Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = S. " છ૪ પૌષ શ્રી જન સત્ય પ્રકાશ સાફ (Plain) આરસપહાણના જિનમંદિર બંધાવાના પવને પ્રાચીન લાકડા તથા પત્થરકામોનો નાશ નહિ કરતાં સંપૂર્ણ કાળજીથી પ્રાચીન કામ સચવાએલાં જણાઈ આવે છે. શિલ્પની દૃષ્ટિએ આ જિનમંદિરની વિશિષ્ટતા હોવા ઉપરાંત આ જિનમંદિરમાં મૂતિવિધાનની દૃષ્ટિએ પણ કેટલીક જિનમૂર્તિઓ સર્વોત્તમ પ્રકારની છે. ૧. જિનમંદિરમાં દાખલ થતાં જ સૌથી પ્રથમ સહસ્ત્રફણા પાર્શ્વનાથની કાઉસગ્નમુદ્રાએ સ્થિત રહેલી. સફેદ આરસની, નેત્રને અલ્લાદકારી અને શાંત મૃદુમ્ર૬ હાસ્ય કરતી આ જિનમૂર્તિ દરેક કલાપ્રિય સજજનને મુગ્ધ બનાવે તેવી છે. દિલગીરી માત્ર એટલી જ છે કે મૂર્તિના મસ્તક ઉપરની સહસ્ત્રફણાઓમાં કચરો ભરાઈ ન જાય એ બીકે રાળ અને લાખથી એ ભાગ પુરી દેવામાં આવ્યો છે. ૨. સહસ્ત્રફણુ પાર્શ્વનાથના ગર્ભદ્વારથી આગળ જતાં ચિંતામણિ પાર્શ્વનાથનું બીજું ગર્ભદ્વાર આવે છે. તે ગર્ભદ્વારમાં સન્મુખ ચિંતામણિપાર્શ્વનાથની નાની પણ નાજુક લગભગ નવ ઈચ ઊંચી પદ્માસનસ્થ થામ પાષાણની મૂર્તિ અને તેનું ભવ્ય પરિકર* તથા પબાસનનું બારીક કોતરકામ ખાસ દર્શનીય છે; પરંતુ ઉપરની માફક આ મનહર બારીક કાતરકામ રાળ અને લાખથી પુરી દેવામાં આવ્યું છે આ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિના આગળના ભાગમાં પબાસન આગળ એક પિત્તળને હાથી કે જેની પીઠના ઉપરના ભાગમાં એક નાની ધાતુની જિનમૂર્તિ મુકવામાં આવે છે. તે હાથી પણ ખાસ રમણીય અને કળાની દૃષ્ટિએ સુંદર છે. ૩. ગર્ભગૃહ(યરા)માં ઉતરતાં જ સામે વિશાળ, નિર્મળ ટિકસમ સફેદ આરસમાંથી કઈ કેવાસી શિલ્પીઓએ પુરસદના સમયે ઘડીને તૈયાર કરેલી જગઠંઘ શ્રી જગલ્લભ પાર્શ્વનાથની આશરે છ ફુટ ઊંચી પદ્માસનસ્થ અને મૃદુ મૃદુ હાસ્ય કરતી જિનમૂર્તિ જોઈને કયા કળાપ્રેમી સર્જનનું હૃદય આનંદિત ન થાય ! આ મૂતિની મુખમુદ્રા જેટલી રમણીય અને આહલાદકારી છે, તેટલાં જ રમણીય તેની ઉપરનું પરિકર તથા બેઠક નીચેનું પબાસન છે. શ્વેતામ્બર જૈન તીર્થોમાં તથા જિનમંદિરોમાંની સેંકડો વિશાલકાય સફેદ આરસની જિનમૂર્તિઓ પૈકી વધુમાં વધુ નિર્મળ, સ્વચ્છ અને સુંદર પ્રતિમા આ છે એમ મારું માનવું છે. ગર્ભદ્વારમાં ઉતરતાં જ ઉપરની છતના ભાગમાં નજર નાખવામાં આવે તે ત્યાં લાલ પૃષ્ટભૂમિ ઉપર વિવિધ રંગોથી તૈયાર કરેલ ભક્ત શ્રાવકે પૂજાની ઝાંઝ* વગેરે વગાડતાં ભિતિચિત્રમાં ચીતરેલા જણાઈ આવે છે, આ જિનમંદિર મોગલ રાજ્યકાળ દરમ્યાન બંધાવેલું હોવાથી માનવાને કારણે રહે છે કે આ સચવાઈ રહેલે ભિત્તિચિત્રને નમન પણ તે સમયનો હેય. ૨. દેવસાના પાડાના ચિંતામણિ પાર્શ્વનાથના દહેરાસરમાં ભૂમિગૃહમાં બિરાજમાન શ્યામ આરસની ચિંતામણિ પાર્શ્વનાથની ભવ્ય મૂર્તિ તથા તેનાં પરિકર અને પબાસન પણ ખાસ મૂર્તિવિધાનની દૃષ્ટિએ ઉચ્ચ કોટિનાં છે. *જિનમૂર્તિના મસ્તક ઉપર તથા આજુબાજુ કતરામવાળે ભાગ, જિનમૂર્તિની બેઠકની નીચેને કોતરકામવાળે ભાગ, એક જાતનું વાજિંત્ર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44