Book Title: Jain Satyaprakash 1940 08 SrNo 61 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ પિના જવાબ આપવા માટે કરી હતી, છતાં “શ્રી જૈન સત્ય પ્રકાશ માસિકમાં કેવળ આક્ષેપના વાવાળા લેખો જ પ્રગટ કરવાનું ન રાખતાં માસિકમાં સમાજહિતની દષ્ટિએ ઉપયોગી જણાય તેવા અને જેમાં આપણા ધર્મની ગૌરવગાથા પ્રગટ થતી હોય તેવા વિવિધ વિષયના અનેક લેખ પ્રગટ કરવામાં આવે છે. આપણું ઉપર કરવામાં આવતા આક્ષેપોનો આપણે જવાબ આપીએ તેની સાથે સાથે આપણા ધર્મનો મહિમા અને ગૌરવ આપણે સમજતા થઈએ એ પળ બહુ જરૂરી છે. અને તેથી “શ્રી જેન સત્ય પ્રકાશમાં એતિહાસિક, ઓપદશિક, સાહિત્યિક કે પુરાતત્વ સંબંધી સાહિત્ય પણ મોટા પ્રમાણમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આવા સાહિત્યથી ભરેલા “શ્રી જૈન સત્ય પ્રકાશના અંકે એક સામયિક કરતાં અનેકગણું વધુ કીમતિ અને એક પુસ્તક જેટલા ઉપયોગી છે એમ તેને જોનારને લાગ્યા વગર નહીં જ રહે. બે વિશેષાંક - આ પાંચ વર્ષ દરમ્યાન બીજા અને ચોથા વર્ષમાં શ્રી જેન સત્ય પ્રકાશના “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક’ અને ‘શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક નામક બે વિશેષાંકે પ્રગટ કરવામાં આવ્યા છે. પહેલા વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા અનેક ઐતિહાસિક લેખે આપવામાં આવ્યા છે અને બીજા વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષ સુધીને અનેક વિષયને સ્પર્શતા જેન ઈતિહાસ આપવામાં આવ્યું છે. આ રીતે આ એ વિશેષાંકે ભગવાન મહાવીરસ્વામી અને તે પછીના એક હજાર વર્ષ સુધીના જૈન ઇતિહાસની સાંકળરૂપ છે. જે વિદ્વાનોએ આ બે વિશેષાંક જોયા છે તેમણે તેની મુકતકંઠે પ્રશંસા કરી છે. આ બે વિશેષકેના અનુસંધાનમાં ત્રીજો વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષ પછીના બીજા એક હજાર વર્ષના જૈન ઈતિહાસને લગતા પ્રગટ કરવાની અમારી ઉમેદ છે. એ ઉમેદ જલદી પાર પડે એમ ઈચ્છીએ. પૂજ્ય મુનિરાજની વિદ્વત્તાને લાભ આપણુ પૂજ્ય મુનિસમુદાયમાં, જૂના કાળથી પઠન-પાઠનને કેમ ચાલે આવે છે. સંસારથી વિરક્ત થયેલ આ સમુદાય પોતાની આત્મસાધક ધાર્મિક ક્રિયાઓ કરવા ઉપરાંતનો સમય સાહિત્યસેવનમાં ગાળે છે, અને એનું જ. એ પરિણામ છે કે જૈન સાહિત્ય જગતના કોઈ પણ ધર્મના સાહિત્ય કરતાં જરાય ઉતરતું નથી એટલું જ નહિ પણ એણે સાહિત્યનાં અનેક ક્ષેત્રોને આવરી લીધાં છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48