Book Title: Jain_Satyaprakash 1941 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ ઘણી યુકિતપ્રયુકિત પૂર્વક તેઓને સમજાવે છે, પરંતુ તેઓ પિતાનો કદાગ્રહ છોડતા નથી. ત્યારે વૃદ્ધ મુનિઓ વિચારે છે કે હવે આ મુનિઓ સાથે સંબંધ રાખવે ઉચિત નથી. એક સડેલ પાન ગમે તેવું રૂડું દેખાતું હોય તે પણ દૂર કરવું જોઈએ, નહિ તો તે બીજા અનેકમાં સડે ઘાલે છે. આચારભ્રષ્ટ કરતાં વિચારભ્રષ્ટ આત્મા વધારે ભયંકર છે. એમાં વિચારી વૃદ્ધ મુનિઓ તેઓની સાથે વ્યવહાર બંધ કરે છે ને તેઓને સમુદાયની બહાર કરે છે. આ પ્રસંગે શ્રી રાજગૃહ નગરમાં બભદ્ર નામે રાજા રાજ્ય કરે છે. તે રાજા મૌર્ય વંશી છે. જેમ પુષ્પરાવર્તને મેઘ વરસ્યા પછી હજારો વર્ષ સુધી જમીનમાં રસકસ કાયમ રહે છે ને નવાં નવાં ધાન્ય ઉત્પન્ન થતાં રહે છે તેમ રાજગૃહમાં પણ પ્રભુ મહાવીર સ્વામીએ જે ઉપદેશ વરસાવ્યો હતો તેની અસર હજુ નષ્ટ થઈ નથી. તેથી જનતામાં ધાર્મિક જાગૃતિ હજુ જેવી ને તેવી જ છે. રાજા બલભદ્ર પણ આહત ધર્મમાં રત છે, અચલ શ્રદ્ધાળુ છે. જ્યારે તે કર્ણોપકર્ણ આ અપવ મુનિઓનું વૃત્તાન્ત સાંભળે છે ત્યારે તેને ખેદ થાય છે. ધાર્મિક આત્માને ધર્મની જરી પણ ઓછાશ આવાત પહોંચાડે છે. બળાત્યારથી તે સત્તાથી મુનિઓને સમજાવ્યા સિવાય કેવળ આજ્ઞાથી જ તેઓને ઠેકાણે લાવવા તે સમર્થ છે, તો પણ એ માર્ગ અવિનયનું શિક્ષણ આપતા હોવાથી તે ગ્રહણ કરતો નથી અને કેઈક સરળ અને સાદા માર્ગને વિચાર કરે છે. કેટલાક સમય બાદ સંધાડાથી છૂટા પડેલા મુનિઓ રાજગૃહ નગરમાં આવે છે. રાજાને ખબર પડે છે કે તે મુનિઓ આ નગરમાં આવ્યા છે, એટલે તરત જ તે પોતાના સિપાઈઓને મોકલી મુનિઓને પિતાની પાસે બેલાવી મંગાવે છે. અને સિપાઈઓને હુકમ કરે છે કે, “ જાવ આ મુંડકાઓને હાથીને પગે કચરી મારો. આ લેકે કઈ દુષ્ટ જણાય છે.' સિપાઈઓ રાજઆજ્ઞા પ્રમાણે હસ્તિ સૈન્ય લાવે છે. એટલે મુનિઓ અને રાજા વચ્ચે નીચે પ્રમાણે વાર્તાલાપ થાય છે: મુનિઓ-રાજન ! અમે સાંભળ્યું છે કે રાજગૃહને રાજા મૌર્ય બલભદ્ર જૈન છે ને અરિહન્તને ઉપાસક છે, સાધુઓ પ્રત્યે પૂજ્યભાવ રાખે છે, તે પછી તું શા કારણે અમારા પ્રત્યે આવું ગેરવર્તન રાખે છે? અમે નથી કર્યો તારે કંઈ અપરાધ કે તારું કે તારા રાજ્યનું કંઈ બગાડયું નથી, કે નથી લેપ્યું તારું કોઈ ફરમાન, તે શા માટે અમને આવી પ્રાણુન્ત શિક્ષા કરે છે? રાજા-લુચ્ચાઓ ! હું સમજું છું. કેણે કહ્યું કે હું શ્રાવક છું?' તમે શાથી જાણ્યું કે હું જૈન છું? તમારી અવ્યકત દૃષ્ટિએ તે હું ગમે તે છું. સમજે કે હું જેને નથી ને શ્રાવકે નથી. અને મને પણ તે રીતે શી ખબર પડે કે તમે મુનિઓ છે. હું તો એમ સમજુ છું કે તમે કઈ લુટારાઓ કે ધાડપાડુઓ છો અને મને ફસાવવા માટે આ મુનિને વેષ લઈ કઈ શત્રુ રાજા તરફથી ગુપ્તચર તરીકે આવ્યા છે. માટે મેં તમને જે શિક્ષા કરી છે તે યોગ્ય જ છે. મુનિઓ-રાજન ! નથી અમે લુચ્ચા કે નથી ધાડપાડુઓ. નથી ગુપ્તચર કે નથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48