________________
સુચના
પ્રથમ આ પુસ્તકમાં સરગમ” નો વિષય સપ્ત સુર સાથે ખુલ્લી રીતે દર્શાવ્યો છે તે શીખવાને માટે પહેલાં મુખ પાઠ તે કરવો અને પછી આરોહી અવહી એટલે તે ચડઉતર ગાવું જેથી કરી સુરનું જ્ઞાન ધણાજ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે અને ગાવાને સુલભ બનશે. હારમોનીયમમાં શીખવાને માટે કેટલાક સ્તવને આપેલાં છે તે કેમ શીખવા તે આપેલ ગાઈડમાં જણાવેલ છે. તબલા વગેરેના બોલો તથા વગાડવાની સમજ જે બરાબર લક્ષ દઈ સુચવ્યા મુજબ પ્રતિદિન મહાવરે રાખી શીખશે તે ગાવાનું જ્ઞાન મેળવવું કંઈ મુરિકલ નથી.
"Aho Shrutgyanam