Book Title: Jain_Satyaprakash 1941 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ ભાગીદાર નહીં બને. હે રાજન ! મૃત્યુ અનિવાર્ય છે. સ્વજને સ્વાર્થી છે. અને આ વસ્તુઓ વિનાશી છે. આ ભોગ ને વિલાસની કયાંય તૃપ્તિ નથી, એમાં કયાંય સુખ નથી. રાજન્ ! “તૃvir a fif વયમેવ :” એ યાદ રાખજે ! અનાદિકાલથી આ જીવ આ સંસારનાં સુખ ને દુઃખોને ભગવતે આવ્યા છે છતાં તે તૃપ્તિ નથી પામત.
सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोप्यहो ।
भिक्षुरेकः सुखीलोके ज्ञानतृप्तो निरञ्जनः ॥ ' “વિષયથી નહિ તૃપ્ત થયેલા ઇન્દ્ર, ચક્રવતિ, વાસુદેવ કે રાજા મહારાજાઓ વગેરે પણ સુખી નથી, જ્યારે જ્ઞાનથી તૃપ્ત થયેલા અને નિરંજન-કમલથી રહિત એક ભિક્ષુ સાધુ સાચા-ખરા સુખી છે.”
હે રાજન્ ! અમારા જેવા સાધુઓને જે સુખ, જે શક્તિ અને જે આનંદ છે તે સંસારીઓનેતમારા જેવા રાજા મહારાજાઓને નથી. રાજન ! કાજળના ઘર જેવા સંસારમાં રહેતો, સ્વાર્થમાં તત્પર સમગ્ર લેક કર્મથી લેપાય છે, પણ જે જ્ઞાન વડે સિદ્ધ પુરુષ છે તે લેખાતો નથી.
રાજા-પ્રભુ આપની વાત હવે મને સમજાય છે. આપની અમૃત વર્ષાવનારી આ વાણી મારા હૃદયને ખળભળાવી રહી છે. મને લાગે છે કે મારાં આટલાં વર્ષોમાં મને જે શાંતિ, સુખ અને આનંદ નહેતાં મળ્યાં તે અત્યારે પ્રાપ્ત થયેલાં છે. પ્રભુ ! મને સમજાવે કે સુખ ને દુઃખ શું છે ? મુનિરાજ–રાજન ! સાંભળ:
परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखम् ।
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः । પારકાની આશા—લાલસા કરવી એ મહાદુઃખ છે અને નિસ્પૃહપણું એ મહાસુખ છે. સુખ અને દુઃખનું આ સંક્ષેપથી લક્ષણ કર્યું છે.”
રાજા–પ્રભુ, આ તે આપે મારા હૃદયની વાત કહી દીધી. ઘણા વખતથી મને એમ થતું હતું કે સુખ ક્યાં છે? આપે આજે મને માર્ગદર્શન કરાવ્યું. પ્રભુ સ્પૃહાના નાશને માર્ગ બતાવે. મુનિરાજ–
छिदन्ति ज्ञानदात्रेण स्पृहाविषलतां बुधाः ।। આત્મજ્ઞાની પુરુષે જ્ઞાનરૂપ દાતરડા વડે પૃહતરૂપ વિવેલીને છેદે છે.” રાજા–પ્રભુ, હવે તૃપ્તિ શાથી થાય છે તે બતાવે એટલે બસ. સુનિરાજ–રાજન્ ! સાંભળ–
पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् ।
साम्यताम्बुलमास्वाद्य तृप्ति याति परां मुनि ॥ જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને ક્રિયારૂપ કલ્પવલ્લી-સુરલતાનાં ફળને ખાઈને; અને
For Private And Personal Use Only