Book Title: Jain Education and Empower Trust 2014 Author(s): Rajhansasuri Publisher: Jain Education and Empower Trust View full book textPage 5
________________ "જિત' શૈક્ષણિક સહાય પ્રવૃત્તિ (Support for Education) શિક્ષણ એ સમૃધ્ધ જીવનનો પાયો છે. પાયો જેટલો મજબૂત, ઇમારત તેટલી નક્કર બનશે. જીવનમાં શિક્ષણથી આત્મનિર્ભરતા, સ્વાવલંબીપણુ, સદ્ભાવના અને સમર્પણના ગુણો ખીલશે, અને માનવી પોતાની દ્રષ્ટિ અન્યના દૃષ્ટિબિંદુ તરફ વાળશે. જૈન સંઘના સેંકડો સાધર્મિકો જેઓ ગામડાઓ તેમજ નાના નગરોમાં વસી રહ્યાં છે અને ખૂબ જ આર્થિક સંકડામણ ભોગવી રહ્યાં છે. આવા સાધર્મિકોના બાળકો મૂળભૂત શિક્ષણ પણ પુરૂ પ્રાપ્ત કરી શકતા નથી. તેમના ઘણા બાળકો ખૂબ જ બુધ્ધિશાળી હોવા છતાં યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શનના અભાવે પોતાની કાબેલિયત પુરવાર કરી શકતા નથી. જો કોઇ તેમની આંગળી પકડવાવાળું મળી જાય તો તેઓ ખૂબ જ આગળ વધી જાય છે. 'જિત' આવા બાળકોના ઉત્થાન માટે સતત કાર્ય કરવા પ્રયત્ન કરતું રહે છે. | ઘો. ૧ થી ૧૨ અને C.A., Enginnering, M.B.A. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 'જિત' શૈક્ષણિક સહાયમાં મદદરૂપ થાય છે. ઘો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપે છે અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લોન અપાવવામાં સહાયરૂપ થાય છે. - આજનો સાધર્મિક આવતીકાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બને. એ ઉદ્દેશને સિધ્ધ કરવા હાલ 'જિત' પર જીલ્લાના ૨૬૮ ગામડાઓના ૨૬૪૦ થી વધુ પરિવારો જેમની માસિક આવક રૂા. ૭૦૦૦/- ની આસપાસ છે કે એથી ઓછી છે તેમના૪૫૫૨ થી વધુ બાળકોને શિક્ષણ સહાય આપી રહી છે. ૩૭૪ થી વધુ વિદ્યાર્થીઓએ અત્યાર સુઘીમાં પોતાના અભ્યાસ પૂર્ણ કરેલ છે. - ૩૧ માર્ચ ૨૦૧૪ સુધી ઘોરણ ૭ સુઘીના ૧૪૫૬ વિદ્યાર્થીઓને તેમજ ઘોરણ ૮ થી ૧૨ સુધીના ૧૬૮૬ વિદ્યાર્થીઓને તેમજ ગ્રેજ્યુએશન કરતા ૧૦૮૫ વિદ્યાર્થીઓને તેમજ ઉચ્ચ અભ્યાસ કરતાં ૩૨૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અપાવવામાં મદદરૂપ થયા છીએ, તેમજ જુન ૨૦૧૫ સુધીમાં ૧૦,૦૦૦ સાધર્મિક કુટુંબોને આ અભિયાનમાં આવરી લેવા'જિત' પ્રયત્નશીલ છે. Jain Educating International For Persona Pixate Only આજનો સાધર્મિક આવતી કાલનો કૅબ્દી અને ઉરશ્ય શ્રાવક બનેPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40