Book Title: Jain_Satyaprakash 1941 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૦] શ્રી જેન સત્ય પ્રકાશ. [વર્ષ ૬ શતાબદ પછીની મૂર્તિઓની પીઠિકાઓ ઉપર કરેલ જોવામાં આવે છે, જ્યારે બૌદ્ધ મૃતિવિધાનશાસ્ત્રમાં જૂના કાળના શિલ્પમાં અષ્ટ દિગ્યાલ જોવામાં આવે છે, પરંતુ પાછલા કાળની કાંસાની મૂર્તિઓમાં તે બહુ જવલ્લે જ જોવામાં આવે છે અને મારો ખ્યાલ છે તે પ્રમાણે નવ ગ્રહ તે બિલકુલ મળતા જ નથી. . શાસ્ત્રી પોતે કહે છે તે પ્રમાણે આ મૂર્તિઓ પાછલા કાળની છે અને તેથી પીઠિકા પરની આકૃતિઓના આધારે પણ મુખ્ય આકૃતિઓ જૈન , નહિ કે બૌદ્ધ.. વળી આકૃતિ નંબર ૧ની પ્રભાવલી ઉપરના લેખના ટૂકડાની અંદર જે ઘાયલ શબ્દ આપવામાં આવેલ છે તે માટે ભાગે બૌદ્ધ સમર્પણલેખમાં મળતા નથી, પણ જૈન લેખમાં તો એ બહુ જ સામાન્ય છે. બાહ્ય પુરાવા અંગે નીચેની વાતે ખ્યાલમાં રાખવા યોગ્ય છે. અત્યાર સુધીમાં કાંસાની-પિત્તળની અને તાંબાની પણ-મૂર્તિઓ હિંદુસ્તાનના મુખ્યત્વે ત્રણ પ્રદેશમાંથી મળી છે – ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારત (બિહાર, બેંગાલ, નેપાલ અને તિબેટ) માંથી, ગૂજરાત રાજપૂતાનામાંથી, અને દક્ષિણ ભારતના દેવળોમાંથી. પહેલા પ્રદેશમાંથી મળતી કાંસાની મૂર્તિઓ માટે ભાગે બૌદ્ધ (ઘણે ભાગે તાંત્રિક સંપ્રદાયની) અને કેટલેક અંશે હિંદુ હોય છે. પરંતુ તેમાંથી કેઈક જ જૈન હોય છે. બીજા વિભાગમાંથી મળતી મૂતિઓ મોટે ભાગે જૈન અને હિંદુ હોય છે અને બૌદ્ધની એક પણ નથી હતી અને ત્રીજા વિભાગમાંની મૂર્તિઓ મેટે ભાગે હિંદુ, ડેક અંશે જેન (દિગબર) અને જવલ્લે જ બૌદ્ધ હોય છે. કેવળ આ આધારે પણ ઉત્તર ગૂજરાતની અંદરથી બૌદ્ધ તિ-અને તે પણ આટલા પાછલા કાળની મળે એ નવાઈ પામવા જેવું છે, કારણ કે ઈસ્વી સનની આઠમી શતાબ્દિમાં આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મ બિલકુલ હીનશક્તિ થઈ ગયો હતો. આ ઉપરાંત આ આકૃતિમાં મળે છે તે પ્રમાણે જેલ અને હારિતી પાછલા કાળની કાંસાની બૌદ્ધ મૂર્તિઓની સાથે જોડાયેલ મળતા નથી. કેવળ જૂના કાળના બૌદ્ધ શિલ્પીઓએ એ પ્રમાણે કર્યું હોવું જોઈએ, પણ પાછલા કાળની બૌદ્ધ તિઓમાં જંભલા માટે ભાગે એકલે જ મળે છે, જ્યારે હારિતીની આકૃતિ જવલ્લે જ મળે છે. અંદરના અને બહારના બને પૂરાવા એમ સિદ્ધ કરે છે કે પરિચારિકેની આકૃતિઓ જેન યક્ષ અને યક્ષીની આકૃતિઓ છે અને મુખ્ય આકૃતિ જૈન તીર્થકરની છે. આ જ રીતે નંબર ૩ની આકૃતિમાંની મુખ્ય મૂર્તિ પાર્શ્વનાથની હેવી જોઈએ અને પરિચારની આકૃતિઓ ધારણ યક્ષ અને પદ્માવતી પક્ષીની હોવી જોઈએ. ૧ જુઓઃ મારે “જૈન મૂર્તિવિધાનશાસ્ત્ર” શીર્ષક (અંગ્રેજી) લેખ. ૨ “રિપાટ' ના ૨૮મા પૃષ્ઠ પરના પરિશિષ્ટ ડી મુજબ મી. ગàનું માનવું છે કે આ લિપિ ઈસવીસન બસની બ્રાહ્મી લિપિ છે, જ્યારે ડૅ. શાસ્ત્રીનું માનવું છે (પૂ. ૭) અને તે બરાબર છે કે આ આકૃતિઓ પાછળના કાળની છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48