Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહલીવાલ નેમલ અને તેના કુટુંબનાં ધર્મકાર્યો ૩૬૯ આ કુટુંબના માણસોએ સારાં સારાં ધર્મકાર્યો કરી પિતાની લક્ષ્મીને સફળ કરી હતી. જેમકે– ઉપર્યુક્ત શાહ જિનચંદ્રના વિરધવલ અને ભીમદેવ નામના બે પુત્રોએ શ્રીદેવેન્દ્રસૂરિજીની પાસે દીક્ષા લીધી હતી. શાહ જિનચંદ્રના પુત્ર દેવચંદ્ર તીર્થયાત્રા માટે સંધ કાઢી સંધપતિપદ પ્રાપ્ત કર્યું હતું. શા. રાહડના પુત્ર લાહડે પણ જિન-પ્રતિમાઓ ભરાવાવમાં અને પુસ્તક લખાવવામાં પુષ્કળ દ્રવ્ય ખર્યું હતું. શાહ સહદેવના પુત્રો, પેઢા અને ગોલ નામના બન્ને ભાઈઓએ શત્રુંજય અને ગિરનાર આદિ તીર્થોની યાત્રા માટે મેટા સો કાઢ્યા હતા. આબુ ઉપરના લૂણવસહી મંદિરમાં આ કુટુંબના આઠ લે છે, તેમાંના બે લેખે વિ. સં. ૧૨૯૧ ના માગસર માસના, ૩૮ મી અને ૩૦ મી દેરી કરાવ્યા સંબંધીના તે તે દેરીઓના દરવાજા ઉપર, વિ. સં. ૧૨૯૬ ના વૈશાખ શુદિ ૩ નો એક લેખ ૩૮ મી દેરીની બહારની જમણી બાજુની દીવાલમાં અને વિ. સં. ૧૨૯૩ ના માગશર શુદિ ૧૦ ના પાંચ લેખ ૩૮ અને ૩૮ મી દેરીઓમાંની પરિકરની પાંચ ગાદીઓ પર દાયેલા છે. અહીંથી પરિકરની એક (છઠ્ઠી) ગાદી નષ્ટ થઈ જણાય છે. કેમકે ઉક્ત કુટુંબે આ બે દેરીઓમાં થઈને છ જિનબિંબ ભરાવ્યાં હતાં. એટલે આ કુટુંબને એક લેખ અહીંથી નષ્ટ થયો છે. બાકીના ઉક્ત લેખને સંક્ષેપમાં સારાંશ આ પ્રમાણે છે – શાહ એમડના પુત્ર શાહ સહવે, મૂળનાયક શ્રી સંભવનાથ, આદિનાથ, અને મહાવીરસ્વામી, એમ ત્રણ બિંબ તથા દંડ-કલશાદિથી યુક્ત ૩૮ મી દેવકુલિકા તથા શાહ નેમાના પુત્ર શા. રાહડના પુત્રો જિનચંદ્ર, ધનેશ્વર અને લાહડે પિતાની માતાઓ વરી ( વડી) અને નાઈકી તથા વધુ હરિયાહીના કલ્યાણ માટે મૂળનાયક શ્રી અભિનંદન, નેમિનાથ અને શાંતિનાથ એ ત્રણે જિનબિંબ તેમ જ દંડકલશાદિથી યુક્ત ૩૯ માં દેરી કરાવી છે. શા. નેમડના પુત્ર શા. સહદેવે, સૌભાગ્યવંતી પત્ની સુહાગદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા પિતાના પુત્રો શા. પેઢા અને ગોસલના શ્રેય માટે તથા શા. સહદેવના મોટા ભાઈ રાહડના પુત્ર શા. જિનચંદ્ર પોતાના અને પોતાની માતા “વડી'ના એય માટે શ્રી સંભવનાથ ભ. ની મૂર્તિ ભરાવી. શા. નેમડના પુત્ર શા. રાહડના પુત્ર શા. જિનચંદ્રના પુત્ર શા. દે ચંદ્ર પિતાની માતા ચાહિણિના શ્રેય માટે શ્રી આદિનાથ ભ૦ નું બિંબ ભરાવ્યું. શા. નેમાના પુત્ર શા. જયદેવના પુત્ર શા. વિરદેવ, દેવકુમાર અને હાએ પિતાના અને પિતાની માતા જાહણદેવીના કલ્યાણ માટે શ્રી મહાવીરબિંબ ભરાવ્યું. શા. તેમના પુત્ર શા. રાહડના પુત્ર સા. ધનેશ્વર તથા શા. લાહડે, પોતાની માતા નાઈકી, ધનેશ્વરની ભાર્યા ધનશ્રી તથા પિતાના પણ કલ્યાણ માટે શ્રીઅભિનંદન ભગવાનની પ્રતિમા ભરાવી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44