Book Title: Jain_Satyaprakash 1941 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંયતિરાજ લેખક-મુનિરાજ શ્રી ન્યાયવિજયજી પ્રાતઃકાલને વખત છે. મંદ મંદ વાયુની લહેર વહી રહી છે. બાલ ભાસ્કર આકાશ પટ પર પિતાનાં પ્રકાશકિરણે ફેલાવતે અંધકારના વિજયના ગૌરવથી આગળ વધી રહે છે. આવા સમયે એક મુનિરાજ પાંચાલ દેશના વિશાલ અરણ્યમાં એક તરૂવરની નીચે ધ્યાન મગ્ન ઊભા છે. તેમના બહેરા ઉપર તપસ્યાનું તેજ, બ્રહ્મચર્યનું ઓજસ, જ્ઞાનને પ્રકાશ અને ચારિત્રને પ્રતાપ ચમકી રહ્યાં છે. તેમનું મૌનવ્યાખ્યાન સાંભળવા જંગલનાં અનેક પશુ પંખીઓ તેમના ચરણે બેઠાં છે. નિર્ભય બનેલા મુનિ મહાત્મા આત્મચિંતનમાં મગ્ન બની સહજાનંદ લૂંટી રહ્યા છે. ' मिथ्यात्वशैलपक्षच्छिज्झानदभोलिशोभितः । निर्यः शक्रवद् योगी, नन्दत्यानन्दनन्दने । “મિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર એવા જ્ઞાનરૂપ વજ વડે ભાયમાન. શક્કની જેવા નિર્ણય યોગી આનંદરૂપ નંદન વનને વિષે આનંદ-સહજાનંદ અનુભવે છે.” આ સમયે કપિલાને રાજવી સંયતી પોતાના મિત્ર સાથે શિકાર માટે વનમાં આવ્યું છે. આખા જંગલને તેણે હાથી અને ઘોડાઓથી ઘેરી લીધું છે. જંગલના પશુ પિતાની રક્ષા માટે દોડાદોડ કરી મૂકે છે. કેટલાએક પશુઓ તો મુનિરાજના ચરણે બેસી અભયની ભિક્ષા માગી રહ્યા છે. મુનિજી મૌન છે. ત્યાં દૂરથી શિકારી રાજા એક હરણ પાછળ દોડતે ચા આવ્યું. તેનું બાણ છૂટયું અને એક મૃગલીને વાગ્યું. મૂચ્છ ખાઈને એક ચીત્કાર સાથે જ જમીન પર પટકાઈ તેણે પ્રાણ છોડયા. રાજા ઉત્સાહભેર આગળ વળે ત્યાં ઝાડની નીચે વેલના ઓથમાં જાણે તપાવેલું તેનું હોય એવા ચમકતા દેવાળા એક મુનિરાજને જોયા. જોતાં જ એને ય લાગ્યો. મારું બાણ આ મહાત્માને તે નહિ વાગ્યું હેય? આ હરણિયું આ ઋષિ-મહર્ષિનું તે નહિ હોય ? અહા ! મેં આમને મહાન અપરાધ કર્યો છે ! આવા તપસ્વી અને ત્યાગી મહાત્માને દુ:ખિત કરવાથી તેઓ મને શ્રાપ તે નહિ આપે? એમ વિચારતે રાજા મુનિરાજની સમીપે આવ્યો. ઘોડા પરથી નીચે ઉતરી કંઈક ભક્તિ, ડર અને પ્રેમથી મુનિરાજના ચરણે શિર ઝુકાવ્યું. મુનિરાજ મૌન હતા. મુનિરાજના મૌને રાજાને અકળાવ્યો. ક્ષણભર તેને ડર અને ભય ઉત્પન્ન થયા કે રખેને આ મહારાજ મને શ્રાપ આપે ! રાજા વધુ વિનમ્ર બની પિતાને પરિચય આપતાં બેઃ “મુનિવર ! હું પંચાલ દેશને રાજા સંયતિ છું, આપ મારે અપરાધ માફ કરે ! હે મુનિવર ! આપ તપસ્વી છે, સંયમી છે, મારા અપરાધથી કુપિત થઈ મને શ્રાપ ને આપશો. તપસ્વીઓ લબ્ધિધારી હોય છે. તેમના કેપ ભાજન બનનારને તેઓ શ્રાપ આપી શકે છે. હે ગુરૂદેવ, મારે અપરાધ માફ કરે અને મને આશીર્વાદ આપ !' આ સાંભળી મુનિરાજ બોલ્યાઃ “હે રાજન! તને અય હે; તું ડરીશ નહિ. હે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48