Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ જૈનપુરીનાં જિનમંદિરની અપૂર્વ કળા ૩. ઝવેરીવાડ વાઘણપોળમાં આવેલા બીજા તીર્થકર શ્રી અજિતનાથ સ્વામીના દહેરાસરની ભમતીની શરૂઆતમાં જ આવેલી. વિ. સં. ૧૧૧ગ્ય પ્રતિષ્ઠિત થએલી માનુષી આકારની કાઉસગ્ગ મુદ્રાએ સ્થિત રહેલી શ્રી અજિતનાથ તીર્થકરની ધાતુની મૂર્તિ ખાસ દર્શનીય છે; આ મૂર્તિના પ્રત્યેક અંગોપાંગ શિલ્પીએ ઘણી જ કાળજીથી અને સંભાળભરી રીતે ઘડેલાં જણાઈ આવે છે. આ મૂર્તિ એટલી બધી સુંદર છે કે તેની બરાબરી કરી શકે એવી એક પણ બીજી માનુષી આકારની ધાતુની મૂર્તિ અમદાવાદનાં જિનમંદિરમાં નથી, અને મારી માન્યતા પ્રમાણે તે સારાએ ભારતવર્ષમાં બીજી થોડી જ હશે. ૪. માંડવીની પોળમાં નાગજીભુદરની પિળમાં આવેલા જિનમંદિરમાં ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથની સફેદ આરસની પદ્માસનસ્થ મૂર્તિ પણ મૂર્તિવિધાનની દષ્ટિએ ઉત્તમ છે. સાંભળવા પ્રમાણે આ જિનમંદિરમાં પહેલાં લાકડાના સુંદર કોતરકામ હતાં, પણ જીર્ણોદ્ધાર કરાવતાં તદ્દન સાફ (Plain) આરસનું જિનમંદિર તૈયાર કરવાના બહાને પ્રાચીન કળાને નાશ કરવામાં આવેલ છે. ૫. ઝવેરીવાડમાં આવેલા શ્રી સંભવનાથના જિનમંદિરના ભૂમિઝરમાં આવેલી શ્રી સંભવનાથ તીર્થકરની વિશાલકાય સફેદ આરસની જિન મૂર્તિ તથા તેનાં પરિકર અને પબાસન પણ મૂર્તિવિધાનની દૃષ્ટિએ ઘણાં જ ઉચ્ચ પ્રકારનાં છે. આ મૂર્તિ એટલી બધી વિશાળ છે કે ભારતવર્ષનાં વિદ્યમાન શ્વેતામ્બર જિનમંદિરમાં આવેલી જિનમૂર્તિઓમાંની બીજી થોડી જ મૂર્તિઓ આટલી વિશાળ હશે. ૬. માંડવીની પોળમાં સમેતશિખરની પિળમાં આવેલા સમેતશિખરના દેરાસરમાં આવેલી મૂળનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા તથા તેના મસ્તકના ઉપરના ભાગની ફણા પણ ખાસ વિશિષ્ટ પ્રકારની હોવાથી મૂર્તિવિઘાનશાસ્ત્રના અભ્યાસીઓને ખાસ જોવા જેવી છે. ૭. કાલુપુર કાલુશાહ (કાલુશી) ની પિળમાં આવેલા જિનમંદિરના ઉપરના ભાગમાં આવેલી તથા ગર્ભગૃહમાં આવેલી શ્યામ આરસની પદ્માસનસ્થ બંને ચિંતામણિપાર્શ્વનાથની મતિઓ તેનાં પરિકર અને પબાસન સહિત ખાસ મૂર્તિવિધાનની દૃષ્ટિએ મહત્વની છે. ૮. અમદાવાદના રાજપુર નામના પરામાં આવેલા જિનમંદિરના ભૂમિગૃહમાં આવેલી શ્રી ચિંતામણિપાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા પણ તેનાં પરિકર અને પબાસન સહિત ખાસ મહત્ત્વની છે અને મૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓએ ખાસ જોવા લાયક છે. ૯. દિલ્હી દરવાજા બહાર આવેલા હઠીભાઈ શેઠના જિનમંદિર માટે તો ઘણું જ લખાઈ ગએલું હોવાથી તેને માટે વધુ નહિ લખતાં તે મંદિરમાં આવેલા મૂળનાયક પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથની સફેદ આરસની મૂર્તિ તથા તેનાં પરિકર તથા પબાસન પણ મૂર્તિવિધાનની દષ્ટિએ ખાસ મહત્ત્વનાં હોવાથી તે તરફ મૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓનું ધ્યાન ખેંચીને આ “શિલ્પકળા તથા મૂર્તિવિધાન કળા” નામને પહેલો ભાગ સમાપ્ત કરવાની રજા લઉં છું. આ લેખના વાચકોને મારી એક નમ્ર વિનંતિ છે કે ઉપર્યુક્ત ઉલ્લેખ સિવાય શિલ્પકળા તથા મૂર્તિવિધાન કળાની દૃષ્ટિએ બીજી કોઈ સામગ્રી જૈનપુરીના જિનમંદિરમાં હેવાનું તેઓની જાણમાં આવે તે કૃપા કરીને મને લખી જણાવવા તસ્દી લે. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44