Book Title: Jain_Satyaprakash 1941 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] નિનવવાદ [૪૩૯ ] નક્તચર, ચેર કે લુંટારૂ. અમે તે વિશુદ્ધ સંયમ પાળનારા આચારવિચારથી પવિત્ર મુનિઓ છીએ. કેટલાક સમયથી અમારા ગચ્છનાયક મુનિઓ સાથે મતભેદ પડવાથી જુદા વિચરીએ છીએ, માટે તું અમારા પ્રત્યે આવી શંકા કે વહેમ ન રાખ અને અમને મુકત કર ! રાજા-મુનિઓ ! તમે કહો છો કે અમે સાધુઓ જ છીએ ને અન્ય કોઈ નથી, તે પણ વિશ્વાસ શું આવે કે તમે મુનિઓ જ છે? કારણ કે તમને પિતાને જ તમારામાં વિશ્વાસ નથી તે પછી મને તે ક્યાંથી જ હેય? | મુનિઓ-રાજન ! અમે મુનિઓ જ છીએ, અમને અમારામાં વિશ્વાસ છે. વળી અમે કદી પણ અસત્ય બેલતા નથી, માટે અમારું કથન સત્ય માની અમને શિક્ષા ન કરે ! - રાજા-મુનિઓ ! જે તમને તમારામાં વિશ્વાસ છે કે તમે માને છે કે મુનિઓ કદી જુઠ ભાષણ કરતા નથી, તે શું ? તમે પ્રભુ મહાવીરના શાસનમાં માનતા નથી ! જો વીતરાગ પ્રભુની આજ્ઞાને માનતા હે તે શા માટે તમારા જયેષ્ઠ ને ચારિત્ર પયાર્થે વૃદ્ધ મુનિઓને વન્દનાદિ કરતા નથી? શું તેઓ જુઠ કહે છે કે અમે દેવ નથી, મુનિઓ જ છીએ. મુનિઓ-રાજન ! સત્ય છે. આજ સુધી અમે ભ્રમમાં હતા. તારા કથનથી અમારી ભ્રમ દૂર થયે છે ને હવે અમને સમજાય છે કે અમારું આ વર્તન અયોગ્ય છે. હવેથી અમે પરસ્પર પર્યાય પ્રમાણે વંદનાદિ કરીશું, કારણ કે જે પ્રમાણે અમે કહીએ છીએ કે અમે મુનિ છીએ ને તે બીજાએ સત્ય માનવું જોઈએ તે બીજા મુનિ જે કહે છે કે અમે મુનિ છીએ તે તે અમારે પણ સત્ય માનવું જ જોઈએ. અમે બીજા પર વિશ્વાસ ન રાખીએ તે અમારા પર બીજા કેમ વિશ્વાસ રાખે? અને જો એમ વિશ્વાસ લોપાય તે વ્યવહારમાર્ગ જ નાશ પામે. માટે હે રાજન ! આજ સુધીના આ અશુદ્ધ આચરણની અમે આલોચના કરીશું અને આજથી વૃદ્ધ મુનિઓ સાથે રહી સમુદાયના આચારમાં સ્થિર થઈશું. રાજા-પૂજ્ય ગુરુ ! મારા અવિનીત આચારણ માટે મને ક્ષમા કરજે. મેં તમારા પ્રત્યે આ વતન જે કર્યું છે તે ફકત તમને સમજાવવા માટે. મને તમારા પ્રત્યે કઈ જાતને ક્રોધ યા દ્વેષ નથી, છતાં આ સમ્બન્ધમાં મારાથી તમારા પ્રત્યે જે કંઈઓછુવતું બેલાયું હોય, બહુમાન ન સચવાયું હોય તેની માફી યાચું છું, ને આપ સર્વેને સંયમના શુદ્ધ માર્ગમાં વિહરવાને વિનતિ કરું છું. આ રીતે મુનિઓ ગ૭માં આવીને પ્રાયશ્ચિત્ત કરી ફરીથી પૂર્વની જેમ રહે છે અને સંયમની સારી રીતે પાલન કરે છે. છેવટે વિશુદ્ધ રીતે મુનિધર્મની આરાધના કરી શુભગતિના ગામી બને છે. મુનિઓના સમજી જવાથી “અવ્યક્તવાદ ફેલાવે નહિ અને થે સમય ઝળહળી છેવટે શાંત થઈ ગયો. [ચાલુ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48