________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ શકતા નથી (જુઠ્ઠા છે,) અને જે પદાર્થોને સ્વયં પોતાની સિદ્ધિ ગમતી નથી, તે ત્યાં અમે કેણ? આમ કહેનારા બૌદ્ધો ચાર્વાકના સગા ભાઈ છે. ભૂત ક્ષણ અને અનાગત ક્ષણના સંબંધ વગરને વર્તમાન ક્ષણ હોવાથી, કોઈ ક્રિયા થઈ શક્તિ નથી, અને ક્રિયાવગર કર્મ બની શકતું નથી, તો પછી ધર્મ જેવી અગત્યવાળી વસ્તુ જરૂર જ ઉડી જાય છે, અને જ્યાંથી ધર્મ પલાયન થાય તે મતને ધમીંમત કેણ કહે ?
વળી “કના નિયંત્તિર ” અર્થાત રાગદ્વેષ રહિત જ્ઞાનની સંતતિ (શ્રેણી)ને મેક્ષ બતાવે છે, તે જ્ઞાનની સંતતિ પણ નિરાધાર સિદ્ધ થઈ શકતી નથી. સાંખ્યદર્શનની માન્યતા:
સાંખ્યમતવાળાઓ પણ આત્માને અક્રિય માને છે એટલે બંધ મોક્ષની વ્યવસ્થા કાયમ રહી શકતી નથી. અક્રિય આત્મા બંધાતું નથી, તે પછી બંધ સિવાય મેક્ષનું ઉચ્ચારણ પણ વ્યર્થ છે; અને જે ધર્મમાં મોક્ષની વ્યવસ્થા નથી, તે ધર્મને શાસન કરવાનો પણ હક્ક નથી; કારણકે શાસન, સંસારથી અતિરિક્ત મુક્તિ પદાર્થની પ્રાપ્તિ માટે જ છે, અને તે વસ્તુ જ્યારે સિદ્ધ નથી થતી, તે પછી ત્યાગ વૈરાગ્યનું શાસન નકામું કરે છે. વળી તેઓ, “પ્રતિ: તાજધાનવિશે પુણ્ય સ્વસ્થવસ્થાને મુક્તિ: ” એવી રીતે મુક્તિનું નિરૂપણ કરે છે, તે સિદ્ધ થઈ શકતું નથી, કારણ કે પ્રકૃતિ અને તેના વિકારનું સન્મિલન હોવા છતાં આત્મા કમલવત નિર્લેપ છે, અને અક્રિય છે તે કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવે એમ બની શકે નહી, અને એનું સ્વરૂપાવસ્થાન છે તે શરૂથી જ છે, અને નથી તે હંમેશા માટે નથી. તૈયાયિકદર્શનની માન્યતા : | ન્યાયદર્શનવાળાઓએ કહેલાં તો પણ તદૃષ્ટિથી વિચારતાં ઘટી શક્તાં નથી. તેઓ માને છે કે, ૧ માળ, ૨ મેવ, રૂ સંશય, ૪ પ્રયોગન, ૧ ટa, ૬ fસજાન્ત, છ અવયવ, ૮ ૪, ૧ નિર્ણચ, ૧૦ વાર, ૧૧ નર, ૧૨ વિતci, ૧ર હેવામાન, ૧૪ છ૪, ૧૬ જ્ઞાતિ, ૧૬ નિઝરચનાનિ જેરા પર્યાઃ એ સોળ પદાર્થ છે. પહેલો પદાર્થ પ્રમાણ છે. જેના વડે હેયથી નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિરૂપ અર્થ પરિચ્છેદ થઈ શક તેને પ્રમાણ કહે છે, અને તેના પ્રત્યક્ષ, અનુમાન ઉપમાન, અને આગમ, એમ ચાર ભેદ છે. તેમાં પ્રત્યક્ષનું લક્ષણ – જ઼િયાર્થસન્નિત્પન્ન જ્ઞાનમવ્યપહેરથમવ્યમિરારિ વ્યવસાયામ પ્રત્યક્ષ' અર્થાત, ત્રિ અને મથેના સંબંધથી પેદા થયેલ, (જ્ઞાનને આવિર્ભાવ માને ઠીક છે.) અવ્યપદેશ્ય-(શાબ્દ પ્રમાણ ન થઈ જાય માટે આ વિશેષણ છે.) નિર્વિકલ્પક, વ્યભિચાર વિનાનું, નિશ્ચયાત્મક પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. યાયિકનું ઉપર્યુકત લક્ષણવાનું પ્રત્યક્ષ પ્રમાણ અનુમાનમાં મળે છે, કારણકે, “ચત્રામાર્થઘામાં પ્રતિ સાક્ષાત વ્યાયિતે તવ પ્રત્યક્ષ” જે ઠેકાણે સાક્ષાત્ આત્માને જ વ્યાપાર હોય, અને ઇન્દ્રિયોની જરૂર ન પડે તે જ પ્રત્યક્ષ કહેવાય. તેવાં પ્રત્યક્ષ અવધિ, મન:પર્યાગ અને કેવળજ્ઞાન છે. માટે તૈયાયિકથિત ઈન્દ્રિય અને પદાર્થના સંયોગે ઉત્પન્ન થતું જ્ઞાન, વાસ્તવિક પ્રત્યક્ષ છે જ નહિ, કિન્તુ અનુમાન જેમ ધૂમાદિ સાધનદ્વારા થઈ શકે છે, તેમ તેમાં ઈન્દ્રિયના સાધનની જરૂરત પડે છે, માટે તે પક્ષ જ્ઞાન છે. ઉપચારથી ભલે પત્યક્ષ કહે, પરંતુ ઉપચાર તત્વદૃષ્ટિ આગળ ટકી ન શકે
For Private And Personal Use Only