Book Title: Jain_Satyaprakash 1941 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨]. ત્રણ પ્રાચીન જૈન ગુફાઓ [૪૪] પડસાલની જમણી તેમજ ડાબી દિશા તરફ પાંચ ફીટ ઊંડી, ચૌદ ફીટ લાંબી અને છ ફીટ પાંચ ઈંચ ઊંચી એવી બે ઓરડીઓ આવેલ છે. ત્રિકેણવાળ દરવાજામાં દાખલ થતાં થાંભલા જુદા ઉભેલા દેખાય છે. બીજી ત્રણ દીવાલે ઉપર ખુલ્લી રીતે કેતરકામ પૂરું કરેલ છે. પાછલની દીવાલના મધ્યમાં ચોવીસમા તીર્થંકર પ્રભુમહાવીર પબાસન ઉપર ત્રણ સિંહની સાથે બિરાજમાન છે. તેમની પાછલના ભાગમાં કેટલાક ભકતે, પૂજારીઓ ઊભેલા છે. પ્રભુ મહાવીરની જમણી બાજુએ એક માણસ એમ સી પાઈ મૂર્તિના માથા ઉપરના પાંચ ફણવાળા સર્પની પૂજા કરતા દેખાય છે. માણસના માથાની પાછળ અને દીવાલની આસપાસ બાર માણસના આકાર કતરેલા છે. દીવાલને છેવાડે જમીન ઉપરનાં પગલાંની પાછલ ભકત ઊભેલા છે. બીજી બાજુએ દીવાલના નાક ઉપરના એક હાથી ઉપર તેમનામાંના ત્રણ ભકત બતાવેલ છે. ફકત આ ઓરડીમાંનાં કેટલાક ચિત્રોમાં ચીરા પડેલ છે આ ઓસરીના થાંભલા અને બરાબર મળતી ઓરડીઓ કે જે બીજી બાજુ આવેલ છે તે ખૂણું પાયા વિનાની છે, ત્યાં એક લાકડાનું બારણું ત્રિકોણવાળા ભાગને બંધ કરવા માટે ગોઠવેલ છે. આ ગામનું નામ પ્રાચીન સમયમાં આર્યપુર હતું. અહીં મળી આવેલ શિલાલેખ ઈ. સ. ૬૩૪ નો છે. [૨] અઈહલની જન ગુફા બદામીની ગુફા કરતાં અઈહેલની ગુફ કંઈક મોટી છે. ગામથી નૈઋત્ય ખૂણામાં આવેલ એક ખડકબંધ ટેકરીની મોખરે આવેલ છે. તેની પડસાલ અંદરના ભાગમાં આશરે બત્રીસ ફૂટ જેટલી લાંબી છે. પડસાલની પહોળાઈ સવા સાત ફૂટ છે. પડસાલ આગળના ભાગમાં ચાર ચેરસ સાદા સ્થંભોથી કવાયેલી છે. એ સ્થભોની આગળના ભાગમાં એક દીવાલ બાંધવામાં આવેલ છે. પડસાલના ઉપલા ભાગમાં મકરે, ફૂલો વગેરેનું શિલ્પકામ કરેલું છે અને દીવાલની ડાબી બાજુના છે. બદામીની ગુફાની માફક સહસ્ત્રફણા પાર્શ્વનાથ આવેલા છે. મૂર્તિની સેવામાં નાગ-નાગિણી જોવામાં આવે છે. જેમને છેડે બે સ્ત્રીઓથી પરિચારિત એક જિનભૂતિ ઊભેલી જોવામાં આવે છે. એ મૂર્તિની પછવાડે એક ઝાડ છે, જેની શાખાઓમાં ડાબી બાજુએ બે આકૃતિઓ છે. ઓરડાનું પ્રવેશદ્વાર આઠ ફૂટ પહોળું છે અને બે સ્થળેથી આ પ્રવેશદ્વાર વહેચાઈ જાય છે. એક બ્રાહ્મણી ગુફા જે બહુ જ દૂર નથી, તેના જ થંભોને લગભગ મળતા આજ સ્થા છે. ખંડની લંબાઈ ૧૫ ફૂટ અને પહોળાઈ ૧૭ ફૂટ ૮ ઈંચની છે. તેનું છાપરું એક હેટા મધ્યસ્થ કમળ અને ખૂણુઓ ઉપરના ચાર બીજા કમળોથી કાતરવામાં આવેલ છે. એ ઉપરાંત છાપરાના મધ્ય ભાગમાં મકર, માછલાં, ફૂલે અને મનુષ્યનાં માથાઓ કાતરાએલ જોવામાં આવે છે. ખંડના પાછલા ભાગમાં બે દ્વારપાલે છે, જેમનાં મસ્તકને પોશાક એલીફન્ટાની ગુફાના શિલ્પકામ જેવો ઊંચો છે. એક વામન પુરુષ એક દ્વાર પાલની અને એક વામનરૂપી ૧ આર્કિઓલોજીકલ સર્વે ઓફ ધી બોમ્બે પ્રેસીડન્સી. પૃ. ૩૭-૩૮. Journal of the Bombay Royal Asiatic Society Vol. IV. P. 460 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48