Book Title: Jain Satyaprakash 1940 08 SrNo 61
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] જૈનધમાં વીરેનાં પરાક્રમ [૩૫] એક નિષ્ણાત શોધક કહે છે કે-“મહારાજા કુમારપાળની એક મહાન રાજવી અને વિજેતા તરીકે જે કીતિ વિસ્તરેલી છે એ જોતાં જે એતિહાસિક સાધનો ઉપલબ્ધ થયાં છે તે અધૂરું અને અપૂર્ણ છે. એ સબંધમાં શોધ ખોળ ચાલુ રખાવી ઘટે અને એમ કરવામાં આવતાં મને ખાત્રી છે કે એવી સામગ્રી અવશ્ય પ્રાપ્ત થશે કે જે બતાવી આપશે કે આ રાજવીની શક્તિ કેવી આશ્ચર્યકારી અને કીર્તિ દૂર દેશ પર્યત પથરાયેલી હતી.' કુમારપાળ સન ૧૦૯૩માં દધિસ્થળી (દેથલી) મુકામે જન્મ્યા હતા. મેતુંગાચાર્ય કે જેમણે સન ૧૩૦૪માં ચરિત્રની રચના કરી છે તે જણાવે છે કે તેમના દાદા હરિપાળ એ ભીમ પહેલાની રાણું ચૌલાદેવીથી થયેલા સંતાન હતા. હરિપાળને પુત્રને કુમારપાળ પિતા-ત્રિભુવનપાળ થયા, જે કાશ્મિરાદેવીને પરણ્યા હતા. તેમને ત્રણ પુત્ર અને બે પુત્રીઓ હતી. પુત્રામાં કુમારપાળ મુખ્ય થયા; ત્યારે પુત્રી પ્રેમાળદેવી જયસિંહ સિદ્ધરાજના સેનાપતિ કાન્હડદેવની સાથે પરણાવવામાં આવેલી અને પુત્રી દેવળ સપાદલક્ષના રાજ કે જેની રાજધાનીનું મુખ્ય શહેર શાકંભરી--સંભર હતું તે અર્ણોરાજને આપવામાં આવી હતી. - સિદ્ધરાજ જયસિંહને ગાદીવારસ ન હોવાથી, એમના પછી પાટણની ગાદી પર ત્રિભુવનપાળ અને તેમના પુત્રોને હક હતો છતાં આમ થવા દેવાની મરજી સિદ્ધરાજની નહાવાથી. મંત્રી ઉદાયનના પુત્ર ચાહડને પિતાની પછી આવનાર ગાદીવારસ તરીકે જાહેર કર્યો અને એના માર્ગમાં કાંટા ઉભવા ન પામે એ સારું ત્રિભુવનપાળનું ખૂન કરાવ્યું. આ બનાવે ચાલાક કુમારપાળની આંખે ઉધાડી નાંખી. પિતા પછી સિદ્ધરાજની ખૂની નજર પિતા પ્રતિ વળવાની એ વાત તે સમજી ગયો અને તેથી અણહિલપુર પાટણની હદ છોડીને દૂર ચાલ્યો ગયો. એણે ઘણાં વર્ષો સુધી જુદા જુદા ભાગમાં ભ્રમણ કર્યું અને જાતજાતના અનુભવો મેળવ્યા. એક વેળા છુપાવેશે પાટણમાં શું બની રહ્યું છે તે જાણવા આવ્યો. જાસુસ મારફતે આ વાતની રાજાને જાણ થઈ. તરત જ કુમારપાળને પકડી આણવા માણસો દોડાવ્યા. આ વેળા કુમારપાળને શરૂમાં અલીંગ કુંભારની અને પાછળથી ખંભાતમાં પ્રાભાવિક આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રની મદદ ન મળી હોત તો એનું જીવન મરણુભયના કાંઠે હતું. ભાગ્યે જ ઈતિહાસને કોઈ પણ અભ્યાસી આ બધા બનાવો જે રીતે બન્યા છે તેનાથી અજ્ઞાત હશે. એ પરથી અનુમાન કરી શકાય તેમ છે કે એક જબરા મહારાજા સામે ભાવી ગાદીવારસ કુમારપાળને પિતાની જાતને છુપાવીને કેટકેટલી ચતુરાઈથી માર્ગ કહાડવો પડે છે અને કેવા કેવા દારૂણ ને હૃદય હચમચાવે એવા સંગનો સામનો કરવો કુમારપાળ જ્યારે ખંભાતમાં હેમચંદ્રસૂરિને મળે છે ત્યારે તે એટલી હદે નિરાશ બની જાય છે અને બોલી જાય છે કે આટઆટલી રખડપટી વેક્યા છતાં ગાદી મળે તેવી કંઈ નિશાની જણાતી નથી. તે એ આશા પર પુળો મૂકી શા સારૂ જીવનનો અંત ન આણવો? પણ એ વેળા હેમચંદ્રસૂરિ મહારાજ પોતે છાતી ઠેકીને ભવિષ્ય કહે છે અને પાટણની ગાદી મળશે જ એવી ખાત્રી આપે છે. વળી ધીરજ આપી જણાવે છે કે ઘણાં વર્ષો દુઃખ સહન કર્યું ત્યારે થોડા સારું હિમત ન હાર. ત્યાંથી નીકળી તે ઉજૈન તરફ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48