિ પબાસન સહિત ધ્યાનમુદ્રાએ પદ્માસને છે. પબાસના ભાગમાં બંને બાજુએ ઉભેલ એક એક સિહ છે. વચ્ચેના 'ભાગમાં ધર્મચક્ર છે. ધર્મચક્રની આજુબાજુ કેટલાક પુરુષો અને સ્ત્રીઓ સામસામે વંદન કરતાં જણાય છે. આ મૂર્તિનું શિલ્પકામ ગ્રીક શિલ્પકાળમાં–“ઈન્ડો કરીનથી અન” Indo 'Corinthian ઢબનું છે. મૂર્તિને નીચેના પબાસનમાં બ્રાહ્મી લિપિમાં શિલાલેખ આ પ્રમાણે કાતરાએલ છે. “હું ૨૨ ના છ માસ ૨૨ વિવરે ઇતિપૂર્વક વાટિન વાનમાંदासियानो कुलातो अने उच्चनागरी शाखातो जेनिस्य आर्यपुसिलसय." " ભાવાર્થ–સં. ૧૨ ના વરસાદના મહીનામાં અગીઆરમે દિવસે કૌટિયગણ બમભાડાસિયા કુલ અને ઉનાગરી શાખામાં આર્ય પુસિલસ વ. xhશ એ જેનું પવિત્ર ચિહ્ન છે, જે કૈલાસનું સૂચન કરાવે છે. આવી જાતના કલાના સિકકા કાશ્મીર રાજ્યમાંથી મળી આવે છે. ૧ ઉચ્ચનાગરી શાખા કયાંથી નીકળી અને તેનું મૂળ ક્યાં એ વિષે અત્યાર સુધી કોઈ પણ વિદ્વાને તેનું સંશોધન કરેલ જણાતું નથી. પરંતુ જનરલ કનિંગહામે પિતાના આર્કિઓલોજિકલ સર્વે વોલ્યુમ ૧-૨ માં ઉચ્ચનગરને ઉછછાનાગર નામ સાથે ઓળખાવી તેને બુલંદશહેર પાસે બતાવેલ છે. પુરાતન જેન સાહિત્ય પરથી ઉચ્ચલ યાને ઉચ્ચનગર નામનું પુરાતન સ્થાન તક્ષશિલાથી ઉત્તર-પશ્ચિમે આવેલ હતું. જેમાંથી ઉચ્ચનાગરી શાખાને જન્મ, પ્રસિદ્ધ જૈન વાચક આર્ય શાંતિશ્રેણિકે સ્થાપિત કરેલ સિદ્ધ થાય છે. ઉચ્ચનાગરી શાખામાં વેતામ્બર જૈન શ્રમણ વંશ ગણાય છે. ૧ કુવલયમાળા (પ્રાકૃત) જેસલમેર ભંડાર તાડયત્ર. ૨ દશાશ્રુતસ્કંદ અને મથુરાના શિલાલેખે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44