Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ પૌષ શ. નેમડના પુત્ર શાહ રાહડના પુત્ર શાહ લાહડે, પોતાની ભાર્યા લખમશ્રીના કલ્યાણ માટે શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ ભરાવી. ' આવી રીતે આ કુટુંબે, મહામાત્ય તેજપાલના આબુ ઉપરના લુણવસહી મંદિરમાં છ જિનબિંબોયુક્ત અતિ મનોહર આરસની બે દેવકુલિકાએ કરાવી છે, તે ઉપરથી એમ સમજાય છે કે ( શાહ તેમાં અને મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના; ) શ્રીમંત કુટુંબમાં પરસ્પર કઈ કેટુંબિક સંબંધ કે સઘન સ્નેહસંબંધ છે જોઈએ. કારણકે તેજપાળને આ આદર્શ મંદિર બંધાવવામાં પોતાના કુટુંબીઓ, સંબંધીઓ અને સ્નેહિઓનું સ્મરણ શાશ્વતરૂપે રાખવાને મુખ્ય ઉદ્દેશ હ. અર્થાત્ મહામાત્ય તેજપાલે લુણવસહીની ભમતીમાંની એક પણ દેવકુલિકા પિતાના ખાસ સંબંધીઓ કે સ્નેહિઓ સિવાય બીજા કેઈને આપી નથી. ઉપર જણાવેલ, લુણવસહી મંદિરની ૩૦મી દેરીની બહાર જમણી બાજુની દીવાલમાં દાયેલો વિ. સં. ૧૨૯૬ના વૈશાખ શુદિ ૩ને લેખ, નાની નાની ૪૫ પંકિતઓને છે. આ લેખમાં શાહ તેમના કુટુંબીઓએ આબુ ઉપર તથા બીજાં તીર્થો, શહેરે વગેરેમાં મંદિરે, મૂર્તિઓ, દેરીઓ, ગોખલાઓ અને જીર્ણોદ્ધાર વગેરે જે જે કીર્તને કરાવ્યાં હતાં તેને ઉલ્લેખ કરેલ છે. તે ઉલ્લેખ જાણવા યોગ્ય હોવાથી તેને સારાંશ અહીં આપવામાં આવે છે – ૧. શ્રી શત્રુંજય મહાતીર્થમાં મહામાત્ય શ્રી તેજપાળે બંધાવેલા શ્રીનંદીશ્વરોપની રચનાવાળા શ્રેષ્ઠ ચૈત્યમાંના પશ્ચિમ દિશાના મંડપમાં દડકલશાદિથી યુક્ત દેવકુલિકા એક અને શ્રી આદીશ્વર ભ. નું બિંબ ૧. ૨. એ જ ( શ્રી શત્રુંજય ) તીથ માં મહામાત્ય શ્રી તેજપાળે બંધાવેલા શ્રી, સત્યપુરીય શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં બિબ ૧ અને ગોખલે ૧. ૩. એ જ (શ્રી શÉજય) તીર્થમાં બીજી દેવકુલિકામાં ગોખલા ૨, પાષાણુનું જિનબિંબ ૧ અને શ્રી ઋષભદેવાદિ વીશી ૧. . શ્રી શત્રુંજય તીર્થના મંદિરના ગૂઢ મંડપના પૂર્વ ધારમાં ગેલ ૧, તેમાં મરિએ ૨ અને તે ગેખલાની ઉપર શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ૧. ૫. શ્રી ગિરનાર તીર્થમાં શ્રી નેમિનાથ ભ, ના પાદુકા-મંડપમાં ગેખલો ૧ અને શ્રી નેમિનાથ ભ. નું બિંબ ૧. ૬. શ્રી ગિરનાર તીર્થમાં મહામાત્ય વસ્તુપાળે બંધાવેલા શ્રી આદિનાથ ભ. ની આગળના મંડપમાં ગેખલો ૧ અને શ્રી નેમિનાથ ભ. નું બિંબ ૧. . શ્રી અબુદાચલ (આબુ) તીર્થમાં શ્રી નેમિનાથજીની ભમતીમાં છ જિનબિંબથી યુતિ દેવકુલિકાઓ ૨. ૪. જાવાલિપુર (ધપુર સ્ટેટમાં આવેલ જાલોર) ને શ્રી પાર્શ્વનાથ ભ. ના મંદિરની ભમતીમાં શ્રી આદિનાથ ભ, ના બિંબથી યુક્ત દેવકુલિકા ૧. ૯ થી તાણગઢ (તારંગા તીર્થ) ની શ્રી અજિતનાથ ભ. ના મંદિરના મૂઢ મંડ૫માં શ્રી આદિનાથ ભ, થી યુક્ત ગેખલો ૧. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44