Book Title: Jain Satyaprakash 1940 08 SrNo 61
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મી વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી (ગતાંકથી ચાલુ) ચાલુક્ય રાજ્યને પાયો મૂલરાજના હાથે નંખાયો. સન ૯૪૧માં ગુજરાત જીતીને એણે પિતાની ગાદી અણહિલવાડ પાટણમાં સ્થાપી. ત્યારથી સમૃદ્ધિમાં અને વિસ્તારમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી. એક સમયે હિંદુકુશની ડુંગરાળ ભૂમિથી માંડી મહારાષ્ટ્રના મેદાન પર્યત એની હકુમત પથરાઈ હતી. કલ્યાણના સામતે, સૌરાષ્ટ્રના રાજા, ચિત્તોડના રાવળ, સપાદલક્ષના રાવ, માળવા અને મારવાડના રાજવીઓ-એ સો અણુહલવાડના મહારાજ્ય જોડે નિકટ સંબંધ રાખતા અને ખંડણી ભરતા. ભીમ પહેલાના રાજ્યમાં–સન ૧૦૨૪માં–મહમદ ગઝનીએ ગુજરાત પર ચઢાઈ કરી, સોમનાથનું મંદિર તેડવું અને પાટણ લૂટયું ત્યારે જે જબરી લૂંટ એના હાથમાં આવી, અને એ સંબંધમાં ઈતિહાસકારોએ જે નોંધ લીધી છે એ જોતાં અણહીલવાડના વ્યાપારી કેન્દ્ર તરીકેના મહત્વને અને પ્રજાની ધનસંપત્તિનો ખ્યાલ આવે છે. યુરોપમાં જે સ્થાન વેનિસ (Venice) ભગવતું તે ભારતવર્ષમાં “અણહીલપુર પાટણનું હતું. મહમદ ગઝનીની ચઢાઈએ જે ફટકો માર્યો હતો તે જોતજોતામાં ભૂતકાળનો વિષય બન્યા અને મહારાજા કુમારપાળને સમયમાં પુનઃ એકવાર ગુજરાતનું આ પાટનગર સમૃદ્ધિના શિખરે પહોંચ્યું. ગુજરાતની પડતી મહારાજા કુમારપાળની અહિંસાને આભારી નથી. ઉલટું એ સમયે તો ગુજરાત સર્વ રીતે સંપત્તિશાળી હતું. એ પ્રતાપી પુરુષના પછી જે રાજાઓ થયા અને એમનામાં રાજવી તરીકે તેવું જોઈએ એ ખમીર ન દેખાયું તેથી જ પડતીનાં પગરણ મંડાયાં ચાલુકય વંશને છેલ્લે રાજા ત્રિભુવનપાળ માત્ર નામને જ રાજા હતા. વહીવટીયંત્રની કુલ લગામ ધોળકાના વાધેલાવંશી અધિકારી વીશલદેવના હાથમાં હતી, સન ૧૨૪૩. તેના વંશજોએ સન ૧૨૯૮ સુધી એ ટકાવી રાખી. એને અંત બ્રાહ્મણ દિવાન માધવના હાથે દિલ્હીના બાદશાહ અલાઉદ્દીને મોકલેલા સરદારે ઉલઘખાન અને નસરતખાનની ચઢાઈથી આવ્યો! વિલાસી રાજવી કરણઘેલો હારીને નાશી ગયો ! અને એની રૂપવતી દીકરી દેવળદેવી શત્રુના હાથમાં પકડાઈ દિલ્હીના દરબારમાં પહોંચી એ ઇતિહાસને જાણકારથી અજાણ્યું નથી. સન ૧૧૪૩માં સિદ્ધરાજ સિંહનું મરણ થયું અને એની ગાદીએ રાજવી કુમારપાળ બેઠા. એમના રાજ્યકાળમાં ચાલુક્યવંશ પૂર્ણ ઋદ્ધિસિદ્ધએ પહોંચ્યો અર્થાત્ સામ્રાજ્યનો વિસ્તાર સવિશેષ થયો. તેમજ સર્વત્ર સુલેહ અને શાંતિ સુપ્રમાણમાં ચાલુ રહી. અલબત્ત, શરૂઆતમાં થોડા લડાઈના પ્રસંગે બનેલા છે છતાં એ વેળાએ મહારાજા કુમારપાળે અપ્રતિમ શૌર્ય દાખવી જયશ્રી પિતાના તરફ વાળી હતી. કુમારપાળ પ્રબંધ” પ્રમાણે ઉત્તરમાં તુરૂષ્ક અથવા તુર્કના પ્રદેશ પર્વત, પૂર્વમાં પવિત્ર ગંગાના કાંઠા પર્વત, દક્ષિણમાં વિધ્યગિરિની હારમાળા સુધી અને પશ્ચિમ દિશામાં મહાનદી સિંધુ સુધી રાજ્યની હદ વિસ્તરેલી હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48