Book Title: Jain Satyaprakash 1940 08 SrNo 61
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [૪ર૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ પ આ પ્રસંગે આપણે એ પણ સમજી રાખવું જોઈએ કે– એક સમાજની ઉન્નતિ માટે જેમ તેની અંદર સુધારા વધારા કે સંગઠન કરવાની જરૂર છે તેટલીજ જરૂર તે સમાજ ઉપર બહારથી કરવામાં આવતાં આક્રમને સામને કરવાની છે. કેવળ અંદર અંદર જ વિચાર કરવામાં આવે અને બાહા - મણ માટે કશી જોગવાઈ ન હોય તે સમાજ માટે તે બહુ ભારે થઈ પડે અને પરિણામે એક દિવસ સમાજને તે માટે સેસવું પડે. પ્રતિકારના અને ઉપયોગ હમેશાં કરવાને હતો નથી, પણ પ્રતિકારને પ્રસંગ આવી પડે ત્યારે “આગ લાગે ત્યારે કે દવાની જેમ પ્રતિકારનું શસ્ત્ર ગોતવાના ફાંફા ન મારવા પડે તે માટે પણ આવા માસિકને પોષણ આપવું જોઈએ અને નભાવવું જોઈએ. પ્રસંગ પડતાં તે જે કાર્ય કરી શકે તેનાથી તેની પાછળ કરેલ બધાય ખર્ચનું વળતર અવશ્ય મળી રહે. અમારી વિનંતી કોઈ પણ નાની કે મોટી પ્રવૃત્તિ નાણા વગર ન જ ચલાવી શકાય, દરેક માટે તેના પ્રમાણમાં નાણુની જરૂર હોય એ સમજી શકાય એવી હકીક્ત છે. એટલે સમિતિ અને માસિક અંગે ઉપરની હકીક્ત રજુ કર્યા પછી અમારે એટલું જ કહેવાનું છે કે-આ માસિક કઈ પણ પ્રકારના આર્થિક લાભની ભાવનાથી પ્રકટ કરવામાં નથી આવતું; આ માસિકમાં કોઈ પણ પ્રકારની જાહેરખબર લઈ પૈસા ઉપજાવવામાં નથી આવતા, પણ આખું માસિક સંગીન વાચનથી ભરપૂર આપવામાં આવે છે અને એનું લવાજમ સાવ નજીવું રાખવામાં આવ્યું છે. એટલે અમારી વિનંતી છે કે આ સમિતિ અને માસિકને નભાવવા માટે જે કંઈ નાણાની જરૂર પડે તે માટે દરેક જૈનભાઈ પિતાથી બનતે ફાળે જરૂર આપે અને પૂજ્ય મુનિરાજે મુનિસમેલન સમિતિની સ્થાપના અંગે કરેલા ઠરાવ પ્રમાણે સમિતિ માટે અવસરે જરૂર ઉપદેશ આપવાની કૃપા કરે. આ સમિતિ એ શ્રી મુનિસમેલનના એક સક્રિય સંભારણા રૂપ છે. શ્રી જેન સંઘ સમૃદ્ધ-દ્રવ્યસંપન્ન સંઘ છે. કેવળ આર્થિક સહાયના અભાવે આવી સમાજહિતની પ્રવૃત્તિ અટકી પડવાને પ્રસંગ તે નહીં જ આવવા દે. અમને આશા છે કે સૌ કોઈ પિતાથી બનતે સહકાર આપી સમિતિને અને માસિકને જરૂર નભાવશે. અસ્તુ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48