Book Title: Jain_Satyaprakash 1941 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્વાધિરાજ લેખક-મુનિરાજ શ્રી ચરણવિજ્યજી જૈન શાસનની સાથે પર્યુષણ પર્વનું અભિન્નપણું હોવાથી જેમ શાસને અનાદિ છે, તે જ પ્રમાણે પ્રવાહરૂપે પર્યુષણ મહાપર્વ પણ અનાદિ છે. તેમજ લૌકિક અને લેકાત્તર તમામ પર્વોમાં શ્રી પર્યુષણ મહાપર્વનું પર્વાધિરાજપણું છે. જેમ રાજાધિરાજ તુષ્ટમાન થાય તો વિક્રમાદિત્ય, સંપ્રતિ અને કુમારપાલદિકની ઠે જગત આખાને અનુણ, અદરિદ્ર અને અપાપ બનાવે છે, તેમ શ્રી પર્યુષણ પર્વ સમસ્ત જગતને જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, શીલ, તપ અને ભાવનાની લહાણું આપી અલ્પ સંસારી બનવાને સુગ પ્રાપ્ત કરી આપે છે. . એક બાજુ વર્ષના ૩૫ર દિવસો કે જેમાં છૂટાંછવાયાં અનેક નાનાંમોટાં પ આવે છે તે સર્વેની આરાધના ભેગી વિચારવામાં આવે તે પણ તે શ્રી પર્યુષણ મહાપર્વના એક દિવસની આરાધના જેટલી પણ ન થાય, તે પછી આઠ દિવસની આરાધનાનું તે કહેવું જ શું ? અનાદિ કાળથી આખું જગત અજ્ઞાનમાં અથડાઈ રહેલ હેવાથી સ્વપરનું કે જીવજડનું તેને જરા પણ ભાન નથી અને એ જ કારણે મહામૂલ્યવાન મનુષ્ય જન્મ મળવા છત! અને પુન્ય–પાપના ફળરૂપ સુખદુઃખ નજરે દેખવા છતાં જીવને આરાધનાને માર્ગ દેખાતા નથી, દેખાય તે ગમતું નથી, અને કેઈકને ગમે તે પચતું નથી. આવા, આરાધનામાં તત્પર જનોની ગણના કરવામાં આવે તે માત્ર આંગળીના ટેરવે મૂકીએ એટલા પણ મળવા અશકય છે. આવા જગતના જેને આરાધના સૂઝતો નથી, છતાં આ મહાપર્વ આવે ત્યારે વડીલ, મિત્ર, ભાઈ, પત્ની કે સંબંધીની પ્રેરણુએ કે પિતાના ભાવથી પણ પર્યુષણ મહાપર્વમાં મોટાભાગના જેનોને ઓછીવત્તી પણ આરાધના કરવાને પ્રસંગ જરૂર પ્રાપ્ત થાય છે. વર્ષભરમાં નવકારશી પણ નહિ કરનાર છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, પાંખમણ આદિ નાની મોટી તપસ્યાઓ કરે છે. વ્યસનીઓ વ્યસન છોડે છે, અબ્રહ્મચારી બ્રહ્મચર્યને પાળે છે, કૃપણે પણ બે પૈસા પુન્યમાર્ગમાં વાપરે છે એક સામાયિક પણ નહિ કરનાર સઠ પર, આઠ પ્રહર કે સોળ પ્રહરના પૌષધ કરે છે, અને બંને વખતનાં પતિક્રમણ કરતા જોવાય છે. અન્ય દિવસે પ્રભુમુખને નહિ ભાળનાર આઠે દિવસ પૂજા-સેવા, આંગી પ્રભાવનાઓ કરે છે, મુનિઓથી દૂર રહેનાર પણ આ પર્વમાં મુનિઓને નિકટ પરિચય પામી મુનિરાજેમાં રહેલ મુનિમુણું નજરે નિહાળી ધર્મ પ્રભાવક થઈ શકે છે. આ સર્વ પ્રભાવ પયુંષણ મહાપર્વને જ છે. શ્રી. પર્યુષણ મહાપર્વને પામ્યા છતાં કેટલાક પર્યુષણને ઓળખતા નથી, તેમ તેની આધના કરતા નથી. પણ તેમાં આ પર્વાધિરાજનો દોષ ન ગણાય. ખૂબ વરસાદ પડ્યા છતાં જવાશે ઊભો સૂકાય તેમાં વરસાદનો શે દોષ ? ઘૂવડ સૂર્યને ન જઈ શકે તેમાં સૂર્યની શી ખામી ? અભવ્ય દુર્ભબ કે ભારેકમાં છવ શ્રી તીર્થકર દેવના ઉપકારકપણને લાભ ન મેળવી શકે તેમાં એ પરમ ઉપકારીને શે દે? જેઓને ધર્મનું આરાધન કરવું છે તેઓ તો ગમે તે રીતે કરે જ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48