Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પલ્લીવાલનેમડ અને તેના કુટુંબનાં ધર્મકાર્યો લેખક –મુનિરાજ શ્રી જયન્તવિજય નાગપુર (મારવાડમાં આવેલા નાગોર) શહેરમાં બારમા સૈકાના અંતમાં શાહ વરદેવ નામને એક ગૃહસ્થ થઈ ગયે. તે ધર્મભાવનાવાળા, ધનાઢય અને બહેળા પરિવારવાળા હતો. તેથી તેના નામ પરથી તેને પરિવાર “વરહડીયા નામથી પ્રસિદ્ધિમાં આવ્યો. અર્થાત તેનું કુટુંબ “વરહુડીયા’ અટકથી ઓળખાવા લાગ્યું. આ વરદેવને આસદેવ અને . લક્ષ્મીધર નામના બે પુત્રો હતા. તેમાંના આસદેવને શાહ એમડ, આભટ, માણિક અને સલખણ નામના ચાર તથા શાહ લીધરને પણ થિદેવ, ગુણધર, જગદેવ અને ભુવણી નામના ચાર પુત્ર હતા. ઉપર્યુક્ત શાહ આસદેવના પુત્ર શાહ નેસડના કુટુંબ સાથે આ લેખને મુખ્ય સંબંધ છે. શાહ એમડ, જાતિએ પલ્લીવાલય અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મને અનુયાયી હતા. એના વંશજો, તપાગચ્છ બિરૂદ પ્રાપ્ત કરનાર શ્રીમાન જગચંદ્રસૂરિજીના શિષ્ય શ્રીદેવેન્દ્રસૂરિજી, શ્રી વિજયચંદ્રસૂરિજી અને શ્રી દેવભદ્રગણના અનુરાગી હતા. એ એના ઉપદેશથી નેમડના સંતાનમાંથી ઘણાઓએ જુદાં જુદાં અનેક ધર્મકાર્યો કર્યા હતાં. શાહ એમડ પિતાનું મૂળ વતન નાગર છોડીને પાછળથી કોઈ પણ કારણથી પાહિણપુરમાં આવીને વસ્ય હતો. તેને રાહડ, જયદેવ અને સહદેવ નામના ત્રણ પુત્રો હતા. તેમાંના શાહ રાહડને જિનચંદ્ર, દુલહ, ધનેશ્વર, લોહડ, અને અભયકુમાર નામના પાંચ; શાહ જયદેવને વીરદેવ, દેવકુમાર અને હાલુ નામના ત્રણ તથા શાહ સહદેવને પેઢા અને ગોલ નામના બે પુત્રો હતા. એમાંના શા. રાહડના પુત્ર જિનચંદ્રને દેવચંદ્ર, નામધર, મહીધર, વિરધવલ અને ભીમદેવ નામના પાંચ પુત્ર; ધનેશ્વરને અરિસિંહ વગેરે પુત્રો, શા. સહદેવના પુત્ર પેઢાને જેહડ, હેમચંદ્ર, કુમારપાલ અને પાસદેવ નામના ચાર પુત્રો; તથા ગોસલને હરિચંદ્ર નામનો એક પુત્ર હતા. આ પ્રમાણે શાહ નેમડને પુત્રપૌત્ર-પૌત્રાદિનો બહોળો પરિવાર હતા. આ શાહ નેમડના કુટુંબના, આબુ ઉપર દેલવાડામાં મહામાત્ય તેજપાળે બંધાવેલા શ્રી નેમિનાથ ભગવાનના શ્રી લૂણવસહી નામના મંદિરની ભમતીની દેરીઓમાં દાયેલા આઠ લેખો મળે છે, અને આ વંશ સંબંધીની બે મોટી પ્રશસ્તિઓ ડો. પીટર્સનના ત્રીજા રીપેર્ટના પૃષ્ઠ ૬૦ અને ૭૩ માં પ્રગટ થઈ ચૂકી છે. તે ઉપરથી જણાય છે કે * અત્યારે પણ પલીવાલોમાં “વરહેડીયા' નામનું ગાત્ર છે. અર્થાત “વરહડીયા શાહ હરદેવ ના વંશજે પલ્લીવાલ જ્ઞાતિમાં અત્યારે પણ વિદ્યમાન છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44